ETV Bharat / bharat

Delhi Excise Policy Scam: CM કેજરીવાલને કોઈ રાહત નહીં, આવતીકાલે કોર્ટમાં થવું પડશે હાજર , જાણો શું છે મામલો ? - Delhi Cm Arvind kejariwal

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટની સેશન્સ કોર્ટમાંથી રાહત મળી નથી. વિશેષ ન્યાયાધીશ રાકેશ સ્યાલે કેજરીવાલને આવતીકાલે એટલે કે 16 માર્ચે એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.

Delhi Excise Policy Scam
Delhi Excise Policy Scam
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 15, 2024, 9:33 PM IST

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને કોર્ટ તરફથી ફરી એકવાર તેડુ મોકલાયું છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટની સેશન્સ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદોના આધારે કેજરીવાલને જારી કરાયેલા સમન્સ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. એટલે કે હવે તેમને કોર્ટમાં હાજર થવું પડશે. મુખ્યમંત્રીએ નીચલી અદાલત દ્વારા પાઠવેલા સમન્સને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો.

કોર્ટમાં હાજરમાં થાય કેજરીવાલ: કોર્ટે કેજરીવાલને હાજર થવા માટે 16 માર્ચનો સમય આપ્યો છે. આ સંદર્ભે કેજરીવાલે કોર્ટ પાસે માંગ કરી હતી કે તેમને કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર થવા માટે કહેવામાં ન આવે. તેમની અરજી પર દિલ્હીની સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ હતી. વિશેષ ન્યાયાધીશ રાકેશ સ્યાલે શુક્રવારે સાંજે ચુકાદો સંભળાવ્યો હતો.

કેજરીવાલના વકીલની દલીલ: સુનાવણી દરમિયાન કેજરીવાલ તરફથી હાજર રહેલા વકીલ રમેશ ગુપ્તાએ કહ્યું કે કેજરીવાલ સામે કેસ દાખલ કરતા પહેલા ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 197 હેઠળ પરવાનગી લેવી પડશે. કોઈપણ સરકારી કર્મચારી સામે કેસ દાખલ કરતા પહેલા પરવાનગી લેવી પડે છે. તેમણે કહ્યું કે એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે બીજું સમન્સ જારી કરતા પહેલા અને પ્રથમ સમન્સ જારી કરતી વખતે કેજરીવાલના જવાબને ધ્યાનમાં લીધા ન હતા.

સુનાવણી પહેલા દાખલ કરવામાં આવી અરજીઃ ED માટે હાજર રહેલા ASG SV રાજુએ કહ્યું કે સુનાવણી પહેલા જ અરજી દાખલ કરવામાં આવી છે. આ ઈરાદાપૂર્વક કરવામાં આવ્યું છે. વારંવાર સમન્સ ઇશ્યુ કરવા છતાં તેઓ હાજર થતા નથી. રાજુએ કહ્યું કે 16 માર્ચે હાજર થવાનો ઓર્ડર ઘણા સમય પહેલાનો હતો. ત્યારે ગુપ્તાએ કહ્યું કે અમને માત્ર વ્યક્તિગત હાજરીમાંથી છૂટ જોઈએ છે. તેમણે કહ્યું કે આ એક સમન્સિંગ ટ્રાયલ છે અને આ કેસમાં મહત્તમ સજા એક મહિનાની કેદ અથવા દંડ અથવા બંને છે.

કોર્ટમાં કેજરીવાલની હાજરીમાંથી મુક્તિની માંગ: ગુપ્તાએ કહ્યું કે અરજી એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ તપાસ અધિકારી દ્વારા દાખલ કરવામાં આવી છે, ઇડી દ્વારા નહીં. તપાસ અધિકારીએ પોતાની અંગત ક્ષમતામાં અરજી દાખલ કરી છે. અમે માત્ર કેજરીવાલની કોર્ટમાં હાજરીમાંથી મુક્તિની માંગ કરી રહ્યા છીએ. તેઓ માત્ર કેજરીવાલને કોર્ટમાં બોલાવીને પ્રસિદ્ધિ મેળવવા માંગે છે. તેના પર રાજુએ કહ્યું કે અમારે પબ્લિસિટી જોઈતી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.