ETV Bharat / bharat

Delhi classroom scam : દિલ્હી લોકાયુક્તનો મોટો નિર્ણય, વર્ગખંડ કૌભાંડ મામલે મનીષ સિસોદિયા સત્યેન્દ્ર જૈનને નોટિસ પર ભાજપનો વાર - અરવિંદ કેજરીવાલ

દિલ્હી લોકાયુક્ત દ્વારા શાળાના વર્ગખંડોમાં કૌભાંડ મામલામાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ગખંડો બનાવવામાં થયેલી ગેરરીતિને લઇને સાંસદ મનોજ તિવારી અને અન્યોની ફરિયાદ પર મનીષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈનને નોટિસ ફટકારવામાં આવી છે.

Delhi classroom scam :  દિલ્હી લોકાયુક્તનો મોટો નિર્ણય, વર્ગખંડ કૌભાંડ મામલે મનીષ સિસોદિયા સત્યેન્દ્ર જૈનને નોટિસ પર ભાજપનો વાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 24, 2024, 9:45 PM IST

ભાજપે કર્યાં આક્ષેપ

નવી દિલ્હી : દિલ્હીની સરકારી શાળાઓમાં વધારાના વર્ગખંડોના નિર્માણમાં ગૌણ સામગ્રીના ઉપયોગ અને કૌભાંડમાં લોકાયુક્ત કોર્ટમાં ચાલી રહેલી તપાસમાં બુધવારે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે લોકાયુક્તે દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને નોટિસ મોકલી છે. તેઓએ આ નોટિસનો જવાબ 6 માર્ચ સુધીમાં લોકાયુક્તને મોકલવાનો રહેશે.

વર્ગખંડોના કામકાજમાં ગેરરીતિઓ : વાસ્તવમાં વર્ષ 2018માં બીજેપી સાંસદે આ મામલો ઉઠાવ્યો હતો. તે પછી, વિજિલન્સ ડિરેક્ટોરેટે તેના અહેવાલમાં ઉલ્લેખ કર્યો હતો કે છેલ્લા વર્ષો દરમિયાન સરકારી શાળાઓમાં બાંધવામાં આવેલા વધારાના વર્ગખંડોના કામકાજમાં ગેરરીતિઓ જોવા મળી હતી.

દિલ્હી ભાજપ અધ્યક્ષનો આક્ષેપન લોકાયુક્ત ભવનમાંથી બહાર કાઢી મૂકાયાં બાદ દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કેજરીવાલ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું કે કેજરીવાલ સરકારે શિક્ષણના ક્ષેત્રમાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે. કેજરીવાલ પોતાને શિક્ષિત અને પ્રામાણિક માને છે. પરંતુ તેણે પોતાના શિક્ષણનો ભ્રષ્ટાચાર માટે ઉપયોગ કર્યો છે. દિલ્હીમાં પેનિક બટન કૌભાંડ, શીશ મહેલ કૌભાંડ, દારૂ કૌભાંડ અને હવે શિક્ષણ કૌભાંડ પણ પ્રકાશમાં આવ્યું છે.

4126 ઓરડાનું કૌભાંડ : સચદેવાએ કહ્યું કે શાળાઓમાં ઓરડાઓ બનાવવા માટે તમામ નિયમો તોડવામાં આવ્યાં હતાં. કોન્ટ્રાક્ટરો સાથે બંધ રૂમમાં બેઠક યોજાઈ હતી. કોન્ટ્રાક્ટર મુજબ રકમ 100 ટકા વધારવામાં આવી હતી. શાળાઓમાં 4126 ઓરડાનું કૌભાંડ થયું છે. દિલ્હી સરકારે શિક્ષણના નામે આટલી મોટી લૂંટ ચલાવી છે. કેજરીવાલે કહ્યું હતું કે તેઓ દિલ્હીમાં બાળકોને સારું શિક્ષણ, સારા ઓરડાઓ અને સારી શાળાઓ આપશે. આ બધાના નામે તેઓએ માત્ર લૂંટ ચલાવી છે.

દોષિતને સજા થવી જોઈએ : તો આ મામલામાં ભાજપ સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે હું આ સમગ્ર મામલામાં સાક્ષી છું અને ફરિયાદી પણ છું. આજે મોટો નિર્ણય આવ્યો છે. દિલ્હીની શાળાઓમાં વર્ગખંડ કૌભાંડને લઈને આજે ચર્ચા શરૂ થઈ. જે લોકાયુક્તને કેજરીવાલ વારંવાર અપીલ કરતા હતા આજે તે જ લોકાયુક્તે આપ નેતાઓને સમન્સ જારી કર્યા છે. આ સમગ્ર કૌભાંડમાં જે પણ દોષિત છે તેને સજા થવી જોઈએ.

  1. DELHI LIQUOR SCAM : AAP નેતા સંજય સિંહ અને મનીષ સિસોદિયાની મુશ્કેલીમાં થયો વધારો
  2. Delhi Liquor Policy Case : CBI-EDએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું, 'આપ'ને આરોપી બનાવવાનું વિચારી રહ્યાં છીએ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.