નવી દિલ્હી : પોતાની માંગણીઓને લઈને વિરોધ કરી રહેલા ખેડૂતો તેમના દિલ્હી ચલો આંદોલન હેઠળ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી તરફ કૂચ ફરી શરૂ કરવા માટે તૈયાર છે. ત્યારે રાજ્યની સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. આંતરરાજ્ય સરહદેથી 'દિલ્હી ચલો' આંદોલન શરૂ થવાની શક્યતા વચ્ચે હરિયાણા પોલીસે પંજાબ વહીવટી તંત્રને ખેડૂતોના બુલડોઝર જપ્ત કરવા કહ્યું હતું.
દિલ્હી ચલો આંદોલન ફરી શરૂ : પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કાનૂની ગેરંટી અંગે કેન્દ્ર સાથે થયેલી ચાર રાઉન્ડની ચર્ચા નિષ્ફળ રહ્યા બાદ હવે ખેડૂતો પંજાબ-હરિયાણા સરહદ પરથી દિલ્હી ચલો આંદોલન શરૂ કરવા માટે તૈયાર છે. જોકે ખેડૂતો હજુ પણ રાષ્ટ્રીય રાજધાનીથી 200 કિમી દૂર છે. બોર્ડર પર ભારે બેરિકેડેડ એન્ટ્રી પોઈન્ટનો ભંગ ન થાય તેની ખાતરી કરવા માટે દિલ્હી પોલીસે કવાયત હાથ ધરી હતી.
કડક સુરક્ષા વ્યવસ્થા : કેન્દ્ર સરકારનો અંદાજ છે કે લગભગ 14,000 લોકો પંજાબ-હરિયાણા સરહદે 1,200 ટ્રેક્ટર-ટ્રોલી, 300 કાર, 10 મિની-બસ તેમજ નાના વાહનો સાથે એકઠા થયા છે. તેના માટે પંજાબ સરકાર પર સખત વાંધો વ્યક્ત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની બગડતી સ્થિતિ ચિંતાનો વિષય છે. ઉપરાંત કેન્દ્રએ કાયદો તોડનારાઓ સામે કડક પગલાં લેવા જણાવ્યું છે.
બુલડોઝર જપ્ત કરવાની સૂચના : 13 ફેબ્રુઆરીએ દિલ્હી તરફ કૂચ શરુ કરનાર હજારો ખેડૂતોને હરિયાણા સરહદ પર જ અટકાવવામાં આવ્યા હતા. જ્યાં સુરક્ષા કર્મચારીઓ અને ખેડૂતો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. ત્યારથી ખેડૂતોએ પંજાબ અને હરિયાણા સાથેની સરહદ પર શંભુ અને ખનૌરી પોઈન્ટ પર ધામા નાખ્યા છે. હરિયાણા પોલીસે તેના પંજાબના સમકક્ષોને બુલડોઝર અને અન્ય વાહનો જપ્ત કરવા કહ્યું હતું. હરિયાણા પોલીસના અનુસાર વિરોધ કરી રહેલા ખેડૂતો તેનો ઉપયોગ બેરિકેડ તોડવા કરી શકે છે.
ખેડૂત આંદોલનની લેટેસ્ટ અપડેટ્સ :
- 8.45 AM
ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલે બુધવારે જણાવ્યું કે, વિરોધ કરી રહેલા ખેડૂતોને સુરક્ષા જવાનો દ્વારા રોકવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ પંજાબ અને હરિયાણા વચ્ચેના બે બોર્ડર પોઈન્ટ પર વિરોધ કરી રહ્યા છે. હવે ખેડૂતો શાંતિપૂર્ણ રીતે દિલ્હી તરફ કૂચ કરશે. - 8.20 AM
દિલ્હી ચલો આંદોલન વિશે ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલે કહ્યું કે, અમારો હેતુ કોઈ અરાજકતા પેદા કરવાનો નથી. અમે 7 નવેમ્બરથી દિલ્હી પહોંચવાનો કાર્યક્રમ બનાવ્યો છે. જો સરકાર કહે છે કે તેમને પૂરતો સમય મળ્યો નથી. આનો અર્થ એ છે કે સરકાર અમારી અવગણના કરવાનો પ્રયાસ કરી રહી છે. અમને રોકવા માટે આટલા મોટા બેરિકેડ મૂકવામાં આવ્યા છે તે યોગ્ય નથી. અમે શાંતિપૂર્ણ રીતે દિલ્હી જવા માંગીએ છીએ. સરકારે બેરિકેડ હટાવીને અમને અંદર આવવા દેવા જોઈએ અથવા અમારી માંગ પૂરી કરવી જોઈએ. જો તેઓ હાથ લંબાવશે તો અમે પણ સહકાર આપીશું. આપણે ધીરજથી આ પરિસ્થિતિને હેન્ડલ કરવી પડશે. હું યુવાનોને અપીલ કરું છું કે તેઓ નિયંત્રણ ન ગુમાવે. - 8.05 AM
'દિલ્હી ચલો' કૂચ પર ખેડૂત નેતા સર્વણસિંહ પંઢેર કહ્યું કે, અમે અમારી તરફથી શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. અમે બેઠકમાં હાજરી આપી અને દરેક મુદ્દા પર ચર્ચા કરી, હવે નિર્ણય કેન્દ્ર સરકારે લેવાનો છે. વડાપ્રધાને આગળ આવવું જોઈએ અને અમારી માંગણી સ્વીકારવી જોઈએ, 1.5-2 લાખ કરોડ રૂપિયા એ મોટી રકમ નથી. આ બેરિકેડ હટાવી અને અમને દિલ્હી તરફ કૂચ કરવાની મંજૂરી આપવી જોઈએ. - 7.10 AM
ખેડૂતની દિલ્હી ચલો કૂચના એક દિવસ પહેલા હરિયાણા પોલીસે તેના પંજાબ સમકક્ષોને આંતરરાજ્ય સરહદેથી બુલડોઝર અને અન્ય વાહનો જપ્ત કરવા વિનંતી કરી છે. તેમના અનુસાર ખેડૂતો બેરિકેડ તોડવા માટે તેનો ઉપયોગ કરશે. - 7.00 AM
ખેડૂતોના દિલ્હી ચલો આંદોલનને પગલે હરિયાણા સરકારે સાત જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ અને બલ્ક SMS સેવા પરનો પ્રતિબંધ બુધવાર સુધી લંબાવ્યો છે. અસરગ્રસ્ત જિલ્લામાં અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસાનો સમાવેશ થાય છે. સરકારે અગાઉ 13, 15, 17 અને 19 ફેબ્રુઆરીએ મોબાઈલ ઈન્ટરનેટના સસ્પેન્શનને લંબાવ્યું હતું. - 6.45 AM
ખેડૂતોએ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર સરકારના પ્રસ્તાવને નકારી કાઢ્યા પછી કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડાએ કહ્યું કે, સરકાર હંમેશા સારા અભિપ્રાયને આવકારે છે. વાતચીત દ્વારા ચોક્કસ ઉકેલ આવશે. - 6.35 AM
હરિયાણાના શંભુ બોર્ડર પર ખેડૂતોના વિરોધ દરમિયાન ફરજ પર એક પોલીસ અધિકારીનું મૃત્યુ થયું હતું. તેના થોડા દિવસો પછી તે જ સ્થળે તૈનાત અન્ય એક પોલીસ અધિકારીનું મંગળવારે મૃત્યુ થયું છે. પોલીસે જણાવ્યું કે, શંભુ બોર્ડર પર તૈનાત એક્ઝેમ્પ્ટી સબ-ઇન્સ્પેક્ટર (ESI) કૌશલ કુમાર અચાનક બીમાર પડ્યા અને તેમને અંબાલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. - 6.15 AM
કેન્દ્રીય કૃષિ પ્રધાન અર્જુન મુંડાએ મંગળવારે ખેડૂતો અને વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલા ખેડૂત સંગઠનોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. - 6.05 AM
દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતોની ગઈકાલે માનેસરમાં અટકાયત કરવામાં આવી હતી.