ETV Bharat / bharat

UNNAO RAPE CASE: દિલ્હી હાઈ કોર્ટે ઉન્નાવ રેપ કેસના આરોપીની સજા મોકુફીની માંગણી ફગાવી દીધી - ઉન્નાવ રેપ કેસના આરોપી

દિલ્હી હાઈ કોર્ટે ઉન્નાવ રેપ પીડિતાના પિતાની જ્યૂડિશિયલ કસ્ટડીમાં થયેલ મૃત્યુના કેસના આરોપી અતુલ સિંહની સજા મોકુફીની મનાઈ ફરમાવી દીધી. વાંચો સમગ્ર સમચાર વિસ્તારપૂર્વક. UNNAO RAPE CASE Delhi High Court Custodial Death of Victim's Father

દિલ્હી હાઈ કોર્ટે ઉન્નાવ રેપ કેસના આરોપીની સજા મોકુફીની માંગણી ફગાવી દીધી

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 26, 2024, 8:31 PM IST

નવી દિલ્હીઃ ઉન્નાવ રેપ પીડિતાના પિતાનું જ્યૂડિશિલય કસ્ટડીમાં મૃત્યુ થયું તે કેસના આરોપીની સજા મુદ્દે દિલ્હી હાઈ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં હાઈ કોર્ટે આ કેસના આરોપીની સજા મોકુફ રાખવાની મનાઈ ફરમાવી દીધી છે. ન્યાયાધીશ સ્વર્ણકાંતા શર્માની બેન્ચે આરોપીની સજા મોકુફીની માંગણી ફગાવી દીધી છે. બેન્ચે જણાવ્યું કે, આ ગુનાના દોષીએ સજાના માત્ર 3 વર્ષ જ કેદ ભોગવી છે. આ ગુનેગારને 10 વર્ષની સજા મળી છે. તેણે આ સજાના કુલ વર્ષોના અડધા વર્ષ પણ સજા કાપી નથી.

હાઈ કોર્ટે અતુલ સિંહના મેડિકલ રિપોર્ટ ધ્યાનથી તપાસ્યા અને કહ્યું કે, આ ગુનેગારની તબિયત એવી નથી કે તે જેલમાં કેદ ભોગવી ન શકે. કોર્ટે કહ્યુ કે, અતુલ સિંહ વિરુદ્ધ આરોપો ખૂબ ગંભીર છે. આ ગુનામાં સજાને મોકુફ કરી શકાય નહીં.

ઉલ્લેખનીય છે કે પીડિતાના પિતાનું જયૂડિશિયલ કસ્ટડીમાં તારીખ 9મી એપ્રિલ 2018ના રોજ મૃત્યુ થઈ ગયું હતું. વર્ષ 2017માં 4 જૂનના રોજ પીડિતાએ જ્યારે કુલદીપ સેંગર સિંહ પર રેપનો આરોપ લગાડ્યો ત્યારે કુલદીપ સિંહ અને તેના ભાઈ અતુલ સિંહે પીડિતાના પિતાને બહુ માર માર્યો અને પોલીસને સોંપી દીધા હતા. રેપ પીડિતાના પિતાને જેલમાંથી જિલ્લા હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

તીસ હજારી કોર્ટે 13 માર્ચ 2020ના રોજ ઉન્નાવ રેપ પીડિતાના પિતાની હત્યાના મામલે કુલદીપ સિંહ સેંગરને 10 વર્ષની સજા ફટકારી હતી. કોર્ટે ગુનેગારને 10 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો હતો. તેમજ ગુનેગારના ભાઈ અતુલ સિંહ સહિત 7 આરોપીઓને 10 વર્ષની કેદ અને 10 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો હતો.

આ અગાઉ 20 ડિસેમ્બર 2019ના રોજ આ કેસમાં તીસહજારી કોર્ટે કુલદીપ સેંગરને આજીવન કેદ અને 25 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો હતો. આ સજાના વિરોધમાં કુલદીપ સિંહે દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરી હતી.

  1. Delhi High Court Decision: અન્ય સ્ત્રી સાથે રહેવું તેને પતિની ક્રુરતા ગણી છુટાછેડા ન આપવા તે યોગ્ય નથીઃ દિલ્હી હાઈ કોર્ટ
  2. કેન્દ્ર સરકારની યોજનાઓનો પ્રચાર સરકારી અધિકારીઓ કરવા મુદ્દે દિલ્હી હાઈ કોર્ટમાં અરજી થઈ, હાઈ કોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.