નવી દિલ્હી: પીએમ મોદી આજે બ્રુનેઈ અને સિંગાપોરની ત્રણ દિવસની મુલાકાતે છે. તેઓ 3-4 સપ્ટેમ્બરે બ્રુનેઈ અને 5 સપ્ટેમ્બરે સિંગાપોરમાં રહેશે. વિદેશ યાત્રાએ જતા પહેલાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, બ્રુનેઈ અને સિંગાપોર બંને ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને ઈન્ડો-પેસિફિક વિઝનમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બંને દેશોની તેમની મુલાકાત નવી દિલ્હીની બંને દેશો અને આસિયાન ક્ષેત્ર સાથેની ભાગીદારીને વધુ મજબૂત કરશે
#WATCH | Delhi: Prime Minister Narendra Modi embarks on a three-day official visit to Brunei Darussalam and Singapore.
— ANI (@ANI) September 3, 2024
At the invitation of Sultan Haji Hassanal Bolkiah, PM Modi is visiting Brunei Darussalam. PM Modi's Brunei visit will be the first-ever bilateral visit by an… pic.twitter.com/gH3inAfiOa
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું, 'હું આગામી બે દિવસમાં બ્રુનેઈ દારુસસલામ અને સિંગાપોરની મુલાકાત લઈશ. આ દેશોમાં વિવિધ કાર્યક્રમો દરમિયાન તેમની સાથે ભારતના સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આગામી બે દિવસમાં બ્રુનેઈ દારુસલામ અને સિંગાપોરની મુલાકાત લેવાશે. ભારત-બ્રુનેઈ દારુસલામના રાજદ્વારી સંબંધોના 40 વર્ષ પૂરા થયા છે. હું આ તક માટે ખૂબ જ ઉત્સાહિત છું.
નોંધનીય છે કે ભારતીય વડાપ્રધાનની બ્રુનેઈની આ પ્રથમ મુલાકાત હશે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો તેમના રાજદ્વારી સંબંધોની 40મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. તેઓ સુલતાન હાજી હસનલ બોલ્કિયા અને શાહી પરિવારના અન્ય આદરણીય સભ્યો સાથે મુલાકાત કરશે.
પીએમ મોદીએ વડાપ્રધાન કાર્યાલય દ્વારા સાર્વજનિક કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, 'આજે હું બ્રુનેઈ દારુસ્સલામની મુલાકાત લેવા જઈ રહ્યો છું. આપણા રાજદ્વારી સંબંધોના 40 વર્ષની ઉજવણી કરતી વખતે, હું આપણા ઐતિહાસિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે મહામહિમ સુલતાન હાજી હસનલ બોલ્કિયા અને શાહી પરિવારના અન્ય આદરણીય સભ્યો સાથેની મારી બેઠકોની રાહ જોઈ રહ્યો છું.'
બ્રુનેઈની મુલાકાત બાદ તેઓ સિંગાપુર જશે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ થર્મન શનમુગરત્નમ, વડાપ્રધાન લોરેન્સ વોંગ અને અન્ય મહાનુભાવોને મળશે. તેમણે એ વાતની પણ પુષ્ટિ કરી કે ચર્ચાઓ ભારત-સિંગાપોર વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. વડાપ્રધાન મોદીએ કહ્યું, 'હું 4 સપ્ટેમ્બરે બ્રુનેઈથી સિંગાપુર જઈશ. હું રાષ્ટ્રપતિ થર્મન શનમુગરત્નમ, વડા પ્રધાન લોરેન્સ વોંગ, વરિષ્ઠ પ્રધાન લી સિએન લૂંગ અને એમેરિટસ વરિષ્ઠ પ્રધાન ગોહ ચોક ટોંગને મળવાની તકની રાહ જોઈ રહ્યો છું.
હું સિંગાપોરના વાઇબ્રન્ટ બિઝનેસ સમુદાયના નેતાઓને પણ મળીશ. તેમણે કહ્યું, 'હું સિંગાપોર સાથેની અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે અમારી ચર્ચાની રાહ જોઉં છું, ખાસ કરીને અદ્યતન ઉત્પાદન, ડિજિટલાઇઝેશન અને ટકાઉ વિકાસના નવા અને ઉભરતા ક્ષેત્રોમાં.'