ETV Bharat / bharat

આસામમાં પૂરથી અત્યાર સુધીમાં 93 લોકોના મોત, રાજ્યના 18 જિલ્લા હજુ પણ પાણીમાં ડૂબેલા - Flood situation in Assam - FLOOD SITUATION IN ASSAM

ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને પરિણામે આસામમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. નદીઓનું જળસ્તર સતત વધી રહ્યું છે અને રાજ્યના કેટલાક નવા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે. ત્યારે આસામમાં મૃત્યુ અંક વધીને 93 થઈ ગયો છે. ઉપરાંત હવામાન વિભાગની માહિતી અનુસાર જુલાઇ મહિનામાં આસામમાં હજુ ભારે વરસાદની સંભાવના છે. જાણો સંપૂર્ણ માહિતી. Flood situation in Assam

આસામમાં પૂરને પરિણામે મૃત્યુઆંક 93 પહોંચ્યો
આસામમાં પૂરને પરિણામે મૃત્યુઆંક 93 પહોંચ્યો (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 15, 2024, 10:42 AM IST

Updated : Jul 15, 2024, 11:43 AM IST

આસામ: આસામમાં છેલ્લા 15 થી 20 દિવસથી પૂરની સ્થિતિ યથાવત છે. ત્યાંના સ્થાનિકોનું જીવન ઠેર ઠેર પાણી ભરાઈ જતાં વેર વિખેર થઈ ગયું છે. જ્યારે થોડા દિવસ પહેલા પૂરના કારણએ મુત્યું પામેલા લોકોની સંખ્યા 72 હતી જે આજે વધીને 93 થઈ ગઈ છે. સુંદરતી આફતને પરિણામે માનવજીવનની મુશ્કેલીમાં મુકાયું છે.

મૃત્યુઆંક 93 પર પહોંચ્યો: રાજ્યના 18 જિલ્લા હજુ પણ પાણીમાં ડૂબેલા છે. જો કે રાજ્યમાં એકંદરે પૂરની સ્થિતિમાં તાજેતરમાં સુધારો થયો છે તેવું જણાવવામાં આવી રહ્યું છે. દરમિયાન, છેલ્લા 24 કલાકમાં બરાકના કરીમગંજ જિલ્લામાં પૂરમાં એક બાળક સહિત બે લોકોના મોત થયા છે. પૂરના કારણે અત્યાર સુધીમાં મૃત્યુઆંક 93 પર પહોંચી ગયો છે.

પુરથી પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 21 થી ઘટીને 18 થઈ: મળતી માહિતી મુજબ જાણવા મળે છે કે, બ્રહ્મપુત્રા અને તેની ઉપનદીઓની જળસપાટીમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉપરાંત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પુરથી પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 21 થી ઘટીને 18 થઈ ગઈ છે. પૂર શમી ગયું છે પરંતુ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અનેક પૂર પીડિતોની વેદનાનો અંત આવ્યો નથી. આ વિસ્તારના પૂર પીડિતો હજુ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

30,000 લોકો વિવિધ આશ્રયસ્થાનોમાં: આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ડેટા મુજબ, રાજ્યના 18 જિલ્લાઓના 52 મહેસૂલ વિસ્તારોમાં 1342 જેટલા ગામોમાથી 5.97 લાખ લોકો પૂરથી પ્રભાવિત થાય છે. જો કે વરસાદને કારણએ વિવિસદ્ધ રોગ તેમજ તાવ, શરદી, ઉપરાંત અન્ય ચેપની સંખ્યામાં શનિવારની તુલનામાં લગભગ અડધા મિલિયનનો ઘટાડો નોંધાયો છે. પરંતુ હજુ પણ લગભગ 30,000 લોકો વિવિધ આશ્રયસ્થાનોમાં છે.

પાણી જોખમના સ્તરથી ઉપર વહી રહ્યું: આશ્રયસ્થાનોમાં ફસાયેલા લોકો પોતાના ઘરે જવાના પ્રયાસોમાં નિષ્ફળ થઈ રહ્યા છે. કારણ કે હજી પણ દિચાંગ નદીના નાંગલામુરા ઘાટ પર પાણી જોખમના સ્તરથી ઉપર વહી રહ્યું છે.

હવામાન વિભાગની આગાહી: હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જુલાઈ મહિનામાં આસામમાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની પણ થોડી સંભાવના છે.

  1. આસામમાં પૂરની સ્થિતિમાં આંશિક સુધારો, મૃત્યુઆંક 72 પર પહોંચ્યો, કાઝીરંગામાં 137 પ્રાણીઓ મોતને ભેટ્યા - ASSAM FLOOD UPDATES
  2. આસામમાં પૂરની સ્થિતિ ગંભીર, અત્યાર સુધીમાં 38ના મોત જ્યારે છેલ્લા 24 કલાકમાં 3 ડૂબી ગયા - Assam Floods

Last Updated : Jul 15, 2024, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.