ETV Bharat / bharat

Bypolls Results: કર્ણાટક પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય, અહીં 48 વિધાનસભા બેઠકોના પરિણામો જુઓ - ASSEMBLY ELECTION RESULTS

આસામ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ સહિત 14 રાજ્યોની 48 વિધાનસભા બેઠકો અને 2 લોકસભા બેઠકો માટે પેટાચૂંટણીના પરિણામો આવી રહ્યા છે.

48 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીના પરિણામો
48 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીના પરિણામો ((IANS / @INC))
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 23, 2024, 3:41 PM IST

હૈદરાબાદ: આસામ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તરાખંડ સહિત 14 રાજ્યોમાં 48 વિધાનસભા બેઠકો અને 2 લોકસભા બેઠકો માટેની પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. કેરળની વાયનાડ લોકસભા સીટ પર યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધીએ જંગી મતોના અંતરથી જીત મેળવી હતી.

મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠક પરથી BJPના ડૉ. સંતોકરાવ મારોતરાવ હંબરડે 2,81,376 મતો મેળવીને આગળ ચાલી રહ્યા છે, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર ચવ્હાણ રવિન્દ્ર વસંતરાવ 2,73,084 મતો સાથે બીજા ક્રમે છે.

વિધાનસભા પેટાચૂંટણીની વાત કરીએ તો કર્ણાટકમાં સત્તારૂઢ કોંગ્રેસે ચન્નાપટના, શિગગાંવ અને સંદુરની ત્રણેય વિધાનસભા બેઠકો પર જીત મેળવી લીધી છે.

પંજાબમાં 4 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીની ગણતરીના વલણોમાં, આમ આદમી પાર્ટી ચબ્બેવાલ, ગિદ્દડબાહા અને ડેરા બાબા નાનક બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ પંજાબના બરનાલા ક્ષેત્રમાં આગળ છે.

તૃણમૂલે બંગાળમાં 3 બેઠક જીતી, 3 પર આગળ

શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારોએ 3 વિધાનસભા બેઠકો સીતાઈ, મદારીહાટ અને નૈહાટી પર જીત મેળવી છે અને બાકીની 3 બેઠકો હરોઆ, મેદિનીપુર અને તલડાંગરા પર આગળ ચાલી રહ્યા છે. આ મહિનાની શરૂઆતમાં પશ્ચિમ બંગાળમાં 6 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી.

ઉત્તરાખંડની કેદારનાથ બેઠકનું પરિણામ

ઉત્તરાખંડની કેદારનાથ વિધાનસભા સીટ પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપની આશા નૌટિયાલે જીત મેળવી છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર મનોજ રાવતને 5,622 મતોથી હરાવ્યા હતા. વિજેતા ઉમેદવાર આશા નૌટિયાલને કુલ 23,814 મત મળ્યા, જ્યારે 18,192 મતો સાથે મનોજ રાવત બીજા ક્રમે રહ્યા.

કર્ણાટકની સંદુર બેઠકના પરિણામો

સંદુર પેટાચૂંટણીમાં કોંગ્રેસે કાંટાની ટક્કરમાં બેઠક જાળવી રાખી હતી. કોંગ્રેસના વિજેતા ઉમેદવાર ઇ. અન્નપૂર્ણાને 93,606 મત મળ્યા હતા. તેમણે તેમના નજીકના હરીફ ભાજપના બંગારુ હનુમંતને 9645 મતોના માર્જિનથી હરાવ્યા. હનુમંત 83,961 મત મેળવીને બીજા ક્રમે રહ્યા હતા.

કેરળ પેટાચૂંટણી: ચેલાકારામાં એલડીએફના યુઆર પ્રદીપની જીત

કેરળમાં સત્તારૂઢ એલડીએફએ સતત સાતમી વખત તેના ગઢ ચેલાકારા વિધાનસભા મતવિસ્તાર જાળવી રાખ્યો છે. આ વખતે પણ ચેલાકારાની જીતની UDFની આશા પર પાણી ફેરવાઇ ગયું હતું. આ બેઠક છેલ્લા 28 વર્ષથી એલડીએફના કબ્જામાં છે. CPI(M) ના પ્રદીપ 12,122 મતોથી જીત્યા. યુઆર પ્રદીપને 64,259 મત મળ્યા, જ્યારે UDFના રામ્યા હરિદાસ 52,137 મતો સાથે બીજા ક્રમે રહ્યા. ભાજપના ઉમેદવાર કે. બાલાકૃષ્ણન 33,354 મતો સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા.

આ પણ વાંચો:

  1. કેરળ: વાયનાડમાં પ્રિયંકા ગાંધીની પ્રચંડ જીત, 4 લાખથી વધુ મતથી જીત્યા, રાહુલનો તોડ્યો રેકોર્ડ
  2. UP Bypolls Result: આ સીટ પર થયો ખેલ! 60 ટકા મુસ્લિમ મતદારવાળી સીટ પર BJP આગળ, 11 મુસ્લિમ ઉમેદવાર પાછળ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.