ETV Bharat / bharat

એકનાથ શિંદેની તબિયતમાં સુધારો, આજે મુંબઈ પરત ફરી શકે છે - EKNATH SHINDE HEALTH

મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રમાં નવી મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ 5 ડિસેમ્બરની સાંજે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં થશે.

એકનાથ શિંદે
એકનાથ શિંદે (pti)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 1, 2024, 12:08 PM IST

મુંબઈ: મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. આજ સાંજ સુધીમાં સાતારાથી મુંબઈ આવી શકે છે. તેમના એક સહયોગીએ આ અંગે માહિતી આપી હતી. સતારામાં તેઓ પોતાના વતનમાં હાજર શિંદેને ખૂબ તાવ આવ્યો, જેના પછી શનિવારે ડૉક્ટરોની ટીમે તેમની તપાસ કરી હતી.

શિવસેના નેતા શુક્રવારે સતારા જિલ્લામાં તેમના વતન જવા રવાના થયા હતા. દરમિયાન, એવી અટકળો શરૂ થઈ હતી કે, રાજ્યની નવી સરકાર બનાવવા માટે જે રીતે પ્રયાસો થઈ રહ્યા છે તેનાથી તેઓ ખુશ નથી. શિંદેના ફેમિલી ડોક્ટર આરએમ પાર્ટેએ શનિવારે ન્યૂઝ ચેનલોને જણાવ્યું કે, તેમને તાવ અને ગળામાં ઈન્ફેક્શન છે.

ડો.પાર્ટેએ કહ્યું કે, તેમને દવાઓ આપવામાં આવી છે. 2 દિવસમાં તેમને સારુ થઇ જશે. તેઓ રવિવારે મુંબઈ જવા રવાના થશે. શિંદેના નજીકના સહયોગીએ પણ રવિવારે જણાવ્યું કે, કાર્યકારી મુખ્યમંત્રી છેલ્લા કેટલાક સમયથી બીમાર છે. શનિવારે તેને તાવ આવ્યો હતો. સહયોગીએ કહ્યું કે, શિંદેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેઓ સાંજે મુંબઈ પરત ફરશે.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ એકમના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ શનિવારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં નવી મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ 5 ડિસેમ્બરની સાંજે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં થશે.

તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. જો કે હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી કે મુખ્યમંત્રી કોણ બનશે? પરંતુ ભાજપના સૂત્રોએ જણાવ્યું કે, 2 વખતના મુખ્યમંત્રી અને પૂર્વ એકનાથ શિંદેની નેતૃત્વની સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહેલા દેવેન્દ્ર ફડણવીસ આ પદની રેસમાં સૌથી આગળ છે.

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના ગઠબંધને 288માંથી 230 બેઠકો જીતીને સત્તા જાળવી રાખી હતી. ભાજપ 132 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે જ્યારે શિવસેનાને 57 અને એનસીપીને 41 બેઠકો મળી છે. પરંતુ સરકારની રચનામાં વિલંબ થઈ રહ્યો છે. કારણ કે, ગઠબંધન આ વાત પર સર્વસંમતિ સુધી પહોંચી શક્યું નથી કે મુખ્યમંત્રી કોણ બનશે?

આ પણ વાંચો:

  1. મહારાષ્ટ્રની ચૂંટણીએ બતાવ્યું 'મોદી બ્રાન્ડ'ની ચમક હજુ યથાવત, વિપક્ષ અવઢવમાં...
  2. મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે CM પદ માટે શપથ ગ્રહણ, PM મોદી સમારોહમાં હાજર રહેશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.