ETV Bharat / bharat

Jammu News : જમ્મુના શેરપુર કઠુઆ જિલ્લામાં વિસ્ફોટક મળ્યા, સુરક્ષા દળોએ તપાસ શરૂ કરી - જમ્મુ પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ

જમ્મુ કાશ્મીરના વિસ્તારોમાં સતત આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલતી રહે છે. હાલમાં જ જમ્મુના કઠુઆ અને સાંબા જિલ્લાની સરહદ પાસેથી વિસ્ફોટક મળી આવ્યા છે. આ અંગે જાણકારી મળતા પોલીસ વિભાગ અને સુરક્ષા દળોએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

જમ્મુના શેરપુર કઠુઆ જિલ્લામાં વિસ્ફોટક મળ્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 30, 2024, 1:55 PM IST

જમ્મુ કાશ્મીર : જમ્મુના કઠુઆ અને સાંબા જિલ્લાની સરહદ પાસેના વિસ્તારમાંથી વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. બંને જિલ્લાની પોલીસે સ્થળ પર પહોંચીને આ મામલે તપાસ હાથ ધરી હતી. જોકે હાલ આ અંગે વધુ માહિતી સામે આવી નથી.

જમ્મુમાં વિસ્ફોટક મળ્યા : સુરક્ષા દળોને આજે 30 જાન્યુઆરી મંગળવારના રોજ જમ્મુ-પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક પુલ નજીક વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો હતો. જમ્મુના કઠુઆ અને સાંબા જિલ્લાની સરહદ પાસેના વિસ્તારમાંથી વિસ્ફોટક મળી આવ્યાની જાણ થતા બંને જિલ્લાના પોલીસ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. આ મામલે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની મદદથી પોલીસ અને સુરક્ષા દળોએ સ્થળ પરથી વિસ્ફોટક બરામદ કરી વધુ તપાસ હાથ ધરી હતી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

  1. Jammu And Kashmir: જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં સરહદ પાર આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ
  2. રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જમ્મુ કાશ્મીરના 6 યુવકો કસ્ટડીમાં, 15 દિવસથી આઈડી વગર રહ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.