ETV Bharat / bharat

Bharat Jodo Nyay Yatra : બંગાળ પોલીસે રાહુલ ગાંધીની જાહેરસભા કેન્સલ કરી, જાણો શું છે કારણ ? - પશ્ચિમ બંગાળ પોલીસ

પશ્ચિમ બંગાળ પોલીસે 28 જાન્યુઆરીના રોજ સિલીગુડીમાં યોજાનાર રાહુલની ન્યાય યાત્રાને મંજૂરી આપવાની ના પાડી હતી. ઉપરાંત અન્ય કાર્યક્રમોમાં પણ બદલાવ કરવો પડે તેમ છે. આ અંગે પ્રદેશ કોંગ્રેસે સત્તાપક્ષ પર આક્ષેપો કરતા વિરોધ કર્યો હતો. જાણો સંપૂર્ણ વિગત...

પોલીસે રાહુલ ગાંધીની જાહેરસભા કેન્સલ કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 26, 2024, 4:40 PM IST

કોલકાતા : બંગાળ પોલીસે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના સિલીગુડી શહેરમાં 28 જાન્યુઆરીના રોજ યોજાનાર રાહુલ ગાંધીની જાહેર સભાને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે. આ જાહેરસભા હાલમાં રાજ્યમાંથી પસાર થઈ રહેલી કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાનો એક ભાગ હતો. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને પાર્ટીના પાંચ વખતના લોકસભા સભ્ય અધીર રંજન ચૌધરીએ શુક્રવારે જણાવ્યું હતું કે, પોલીસે તે દિવસે સિલીગુડી શહેરમાં કેટલીક પરીક્ષાઓનું કારણ આપીને છેલ્લી ક્ષણે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો.

કોંગ્રેસનો સત્તાપક્ષ પર આરોપ : રંજન ચૌધરીએ વધુમાં કહ્યું કે, પ્રારંભિક કાર્યક્રમ પહેલા શહેરમાં એક રેલી હતી. ત્યારબાદ રાહુલ ગાંધી એક જાહેર સભા સંબોધવાના હતા. જોકે હવે પોલીસે હવે જાહેરસભા માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હોવાથી માત્ર રેલીનું આયોજન કરવામાં આવશે. કોંગ્રેસ નેતૃત્વએ આરોપ લગાવ્યો છે કે, ગુરુવારે કૂચ બિહાર જિલ્લાના તુફાનગંજ ઉપખંડ હેઠળના બોક્સિરહાટથી રાજ્યમાં પ્રવેશ્યા ત્યારથી પશ્ચિમ બંગાળમાં ન્યાય યાત્રા રેલી યોજવામાં વહીવટી અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે.

CM મમતાની જાહેર સાથે સંબંધ ? રાહુલ ગાંધીને આવકારવા માટે બનાવવામાં આવેલ મૂળ સ્ટેજ પોલીસે આપત્તિ દર્શાવ્યા બાદ તોડીને વૈકલ્પિક ખાનગી જગ્યાએ ઊભો કરવો પડ્યો હતો. પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે જિલ્લા પોલીસ અધિકારીઓના આગ્રહ બાદ જલપાઈગુડી શહેરમાં ન્યાય યાત્રાના કાર્યક્રમને પણ અમુક અંશે બદલવો પડશે. યોગાનુયોગ બુધવારે જ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી આ વર્ષની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ રાજ્યની તમામ 42 બેઠકો પર એકલા ચૂંટણી લડશે.

  1. TMC-Congress 'Breakup': મલ્લિકાર્જુન ખડગેએ ઈન્ડિયા અલાયન્સ બચાવવા મમતા બેનર્જીને ફોન કર્યો
  2. INDIA Alliance : શું નીતિશ ફરી ભાજપમાં જોડાશે ? ઇન્ડિયા ગઠબંધનમાંથી જેડીયુ પ્રમુખના નીકળી જવાનો કોંગ્રેસને ભય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.