નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શનિવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થયા હતાં. આ દરમિયાન, બજેટ સત્ર અને વિશ્વાસ પ્રસ્તાવને ટાંકીને તેમણે કોર્ટમાં શારીરિક હાજરીમાંથી મુક્તિની માંગ કરી. તેમજ કેસની આગામી સુનાવણી પર કોર્ટમાં શારીરિક રીતે હાજર રહેવાની ખાતરી આપી હતી. આ પછી એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રાએ તેમને કેસની આગામી સુનાવણી માટે 16 માર્ચે હાજર થવાનો આદેશ આપ્યો હતો.
બજેટ સત્રમાં વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા : શનિવારે દિલ્હી વિધાનસભાના બજેટ સત્રમાં વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે. અગાઉ 7 ફેબ્રુઆરીએ રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને ED સમન્સની સતત અવગણના કરવા બદલ કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. આ પહેલાં સંભાવના વ્યક્ત થઇ રહી હતી કે સીએમ અરવિંદ કેજરીવાલ કોર્ટમાં હાજર રહી શકે છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ દિલ્હી એક્સાઇઝ સ્કેમ કેસમાં શનિવારે કોર્ટમાં પ્રત્યક્ષ હાજર થઈ શકે છે. આ પહેલા ઈડીએ કોર્ટમાં કહ્યું હતું કે પાંચ વખત સમન્સ મોકલવા છતાં સીએમ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર થયા ન હતા.
રાઉઝ એવન્યુ કોર્ટેમાં થઇ શકે હાજર : દિલ્હી એક્સાઇઝ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શનિવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર ઓનલાઇન હાજર રહ્યાં હતાં. તેમની હાજરી એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રાની કોર્ટમાં થઇ હતીે. અગાઉ 7 ફેબ્રુઆરીએ રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને ઈડી સમન્સની સતત અવગણના કરવા બદલ કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો.
સમન્સની સતત અવગણના : આ પહેલાં કોર્ટે કહ્યું હતું કે તે ઈડીની ફરિયાદ પર ધ્યાન આપી રહી છે. સુનાવણી દરમિયાન ઈડી તરફથી હાજર રહેલા ASG SV રાજુએ કોર્ટને કહ્યું હતું કે CM કેજરીવાલ સમન્સની સતત અવગણના કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે મની લોન્ડરિંગ એક્ટની કલમ 50 હેઠળ અરવિંદ કેજરીવાલને પાંચ વખત સમન્સ મોકલવામાં આવ્યા છે, પરંતુ પાંચેય વખત કેજરીવાલે સમન્સની અવગણના કરી અને ઈડી સમક્ષ હાજર થયા નહીં.
મામલો શું છે : ઉલ્લેખનીય છે કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહ દિલ્હી એક્સાઈઝ કૌભાંડ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે. ઈડીએ 4 ઓક્ટોબર, 2023ના રોજ સંજય સિંહની તેમના સત્તાવાર નિવાસસ્થાને પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. 9 માર્ચ, 2023ના રોજ પૂછપરછ બાદ ઈડી દ્વારા મનીષ સિસોદિયાની તિહાર જેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તે પહેલા 26 ફેબ્રુઆરી 2023ના રોજ સીબીઆઈએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. રાઉઝ એવન્યુ કોર્ટે સંજય સિંહની જામીન અરજી પહેલા જ ફગાવી દીધી છે, ત્યારબાદ સંજય સિંહે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે.
EDની અરજી પર કોર્ટે સીએમ કેજરીવાલને 17 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો