પિથોરાગઢ: મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના હેલિકોપ્ટરનું ઉત્તરાખંડમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે, પાયલટે ઈમરજન્સીમાં હેલિકોપ્ટરને મેદાનમાં ઉતાર્યું હતું. તમને જણાવી દઈએ કે, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર સહિત હેલિકોપ્ટરમાં હાજર તમામ લોકો સુરક્ષિત હોવાની માહિતી મળી છે. આ સમાચારની પુષ્ટિ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર ભૂપેન્દ્ર મેહર અને SP રેખા યાદવે કરી છે.
અધિકારીઓ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની સાથે ઉત્તરાખંડના નાયબ મુખ્ય ચૂંટણી અધિકારી વિજય કુમાર જોગડ્ડે પણ હેલિકોપ્ટરમાં હતા.
SP રેખા યાદવે જણાવ્યું હતું કે, 'પોલીસને તેમના આગમનની માહિતી હતી, તેથી ટીમ પહેલાથી જ ત્યાં હાજર હતી. આ દરમિયાન પિથોરાગઢ જિલ્લાના મુનસિયારીમાં હવામાન અચાનક ખરાબ થઈ ગયું હતું. પરિણામે પાયલટે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.'
આ દરમિયાન જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી ભૂપેન્દ્ર મહારે જણાવ્યું હતું કે, 'પાયલટે પોતાની બુદ્ધિમત્તાથી હેલિકોપ્ટરને સફળતાપૂર્વક મેદાનમાં ઉતાર્યું હતું. જોકે પોલીસ અને પ્રશાસનને આ સમાચાર મળતા જ તેમનામાં પણ ગભરાટ ફેલાયો હતો. જ્યારે જિલ્લા પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે.'
ખેતરમાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ: આ સાથે અન્ય માહિતી સામે આવી છે કે, કેન્દ્રીય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને રાજ્યના નાયબ મુખ્ય ચૂંટણી અધિકારી વિજય કુમાર જોગડે હેલિકોપ્ટર દ્વારા ટ્રેકિંગ માટે મુનશિયારીના મિલમ જવા રવાના થયા હતા, પરંતુ રસ્તામાં હવામાન ખરાબ થઈ જતાં પાયલોટને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. માહિતી પ્રમાણે જણાવવામાં આવી રહ્યું છે કે, ખરાબ હવામાનને કારણે પાયલટ માટે હેલિકોપ્ટરને આગળ લઈ જવું મુશ્કેલ હતું, જેના કારણે પાયલટે ખેતરમાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
આ પણ વાંચો: