ETV Bharat / bharat

ગરબા કિંગ તરીકે જાણીતા એક્ટરનું પુત્ર સાથે ગરબા રમતા હાર્ટ એટેકથી નિધન - GARBA KING DEATH

પુણેના ગરબા કિંગ તરીકે જાણીતા અશોક માલીનું હાર્ટ એટેકને કારણે નિધન થયાની વિગતો સામે આવી છે. - GARBA KING DEATH

ગરબા રમતા હાર્ટ એટેક
ગરબા રમતા હાર્ટ એટેક (PTI x)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 8, 2024, 10:59 PM IST

પુણેઃ ગરબા કિંગ તરીકે જાણિતા અશોક માલી નામના એક્ટરનું ગરબા ડાન્સ કરતી વખતે હાર્ટ એટેકથી મૃત્યુ થયાનો વીડિયો સોશ્યલ મીડિયામાં ફરતો થયો છે. આ ઘટનાને લઈને તેમના ચાહકો અને સ્વજનોમાં ઘેરી ચિંતા અને શોકનું મોજું ફરી વળ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પુણેમાં પ્રખ્યાત ખેલૈયા અને એક્ટર અશોક માલીને ગઈકાલે પોતાના દિકરા સાથે ગરબા રમતી વખતે એટેક આવ્યો હતો. તેઓ ઘણા સમયથી કોચ તરીકેની પણ ભૂમિકા નીભાવતા હતા. પોતાની કલા અન્ય યુવાનો સુધી પહોંચાડતા હતા. તેમણે ગરબાથી પોતાની એક ખાસ ઓળખ બનાવી હતી.

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ ઘટના દરમિયાન એક બાળક સાથે ગરબા રમી રહ્યા હતા. થોડી ક્ષણોમાં તેઓ નીચે પટકાઈ જાય છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેઓ મૂળ મહારાષ્ટ્રના ઘુલે જિલ્લાના શિંદખેડા તાલુકામાં આવેલા હોલ ગામના વતની હતા. તેમને એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં લઈ જવાયા હતા પરંતુ તેમને તબીબોએ મૃત જાહેર કર્યા હતા.

  1. છોટાઉદેપુરના એ જ તુરખેડામાં ફરી પ્રસુતાને જજુમવું પડ્યુંઃ 17 વર્ષે પહેલીવાર પહોંચી એમ્બ્યુલન્સ, વાનમાં જ બાળકીનો જન્મ
  2. 'સહાબ જેલ ભેજ દો... પુલીસ બહુત મારતી હૈ'- વડોદરા ગેંગરેપના આરોપીઓને કોર્ટમાં કરાયા રજૂ, લાગ્યા 'પોલીસ જીંદાબાદ'ના નારા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.