સુલ્તાનપુર: ગૃહમંત્રી અમિત શાહના માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા સાથે રાહુલ ગાંધી મંગળવારે અમેઠીથી રાયબરેલી જવાના હતા. પરંતુ, રસ્તામાં રાહુલ ગાંધી યાત્રા છોડીને સુલતાનપુરની MPMLA કોર્ટમાં હાજર થયા (Rahul Gandhi Gets Bail) હતા.
રાહુલ ગાંધીના જામીન મંજૂર: અમિત શાહના માનહાનિના કેસમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાહુલ ગાંધી અમેઠીથી બાય રોડ MPMLA કોર્ટ પહોંચ્યા હતા. રાહુલ ગાંધીના વકીલે MPMLA કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેને સ્વીકારીને કોર્ટે રાહુલ ગાંધીના જામીન મંજૂર કર્યા હતા.
જામીન માટે 25,000 રૂપિયાના બે જામીન બોન્ડ ભરવામાં આવ્યા હતા. જે બાદ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાહુલ ગાંધી ફરી અમેઠી જવા રવાના થયા હતા. રાહુલ ગાંધી ફરીથી અમેઠીમાં ભારત જોડો ન્યાય યાત્રામાં (Rahul Gandhi Gets Bail) જોડાશે.
રાહુલ ગાંધીએ વર્ષ 2018માં બેંગલુરુમાં એક પ્રેસ કોન્ફરન્સમાં બીજેપી નેતા અને ગૃહમંત્રી અમિત શાહ પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ અમિત શાહને 'કિલર' કહ્યા હતા. આના પર વિજય મિશ્રા નામના બીજેપી કાર્યકર્તાએ 4 ઓગસ્ટ 2018ના રોજ સુલતાનપુરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
જજ યોગેશ કુમાર યાદવે આ કેસમાં રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યા હતા. જો રાહુલ ગાંધી પર્યાપ્ત પુરાવા પછી દોષી સાબિત થયા હોત તો તેમને બે વર્ષની જેલની સજા થઈ શકી હોત. મામલો લગભગ 6 વર્ષ જૂનો છે.