ETV Bharat / bharat

દેહરાદૂનમાં મેગા ડિમોલેશન : 504 ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરશે, કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું - Dehradun Demolition - DEHRADUN DEMOLITION

દેહરાદૂન મ્યુનિસિપલ કોર્પોરેશને ગેરકાયદે વસાહતો પર બુલડોઝર ચલાવવાનું શરૂ કરી દીધું છે. નોટિસ આપ્યા બાદ આજે 27 મે, સોમવારના રોજ આશરે 27 જેટલા અતિક્રમણ તોડી પાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જોકે, વહીવટી તંત્ર અન્ય 500થી વધુ ગેરકાયદે બાંધકામ તોડી પાડશે.

દેહરાદૂનમાં મેગા ડિમોલેશન
દેહરાદૂનમાં મેગા ડિમોલેશન (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 27, 2024, 6:52 PM IST

દેહરાદૂન : રાજધાની દેહરાદૂનમાં આજે 27 મે, સોમવારથી ગેરકાયદે વસાહતો પર અતિક્રમણ કરીને બાંધવામાં આવેલા ગેરકાયદે વસાહતો પર બુલડોઝર ચલાવવાનું શરૂ થઈ ગયું છે. દેહરાદૂન મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે 27 ગેરકાયદે વસાહતોમાં 500 થી વધુ મકાનોને તોડી પાડવા માટે ડિમોલિશન કાર્યવાહી શરૂ કરી છે.

દહેરાદૂનમાં ડિમોલિશન : દહેરાદૂનમાં ગઈકાલે જ દેહરાદૂન મ્યુનિસિપલ કોર્પોરેશન, SDDA અને મસૂરી મ્યુનિસિપલ કોર્પોરેશને 504 નોટિસ જારી કરી હતી. ત્યારબાદ આજે ગેરકાયદે મકાન તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ 504 નોટિસમાંથી મસૂરી દહેરાદૂન ડેવલપમેન્ટ ઓથોરિટીએ 403 નોટિસ મોકલી, દેહરાદૂન મ્યુનિસિપલ કોર્પોરેશને 89 નોટિસ મોકલી અને મસૂરી મ્યુનિસિપલ કોર્પોરેશને 14 નોટિસ મોકલી હતી.

504 પ્રોપર્ટીને નોટિસ : આ મામલે વધુ માહિતી આપતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગોપાલરામ બેનવાલે જણાવ્યું કે, દેહરાદૂન મ્યુનિસિપલ કોર્પોરેશને લગભગ 525 ગેરકાયદેસર અતિક્રમણની ઓળખ કરી છે. તેમાં મહાનગરપાલિકાએ 89 લોકોને નોટિસ ફટકારી હતી. જેમાંથી માત્ર 15 લોકોએ વર્ષ 2016 પહેલાના તેમના રહેઠાણના પુરાવા આપ્યા છે. જ્યારે 74 લોકો કોઈ પુરાવા દર્શાવી શક્યા નથી. તે તમામ 74 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

27 બાંધકામ પર બુલડોઝર ફરશે : નોટિસ મળ્યા બાદ મોટાભાગના લોકોએ જાતે જ પોતાના અતિક્રમણ હટાવી લીધા હતા. પરંતુ જેમણે હટાવ્યા ન હતા તેઓને આજે ઝુંબેશ અંતર્ગત દૂર કરવામાં આવી રહ્યા છે. આજે 27 અતિક્રમણ તોડી પાડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. સાંજ સુધીમાં તમામ 27 અતિક્રમણ તોડી પાડવામાં આવશે. આ અભિયાન ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

તંત્રની કાર્યવાહી પર કોંગ્રેસનો વિરોધ : ગેરકાયદે વસાહતો પર વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલી આ કાર્યવાહી સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. ઉત્તરાખંડ સ્લમ ડેવલપમેન્ટ કાઉન્સિલના કેન્દ્રીય અધ્યક્ષ અને કોંગ્રેસના નેતા સૂર્યકાંત ધસમનાએ આ મામલે સરકારને ઘેરી છે.

ઝૂંપડપટ્ટીનું નિયમિતકરણ : સૂર્યકાંત ધસમણાએ કહ્યું કે, કોંગ્રેસ સરકારે વર્ષ 2016માં ઝૂંપડપટ્ટીનું નિયમિતકરણ કરવાની શરૂ કરી હતી. ત્યારથી ત્યાં રહેતા લોકોને માલિકી હક્ક આપવાનું શરૂ કર્યું હતું. પરંતુ 2017માં સરકાર બદલાઈ અને ભાજપે આ મામલાને રોકી દીધો. ત્યારથી આજદિન સુધી ભાજપ સરકારે ઝૂંપડપટ્ટીના નિયમિતકરણ અંગે કોઈ નક્કર પગલાં લીધા નથી.

ભાજપનો વળતો પ્રહાર : સામા પક્ષે શહેરી વિકાસ મંત્રી પ્રેમચંદ અગ્રવાલે વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો હતો. મંત્રી પ્રેમચંદ અગ્રવાલે કહ્યું કે, કોંગ્રેસ માત્ર સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે. સરકાર ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના હિતોનું રક્ષણ કરતો વટહુકમ લાવી હતી. હવે વટહુકમ સમાપ્ત થાય તે પહેલા સરકાર આ અંગે કોઈ નક્કર રણનીતિ બનાવશે.

ઝૂંપડપટ્ટીના મુદ્દે ક્યારે અને શું થયું ? ઝૂંપડપટ્ટીના મામલે NGT ના કડક વલણ અને અતિક્રમણ દૂર કરવાના હાઈકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને વર્ષ 2012 માં તત્કાલીન કોંગ્રેસ સરકારે ઝૂંપડપટ્ટીના નિયમિતકરણની પ્રક્રિયા શરૂ કરી હતી. ત્યારે કેટલાક લોકોને માલિકી હક્ક પણ મળી ગયા હતા. પરંતુ 2017માં ભાજપ સત્તામાં આવી અને 21 ઓક્ટોબર 2018ના રોજ વટહુકમ લાવીને ઝૂંપડપટ્ટીઓ તોડવાની પ્રક્રિયા અટકાવી દીધી, જેનો સમયગાળો 3 વર્ષનો હતો.

આ વટહુકમનો સમયગાળો 21, ઓક્ટોબર 2021 ના રોજ પૂર્ણ થવા જઈ રહ્યો હતો. પરંતુ રાજ્યમાં મુખ્યમંત્રી બદલાઈ ગયા અને ફરી એકવાર આ વટહુકમને આગામી 3 વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો, જેની અવધિ હવે 21 ઓક્ટોબર 2024 ના રોજ પૂરી થઈ રહી છે. એક તરફ વટહુકમની મુદત પૂરી થઈ ગઈ છે અને બીજી તરફ 2016 પછી બનેલી ઝૂંપડપટ્ટીઓ અંગે ફરી કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં વર્ષ 2016 બાદ 525 જેટલા ગેરકાયદેસર બાંધકામની ઓળખ કરવામાં આવી છે. જેમાંથી 503 બાંધકામોને ડિમોલિશનની નોટિસ મોકલવામાં આવી છે, જેના પર આજથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

  1. Junagadh: જૂનાગઢમાં પોલીસ અને કોર્પોરેશન દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ડિમોલિશનની કામગીરી
  2. Morbi Demolition : મોરબીમાં 200 જેટલાં મકાનો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર, જાણો કેમ ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.