નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુરુવારે પુણેમાં ભગવાન ગણેશની મૂર્તિના વિસર્જન દરમિયાન 'ઢોલ-તાશા' જૂથોમાં લોકોની સંખ્યા 30 સુધી મર્યાદિત કરવાના નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના નિર્દેશ પર સ્ટે આપ્યો હતો. મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં 'ઢોલ-તાશા' જૂથો પરંપરાગત તહેવારોનો અભિન્ન ભાગ છે.
ચીફ જસ્ટીસ હસી ગયાઃ અગાઉ, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેચમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રા શામેલ હતા. તેમણે ભગવાન ગણેશની પ્રતિમા વિસર્જનમાં શામેલ 'ઢોલ-તાશા' ગ્રુપમાં જોડાતા લોકોની સંખ્યા 30 સુધી લીમીટેડ કરવાના NGTના નિર્દેશ સામેની અરજી પર સુનાવણી કરવા સહમતિ દર્શાવી છે.
CJIની અધ્યક્ષતાવાળી ખંડપીઠે લંચ બ્રેક પછી કેસની સુનાવણી કરી હતી. CJI એ સ્મિત કર્યું અને કહ્યું, "તેમને તેમના ઢોલ વગાડવા દો..."
લોકોની સંખ્યાને મર્યાદિત કેવી રીતે કરવી? આ બાબતે સંક્ષિપ્ત સુનાવણી દરમિયાન, અરજદારનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ અમિત પાઈએ દલીલ કરી હતી કે NGTના નિર્દેશની ગણપતિ ઉત્સવ દરમિયાન ઢોલ-તાશા વગાડતા મંડળો પર ગંભીર અસર પડશે. વકીલે પૂછ્યું કે લોકોની સંખ્યા કેવી રીતે મર્યાદિત કરવી? દલીલો સાંભળ્યા પછી, સુપ્રીમ કોર્ટે અરજી પર નોટિસ જારી કરી અને 30 ઓગસ્ટે આપેલા આદેશમાં NGTના નિર્દેશ પર રોક લગાવી દીધી.
વકીલે દલીલ કરી હતી કે 'ઢોલ-તાશા' જૂથમાં માત્ર 30 લોકો જ હોઈ શકે તેવા નિર્દેશો પસાર કરવામાં આવ્યા હતા અને બપોરના પહેલાના સત્રમાં તેમણે કોર્ટને આ મામલે તાકીદે સુનાવણી કરવા વિનંતી કરી હતી. એ પણ ભારપૂર્વક જણાવ્યું કે 'ગણપતિ વિસર્જન' આવવાનું છે. ખંડપીઠે લંચ બ્રેક બાદ કેસની સુનાવણી કરવા સંમતિ દર્શાવી હતી.
ધ્વનિ પ્રદૂષ્ણના નિયંત્રણનો હતો હેતુઃ NGTએ ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ગણપતિ વિસર્જન માટે સંગીત સમૂહોમાં લોકોની સંખ્યા 30 સુધી મર્યાદિત કરી હતી. 'ગણેશ ચતુર્થી'નો તહેવાર 7 સપ્ટેમ્બરથી શરૂ થયો હતો અને 10 થી 11 દિવસ સુધી ઉજવવામાં આવે છે.