નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર રજૂ થાય તેના એક દિવસ અગાઉ મંગળવારે કેન્દ્ર સરકારે સર્વ દળીય બેઠક બોલાવી. આ બેઠકમાં સરકાર તરફથી દરેક પક્ષને બજેટ સત્ર સુચારુ રીતે ચાલવા દેવા અપીલ કરવામાં આવી. સરકાર તરફથી કેન્દ્રીય સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ આ સર્વ દળીય બેઠક મંગળવારે બોલાવી હતી. આ બેઠકમાં બજેટ સત્રના એજન્ડાને લઈને ચર્ચા કરવામાં આવશે. સંસદ ભવનના પાર્લિયામેન્ટ્રી લાયબ્રેરી બિલ્ડિંગમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
બજેટ સત્ર અગાઉની આ સર્વ દળીય બેઠકમાં સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાના દરેક રાજકીય પક્ષોના ફ્લોર લીડર્સને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સરકાર તરફથી કેન્દ્રીય સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ આ સર્વ દળીય બેઠક મંગળવારે બોલાવી હતી. સંસદનું બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી શરુ થવાનું છે. જે 9 ફેબ્રુઆરી સુધી ચાલવાની સંભાવના છે. વડા પ્રધાન મોદીની સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ અને બજેટ સત્ર છે. બજેટ સત્રની શરુઆત રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના અભિભાષણથી થશે. રાષ્ટ્રપતિ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કરશે.
બજેટ સત્રના બીજા દિવસે એટલે કે 1લી ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે. આ બજેટ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ છે. એટલે કે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે. ત્યારબાદ મોદી સરકાર લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતરશે. તેથી આ બજેટમાં સરકાર મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને દેશના ગરીબો માટે કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓની જાહેરાત કરી શકે છે.