મુંબઈ: બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ તેજ ગતિએ ચાલું છે. દરમિયાન કોર્ટના આદેશ પર એક આરોપીનો હાડકાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં આરોપી પુખ્ત હોવાનું બહાર આવ્યું હતું. અગાઉ આરોપીએ પોતાને સગીર ગણાવ્યો હતો. ત્યારબાદ કોર્ટના આદેશ પર બોન ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.
NCP નેતા અને રાજ્યના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની શનિવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકીની હત્યા કેસમાં મુંબઈ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. આ હત્યા કેસના આરોપી ધરમરાજ કશ્યપે દાવો કર્યો હતો કે, તે સગીર છે. પોલીસે આરોપીના દાવાને પડકાર્યો હતો. આ પછી કોર્ટે આ કેસમાં ઓસિફિકેશન ટેસ્ટ અથવા બોન ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો હતો. હવે આ ઓસિફિકેશન ટેસ્ટ બાદ સામે આવ્યું છે કે આરોપી ધર્મરાજ કશ્યપ પુખ્ત છે.
આ પહેલા આરોપીઓના વકીલોએ કોર્ટમાં દાવો કર્યો હતો કે, આ કેસનો આરોપી ધરમરાજ કશ્યપ સગીર છે. આરોપીઓના વકીલોએ દાવો કર્યો હતો કે, કશ્યપ માત્ર 17 વર્ષનો છે. આ અંગે રવિવારે કોર્ટમાં બંને પક્ષો તરફથી દલીલો કરવામાં આવી હતી.
કોર્ટે ત્રણેય આરોપીઓને 21મી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કર્યો છે. મુંબઈના વિશેષ પોલીસ કમિશનર દેવેન ભારતીએ આ માહિતી આપી હતી. આ કેસમાં બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી છે. બાબા સિદ્દીકીના ભારતના દુશ્મનો દાઉદ ઈબ્રાહિમ અને સલમાન ખાન સાથે ગાઢ સંબંધો હતા. બાબા સિદ્દીકી ભારતના દુશ્મન દાઉદ ઈબ્રાહિમની ખૂબ નજીક હતો. એટલા માટે બિશ્નોઈ ગેંગે તેની હત્યા કરી હતી. એવું સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: