હલ્દ્વાની: હલ્દ્વાનીમાં નાળાઓમાં આવેલા પૂરના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા છે. મોડી રાત્રે કલસીયા અને દેવખડી નાળાઓ છલકાઇ ગયા હતા. નાળામાં આવેલા પૂરના પાણીના કારણે સ્થાનિક લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. માહિતી મળતાની સાથે જ પ્રશાસને રાહત અને બચાવ કામગરી શરૂ કરી દીધી હતી. બીજી તરફ દેવખડી નાળામાં એક યુવક તણાઈ ગયો હતો, તેની શોધખોળ ચાલુ છે. નાળાઓમાં પાણી ભરાઈ જવાથી અસરગ્રસ્ત લોકોને કાઠગોદામ ઈન્ટર કોલેજમાં સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. તો બીજી તરફશાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે.
हल्द्वानी से फिर डराने वाली तस्वीरें, पहाड़ में बारिश के बाद कलसिया नाले ने मचाया कोहराम। #HeavyRainfall #haldwani #nainital #Uttarakhand pic.twitter.com/V4Bzo51jTa
— Ajit Singh Rathi (@AjitSinghRathi) July 12, 2024
નાળામાં પાણીનો પ્રવાહ જોઈને લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. નાળામાંથી પૂરના પાણી ઘરોમાં ઘૂસ્યા હોવાની માહિતી મળતાં જ સિટી મેજિસ્ટ્રેટ, એસડીએમ અને તહસીલદાર પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. નાળાની આજુબાજુ રહેતા લોકોને બચાવીને સલામત સ્થળે મોકલવામાં આવ્યા હતા. દેવખડી નાળાના જોરદાર કરંટમાં એક બાઇક સવાર તણાઇ ગયો હતો જેની શોધખોળ ચાલુ છે. હજુ સુધી બાઇક સવારનો કોઇ પત્તો મળ્યો નથી. કાઠગોદામ પોલીસની ટીમે કલસીયા નાળા પાસે રહેતા લોકોને તેમના ઘરેથી બહાર કાઢીને કાઠગોદામ ઈન્ટર કોલેજ સ્થળાંતરીત કર્યા છે. ત્યાં તેમના રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગેની માહિતી મળતા જ હલ્દ્વાનીના ધારાસભ્ય સુમિત હૃદયેશ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કલસીયા નાળા પાસે રહેતા લોકોની હાલત જાણ્યા બાદ તેમણે વહીવટી અધિકારીઓ સાથે વાત કરી હતી.
સુમિત હૃદયેશે કહ્યું કે અહીંના લોકો ભયના વાતાવરણમાં જીવી રહ્યા છે. રક્સિયા અને કલસીયા નાળા પાસે રિટર્નિંગ વોલ બનાવવાની વાત કરી હતી, જેને અવગણવામાં આવી હતી. કલસીયા નાળા પાસે રહેતા લોકોમાં પણ ભયનો માહોલ પેસી ગયો છે. આ તમામ કાઠગોદામ ઈન્ટર કોલેજમાં પરિવાર સાથે સ્થળાંતરીત કરાયા છે.
હવામાન વિભાગે નૈનીતાલ જિલ્લામાં આગામી 24 કલાક માટે ફરીથી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેમને જોતા પોલીસ, પ્રશાસન અને SDRFની ટીમ સ્થિતિ પર નજર રાખી રહી છે. જિલ્લા પ્રશાસને શુક્રવારે જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવા સૂચના આપી છે.