ETV Bharat / bharat

મહુઆ મોઇત્રા સંબંધિત અનેક સ્થળો પર CBI દરોડા, કેશ ફોર ક્વેરી કેસમાં કાર્યવાહી - CBI raids Mahua Moitra - CBI RAIDS MAHUA MOITRA

તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઈત્રા સાથે સંબંધિત ઘણી જગ્યાઓ પર CBI એ દરોડા પાડ્યા છે. તેની સામે કેસ પણ નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ કાર્યવાહી કેશ ફોર ક્વેરી કેસ સાથે સંબંધિત છે. જાણો શું છે સમગ્ર મામલો...

મહુઆ મોઇત્રા સંબંધિત અનેક સ્થળો પર CBI દરોડા

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 23, 2024, 12:25 PM IST

કોલકાતા : તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રા સાથે સંબંધિત અનેક સ્થળો પર CBI ના દરોડા પડ્યા છે. માહિતી અનુસાર આ કાર્યવાહી કેશ ફોર ક્વેરી કેસ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. તપાસ એજન્સી સીબીઆઈએ કોલકાતા સહિત અનેક સ્થળોએ આ દરોડા પાડ્યા છે. આના એક દિવસ પહેલા સીબીઆઈએ નિયમિત કેસ પણ નોંધ્યો હતો. સીબીઆઈની એક ટીમ દક્ષિણ કોલકાતાના અલીપુરમાં સ્થિત મહુઆ મોઈત્રાના પિતાના ઘરે પણ પહોંચી છે.

લોકપાલનો આદેશ : તમને જણાવી દઈએ કે, લોકપાલે તપાસ એજન્સી સીબીઆઈને કેશ ફોર ક્વેરી કેસમાં તૃણમૂલ નેતા વિરુદ્ધ કેસ નોંધવા કહ્યું હતું. પોતાના આદેશમાં લોકપાલે કહ્યું કે, મહુઆ મોઇત્રા વિરુદ્ધ ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવે અને તપાસ શરૂ કરવામાં આવે. સીબીઆઈને 6 મહિનામાં તપાસ રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે.

શું છે કેશ ફોર ક્વેરી કેસ ? TMC નેતા મહુઆ મોઇત્રા પર લોકસભામાં પૈસા લઈ સવાલ પૂછવાનો આરોપ હતો. આ વાતનો ખુલાસો ભાજપના નેતા નિશિકાંત દુબેએ કર્યો હતો. ત્યારબાદ હોબાળો મચી ગયો હતો. નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો હતો કે મહુઆ મોઇત્રાએ બિઝનેસમેન હિરાનંદાની પાસેથી પૈસા લીધા બાદ પ્રશ્નો પૂછ્યા હતા. TMC સાંસદના પૂર્વ મિત્ર અનંત દેહાદ્રઈની ફરિયાદના આધારે ભાજપ નેતાએ આ આરોપ લગાવ્યા છે.

તપાસ માટે કમિટીની રચના : ભાજપ નેતાની ફરિયાદ પર લોકસભા સ્પીકર ઓમ બિરલાએ એક કમિટીની રચના કરી હતી. તે જ સમયે સમિતિએ સાંસદ મહુઆ મોઇત્રા અને નિશિકાંત દુબે સહિત ઘણા લોકોના નિવેદનો નોંધ્યા હતા. તમને જણાવી દઈએ કે આ સમિતિએ વિનોદ કુમાર સોનકરની અધ્યક્ષતામાં રિપોર્ટ તૈયાર કર્યો હતો. ત્યારબાદ ગયા વર્ષે ડિસેમ્બરમાં તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું.

  1. સરકારી બંગલો ખાલી કરવાના આદેશને મહુઆ મોઇત્રાએ દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો
  2. લોકસભામાંથી સભ્યપદ રદ્દ કરાતાં મહુઆએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.