બિજનૌરઃ ઝાલુના ગંગોડા રોડ પર જંગલમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં આજે સવારે જોરદાર ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અડધો ડઝન જેટલા કામદારો ખરાબ રીતે દાઝી ગયા હતા. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.
બિજનૌર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ફટાકડાની ઘણી ફેક્ટરીઓમાં બ્લાસ્ટ થઈ ચક્યા છે, જોકે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા આ ફટાકડાની ફેક્ટરીઓને લાયસન્સ તો ચોક્કસપણે આપવામાં આવે છે પરંતુ સમય-સમય પર આ ફટાકડાના કારખાનાઓનું કોઈ ચેકિંગ કરવામાં આવતું નથી. જેના કારણે આવી કોઈને કોઈ દુર્ઘટનાઓ અવાર-નવાર બનતી રહે છે. હલ્દૌર પોલીસ સ્ટેશન વિસ્તારના ઝાલુ શહેરના ગંગોડા ગામના જંગલમાં એક બોમ્બ બનાવનારી ફેક્ટરી ધમધમી રહી હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ ફેક્ટ્રીમાં
રસુલાબાદના રહેવાસી ચિન્ટુ અને તેંગે સહિત કેટલાક કામદારો આ ફટાકડાના કારખાનામાં ફટાકડા પેકિંગનું કામ કરી રહ્યાં હતાં. આ દરમિયાન, ફટાકડામાં વધુ પડતી ગરમીના કારણે જોરદાર ધડાકા સાથે આગ લાગી હતી, જેમાં રસુલાબાદના રહેવાસી બે કામદારો સહિત કેટલાક લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા જ્યારે ગોપાલપુર ગામના રહેવાસી કુલવીરના નામના શ્રમિકનું મોત થયું હતું. પ્રચંડ ધડાકો સાંભળીને આજુબાજુના ગામોના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમતથી આગ પર કાબૂ મેળવ્યો હતો અને આ અંગે પોલીસને જાણ કરી હતી. ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટની માહિતી મળતાં, હલદૌર પોલીસ અને એસપી સિટીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
બીજી તરફ આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ પણ આવી પહોંચી હતી અને ઘટનાનો તાગ મેળવ્યો હતો. આ વિસ્ફોટ બાદ એસપી સિટી સંજીવ વાજપેયી ઘટનાસ્થળે પહોંચ્યા અને સ્થળનું નિરીક્ષણ કર્યું. જ્યારે, એસપી સિટીએ જણાવ્યું હતું કે સવારે સફાઈ કરતી વખતે અચાનક સ્પાર્કને કારણે બ્લાસ્ટ થયો હોઈ શકે છે. આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. જોકે, આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 5 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.