ETV Bharat / bharat

કોણ છે કંગના રનૌતને થપ્પડ મારનાર CISF મહિલા સૈનિક કુલવિંદર કૌર ? જાણો - Cisf Constable Kulwinder Kaur

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 7, 2024, 10:31 AM IST

તાજેતરમાં કંગના રનૌત વિશે સમાચાર સામે આવ્યા છે. એરપોર્ટ પર એક CISFની મહિલા જવાને કંગનાને થપ્પડ માર્યો હતો અને તેના સાથે દુર્વ્યવહાર કર્યો હતો. કહેવાય છે કે મહિલાને કંગના પ્રત્યે ઘણો ગુસ્સો હતો તેથી તેણે આ પગલાં લીધા હતા. તો શું છે સંપૂર્ણ મામલો, કોણ છે આ મહિલા અને કંગનાએ આ વિશે શું કહ્યું જાણવા માટે વાંચો આ અહેવાલ. Cisf Constable Kulwinder Kaur

મહિલાને કંગના પ્રત્યે ઘણો ગુસ્સો હતો તેથી તેણે આ પગલાં લીધા હતા
મહિલાને કંગના પ્રત્યે ઘણો ગુસ્સો હતો તેથી તેણે આ પગલાં લીધા હતા (Etv Bharat)

હૈદરાબાદ: ચંદીગઢ એરપોર્ટ પર બોલિવૂડ ક્વીન કંગના રનૌત સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે, સુરક્ષા તપાસ બાદ કંગના ગુરુવારે ચંદીગઢ એરપોર્ટ પર પહોંચી ત્યારે CISFની એક મહિલા જવાને તેને થપ્પડ મારી હતી અને તેની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો. આ ઘટના બાદ સમગ્ર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

એરપોર્ટ પર માર્યો કંગનાને થપ્પડ: કંગના પર હાથ ઉપાડનાર મહિલા સૈનિકની તાત્કાલિક અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી. તે પછી, કાર્યવાહી કરીને CISF મહિલા સૈનિકને પણ સસ્પેન્ડ કરવામાં આવી હતી, અને તેની સામે આ ગુના બદલ FIR નોંધવામાં આવી હતી. તો ચાલો જાણીએ કે કોણ હતી એ યુવતી જેણે હાલમાં હિમાચલ પ્રદેશના મંડી વિસ્તારથી લોકસભા ચૂંટણીમાં વિજય મેળવનાર કંગના રનૌતને થપ્પડ મારી હતી.

કંગના રનૌતને થપ્પડ મારનાર CISF મહિલા સૈનિક કુલવિંદર કૌર કોણ છે (Etv Bharat)

CISF મહિલાના ભાઈ ખેડૂત નેતા છે: મળતી માહિતી પ્રમાણે જાણવા મળે છે કે, કંગનાને થપ્પડ મારનાર 35 વર્ષની મહિલા સૈનિકનું નામ કુલવિંદર કૌર છે અને તે લગભગ 15 વર્ષથી CISFમાં ફરજ બજાવી રહી છે. અહી જાણવા જેવી બાબત એ છે કે, મહિલા સૈનિકના પતિ પણ CISFમાં છે. એવું પણ બહાર આવ્યું છે કે કુલવિંદર કૌર પંજાબના કપૂરથલાની રહેવાસી છે. જ્યારે, તેનો ભાઈ ખેડૂત નેતા છે. હાલમાં કુલવિંદર કૌર ચંદીગઢ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષામાં તહેનાત છે.

આગળ કાર્યવાહી કરવામાં આવશે: આરોપી જવાન સસ્પેન્ડઃ આ ઘટના બાદ કાર્યવાહી કરીને CISF જવાન કુલવિંદર કૌરને સસ્પેન્ડ કરવામાં આવી છે અને FIR પણ નોંધવામાં આવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ખેડૂતોના આંદોલનને લઈને કંગના રનૌતથી ખૂબ નારાજ તેવું દર્શાવામાં આવી રહ્યું છે.

કંગનાનું નિવેદન: આ સમગ્ર મામલે કંગનાએ નિવેદન આપતા કહ્યું કે, હું સંપૂર્ણપણે સુરક્ષિત છું. કંગનાએ આગળ જણાવતા કહ્યું કે, હું સુરક્ષા તપાસમાંથી આગળ વધી રહી હતી ત્યારે એક મહિલા સૈનિક મારી સામે આવી અને આ ઘટનાને અંજામ આપ્યો. મેં તેને પૂછ્યું કે તેણે આવું કેમ કર્યું અને તેણે કહ્યું કે હું ખેડૂતોના આંદોલનને સમર્થન આપું છું અને તારાથી નારાજ છું.

  1. CISF જવાને મને ગાળો દિધી, થપ્પડ મારી, કંગનાએ જણાવી આપબીતી, કોન્સ્ટેબલ સસ્પેન્ડ - KANGANA RANAUT SLAPPED
  2. કંગના રનૌત 13 વર્ષ પછી સંસદમાં તેના 'હીરો'ને મળશે, બંનેએ એકસાથે લોકસભા ચૂંટણી જીતી છે - Kangana Ranaut

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.