ETV Bharat / bharat

ડેપ્યુટી એસપીને મહિલા પોલીસકર્મી સાથે હોટલમાં છાનગપતિયા ભારે પડ્યા, ડેપ્યુટી એસપી માંથી સીધું જ કોન્સ્ટેબલનું ડિમોશન - deputy sp kripa shankar kanojia

કાનપુરની એક હોટલમાં મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા ડેપ્યુટી એસપીને ડિમોશન કરવામાં આવ્યા છે. તેમને ગોરખપુરમાં કોન્સ્ટેબલ બનાવવામાં આવ્યા છે. deputy sp kripa shankar kanojia

ડેપ્યુટી એસપી માંથી સીધું જ કોન્સ્ટેબલનું ડિમોશન
ડેપ્યુટી એસપી માંથી સીધું જ કોન્સ્ટેબલનું ડિમોશન (photo credit: etv bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 23, 2024, 1:34 PM IST

લખનઉઃ રજા લઈને મહિલા પોલીસકર્મી સાથે હોટલમાં છાનગપતિયા કરનાર ડેપ્યુટી એસપીને કોન્સ્ટેબલ તરીકે ડિમોશન આપવામાં આવ્યું છે. ડીજીપી હેડક્વાર્ટર દ્વારા તપાસ બાદ ડેપ્યુટી એસપીને ડિમોટ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. મામલો વર્ષ 2021નો છે જ્યારે ઉન્નાવમાં તૈનાત ડેપ્યુટી એસપી રજા લઈને કાનપુરની એક હોટલમાં મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાઈ ગયા હતા. ત્યારબાદથી આ કેસની તપાસ શરૂ ચાલી રહી હતી.

કોણ છે ડેપ્યુટી એસપી કૃપાશંકર કનોજીયા: જારી કરાયેલા આદેશ અનુસાર, કૃપા શંકર કનોજિયા વર્ષ 2021માં ઉન્નાવના બિઘાપુરમાં તૈનાત હતા, જેમને એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ, એડમિનિસ્ટ્રેશનના આદેશ પર ડેપ્યુટી એસપીના પદ પરથી પ્રથમ નિમણૂક એટલે કે કોન્સ્ટેબલના પદ પર ડિમોટ કરવામાં આવી રહ્યા છે. કૃપા શંકર કનોજિયા હાલમાં 26 બટાલિયન પીએસી કોર્પ્સમાં ડેપ્યુટી કમાન્ડર તરીકે પદ પર તૈનાત હતા, જે હવે કોન્સ્ટેબલ તરીકે પોસ્ટ પર ફરજ બજાવશે.

મહિલા પોલીસકર્મી સાથે હોટલમાં છાનગપતિયા: ડેપ્યુટી એસપી કોન્સ્ટેબલ બનેલા કૃપાશંકર કનોજિયા વર્ષ 2021માં ઉન્નાવના બિઘાપુરમાં તૈનાત હતા. દરમિયાન રજા લીધા બાદ તેમણે પોતાનો સીયુજી અને પર્સનલ મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો અને તેની પત્નીએ ફોન કરતાં મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. આવી સ્થિતિમાં ચિંતાતૂર બનેલા તેમના પરિવારજનોએ કૃપાશંકરની હત્યાની આશંક દર્શાવીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ એસપી ઉન્નાવની સક્રિયતા જોવા મળી અને પછી સર્વેલન્સની મદદથી તેમનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું. ત્યાર બાદ પોલીસ તે લોકેશન પર પહોંચી તો કૃપાશંકર કાનપુરમાં એક મહિલા પોલીસકર્મી સાથે હોટલમાંથી મળી આવ્યા હતાં. ત્યાર બાદ ડીજીપીએ તેમને સસ્પેન્ડ કરીને વિભાગીય તપાસનો આદેશ આપ્યો હતો. બીજી તરફ મહિલા પોલીસકર્મીને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે, મહત્વપૂર્ણ છે કે, કૃપાશંકર મૂળ બિહારના દેવરિયાના રહેવાશી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.