ETV Bharat / bharat

ચાલતી ટ્રેનમાંથી આગની જ્વાળાઓ નીકળી... દિલ્હીના રાજીવ ચોક મેટ્રો સ્ટેશનમાં થયેલ અકસ્માતનો વીડિયો આવ્યો સામે - FIRE BREAKS OUT IN METRO TRAIN - FIRE BREAKS OUT IN METRO TRAIN

દિલ્હીના રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર સોમવારે મોટી દુર્ઘટના ટળી હતી. દ્વારકાથી વૈશાલી જતી ટ્રેનના પેન્ટોગ્રાફમાં સ્પાર્ક થતાં આગ લાગી હતી. જેના કારણે સ્ટેશન પર ઉભેલા મુસાફરોમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી, Fire breaks out in metro Delhi

દિલ્હીના મેટ્રો ટ્રેનના પેન્ટોગ્રાફમાં સ્પાર્ક થતાં આગ
દિલ્હીના મેટ્રો ટ્રેનના પેન્ટોગ્રાફમાં સ્પાર્ક થતાં આગ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 28, 2024, 11:04 AM IST

દિલ્હીના રાજીવ ચોક મેટ્રો સ્ટેશનમાં ટ્રેનના પેન્ટોગ્રાફમાં સ્પાર્ક થતાં આગ (ETV Bharat)

નવી દિલ્હી: સોમવારે સાંજે દિલ્હી મેટ્રોમાં એક મોટી દુર્ઘટના ટળી હતી. રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર ટ્રેનની છત પર અચાનક આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી. મેટ્રોના પેન્ટોગ્રાફમાં આગ લાગી હતી. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ટ્રેનના દરવાજા ખુલ્લા છે અને મુસાફરો પોતાના મોબાઈલ ફોનમાં આગનો વીડિયો રેકોર્ડ કરતા જોવા મળે છે. ટ્રેન વૈશાલી તરફ જઈ રહી હતી. આગની ઘટના બાદ સ્ટેશન પર હાજર લોકોમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ મેટ્રોના એન્જિનિયરોએ આગને કાબૂમાં લીધી હતી.

રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર ટ્રેનની છત પર અચાનક આગ
રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર ટ્રેનની છત પર અચાનક આગ (ETV Bharat)

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનનું નિવેદન: આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો અંગે DMRCનું કહેવું છે કે આ રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર વૈશાલી તરફ જતી ટ્રેન સાથે જોડાયેલો મુદ્દો છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે, "આ ઘટના સાંજે લગભગ 6:21 કલાકે બની હતી, જ્યારે મેટ્રો ટ્રેન રાજીવ ચોક મેટ્રો સ્ટેશનથી વૈશાલી તરફ જઈ રહી હતી. તે સમયે એક ટ્રેનની છત પરથી સ્પાર્ક વિશે માહિતી મળી હતી.

DMRCના અધિકારીઓના જણાવ્યા મુજબ, વર્તમાન ઘટના પેન્ટોગ્રાફ ફ્લેશિંગ સાથે સંબંધિત છે જે કેટલીકવાર ઓવરહેડ ઇલેક્ટ્રિક વાયર (OHE) અને પેન્ટોગ્રાફની વચ્ચે કેટલીક બહારની વસ્તુઓ અથવા સામગ્રી ફસાઈ જવાને કારણે થાય છે. આવી ઘટનામાં યાત્રીઓની સુરક્ષાને કોઈ ખતરો કે નુકશાન થતું નથી. મેટ્રોએ એમ પણ કહ્યું છે કે ઘટનાના ચોક્કસ કારણની વધુ તપાસ કરવામાં આવશે.

અધિકારીના જણાવ્યા મુજબ, અસરગ્રસ્ત પેન્ટોગ્રાફને તાત્કાલિક સર્વિસમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને ટ્રેનના બાકીના પેન્ટોગ્રાફ સાથે લગભગ 5 મિનિટની મુશ્કેલી પછી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું હતું અને ટ્રેનને ગંતવ્ય સ્થાન તરફ રવાના કરવામાં આવી હતી. જેના કારણે મુસાફરોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. ઉપરાંત, સોમવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રીથી વધુ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 6 ડિગ્રી વધુ છે.

તે જ સમયે, લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિભાગના કેન્દ્રનું માનવું છે કે આગામી થોડા દિવસો સુધી આકરી ગરમી પડશે અને ગરમીનું મોજું ફાટી નીકળશે. આ કારણે લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે. તે જ સમયે, આકરી ગરમીના કારણે રાજધાની દિલ્હીમાં પણ દરરોજ આગની ઘટનાઓ સામે આવી રહી છે.

  1. લોકસભા ચૂંટણી, અંતિમ તબક્કામાં નિર્ણાયક જંગ, બદલાતા સમીકરણ ભાજપ માટે પડકાર, જાણો કોનું પલડુ ભારે ? - lok sabha election 2024 phase 7
  2. ઈન્ડિગોની દિલ્હી-વારાણસી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તમામ મુસાફરોને વિમાનમાંથી ઉતારાયા - Threat to Indigo flight

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.