ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોને સંતાનોના કામકાજોમાં વધુ સમય આપવો પડશે - Aajnu Rashifal

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 31, 2024, 6:11 AM IST

અમદાવાદ : આજે 31 જૂલાઈ, 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્રનું ભ્રમણ આજે વૃષભ રાશિમાં છે જે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આજના દિવસે આપને ખર્ચ કરવામાં સંયમ રાખવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે આજે વિશેષ ધનખર્ચનો યોગ છે. નાણાંકીય બાબતોમાં આજે સાવધ રહેવાની અને લેવડદેવડમાં ચેતીને ચાલવાની સલાહ છે. આજે કોઇ સાથે વાતચીતમાં વાદવિવાદ ઊભો ન થાય તેનું ધ્‍યાન રાખવું. મિત્રો કે પરિવારજનો સાથે મનદુ:ખના પ્રસંગો બનવાની શક્યતા જણાય છે. ખાવાપીવામાં સંયમ જાળવો. આરોગ્‍ય બગડવાની શક્યતા છે. ટૂંકમાં આજનો દિવસ મધ્‍યમ ફળદાયી નીવડશે.

વૃષભ: ચંદ્રનું ભ્રમણ આજે વૃષભ રાશિમાં છે જે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આપનો વર્તમાન દિવસ શુભ ફળદાયક છે. આપની રચનાત્‍મક અને કલાત્‍મક શક્ત‍િઓમાં વધારો થશે. આજે આપનામાં વૈચારિક સ્થિરતા રહે. પરિણામે આપ ચીવટપૂર્વક કામ કરી શકો. જવાબદારીઓ સારી રીતે નિભાવી શકશો. નાણાંકીય બાબતોનું આયોજન થાય. આજે આપ આભૂષણો, સૌંદર્ય પ્રસાધનો અને મનોરંજન પાછળ ખર્ચ કરો. પરિવારના સભ્‍યો સાથે આનંદથી સમય પસાર કરો. આપનો આત્‍મવિશ્વાસ વધશે.

મિથુન: ચંદ્રનું ભ્રમણ આજે વૃષભ રાશિમાં છે જે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આપનો આજનો દિવસ શારીરિક- માનસિક અસ્‍વસ્‍થતા અને આંશિક બેચેની ધરાવતો હશે. તંદુરસ્તી થોડી નરમ રહેશે જેમાં ખાસ કરીને આંખોમાં પીડા થવાની સંભાવના છે. પરિવારજનો કે સગાંસંબંધીઓ સાથે અણબનાવ થાય. આજે વર્તનમાં અવિચારીપણું ન રાખવાની સલાહ આપવામાં આવે છે. આપની વાતચીત કે વર્તનથી કોઇને ગેરસમજ ઉભી થાય. અકસ્‍માતથી સંભાળવું. આવક કરતાં ખર્ચ વધે માનસિક ચિંતાથી મનમાં વ્‍યગ્રતા રહે. ખોટા કાર્યોમાં શક્તિનો વ્‍યય થાય. કોઇની સાથે ઝગડો કે તકરાર ન થાય તે માટે વાણી સૌમ્ય રાખવી. આધ્યાત્‍િમકતા અને ઇશ્વરભક્તિ સહાયરૂપ બનશે.

કર્ક: ચંદ્રનું ભ્રમણ આજે વૃષભ રાશિમાં છે જે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. વર્તમાન દિવસ બહુવિઘ લાભો લઇને આવ્‍યો છે. આજે આપની આવકમાં વૃદ્ધિ થાય. અન્‍ય કોઇ રીતે પણ આર્થિક લાભ થાય. દોસ્‍તો સાથે મિલન- મુલાકાત થાય. સ્‍ત્રી- મિત્રોથી વિશેષ લાભ મળે. વેપારમાં ફાયદો થાય. પુત્ર અને પત્‍નીથી સુખ મળે. લગ્‍નના યોગ ઊભા થાય. ઉત્તમ લગ્‍નસુખ મળે. સંતાનો સાથે મુલાકાત થાય. તન અને મનનું આરોગ્‍ય સારું રહેશે. ચિંતાના ભારમાંથી મુક્તિ અનુભવશો. મિત્રો સાથે રમણીય સ્‍થળે પ્રવાસનું આયોજન થાય. ઉત્તમ ભોજન મળે.

સિંહ: ચંદ્રનું ભ્રમણ આજે વૃષભ રાશિમાં છે જે આપની રાશિથી દશમ ભાવમાં છે. આજે આપનામાં દૃઢ મનોબળ અને ભરપૂર આત્‍મવિશ્વાસ હોવાથી દરેક કાર્યો સફળતાપૂર્વક પાર પાડી શકશો. વ્‍યવસાય ક્ષેત્રે પણ આપની બુદ્ધિ- પ્રતિભાની કદર થાય અને પદોન્‍નતિના સંજોગો ઉભા થાય. ઉપરી અધિકારીઓ પણ આપની કામગીરીથી ખુશ હશે. આપના કાર્યક્ષેત્રે આપનું વર્ચસ્‍વ વધે. પિતા તરફથી અથવા તેમની સંપત્તિથી લાભ મળે. કલાકારો અને રમતવીરો પણ પોતાની પ્રતિભા દેખાડી શકે. સરકાર સાથેનો નાણાકીય વ્‍યવહાર સફળ રહે. જમીન મકાનના દસ્‍તાવેજો કરવા માટે સારો સમય છે.

કન્યા: ચંદ્રનું ભ્રમણ આજે વૃષભ રાશિમાં છે જે આપની રાશિથી નવમ ભાવમાં છે. આજનો દિવસ એકંદરે સારો જાય. ધાર્મિક કાર્યો અને પ્રવાસ ધાર્મિક પ્રવાસ થવાની શક્યતા છે. મિત્રો સગાંસંબંધીઓ સાથેની મુલાકાતથી આનંદ થાય. સ્‍ત્રી મિત્રોથી લાભ થાય. વિદેશ જવા ઇચ્‍છતા લોકોને અનુકૂળ સંજોગો ઉભા થાય. પરદેશથી સ્‍નેહીજનોના સમાચાર મળવાથી આનંદ થાય. આર્થિક લાભ અને ભાઇબહેનોથી લાભ થાય.

તુલા: ચંદ્રનું ભ્રમણ આજે વૃષભ રાશિમાં છે જે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આજે આપને વાણી પર સંયમ રાખવાની સલાહ છે. સરકાર ‍વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. ક્રોધથી દૂર રહેવું. અનૈતિક કામથી દૂર રહેવું. નવા સંબંધો ઉપાધિકારક બને. કોર્ટકચેરીના મામલામાં સંભાળવું. ઇશ્વર આરાધના અને આધ્યાત્મિકતાથી આપના મનને શાંતિ મળશે. નવા કાર્યની કે માંદગીમાં દવાની શરૂઆત ન કરવી. ખર્ચાઓથી વધુ થવાથી આર્થિક ખેંચ રહે.

વૃશ્ચિક: ચંદ્રનું ભ્રમણ આજે વૃષભ રાશિમાં છે જે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આજના દિવસે આપ રોજિંદા કાર્યોને ભૂલીને થોડાંક મોજમસ્‍તીમાં ખોવાઇ જશો. મિત્રો- પરિવારજનો સાથે બહાર ફરવા જવાનું, સુરૂચિપૂર્ણ ભોજન લેવાનું, નવા વસ્‍ત્રો પરિધાન કરવાનું બને. જેના કારણે આપ ખૂબ ખુશ હશો. મનોરંજન કે પર્યટન સ્‍થળની મુલાકાત લેવાનું બને. રમણીય સ્‍થળે પ્રવાસ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થાય. જાહેર માન - સન્‍માન મળે. વિજાતીય વ્‍યક્તિઓ પ્રત્‍યે વિશેષ આકર્ષણ અનુભવો. પ્રિયપાત્ર સાથેનો રોમાન્‍સ પૂરબહારમાં ખીલે. દાંપત્‍યજીવનનો ભરપૂર આનંદ માણી શકો.

ધન: ચંદ્રનું ભ્રમણ આજે વૃષભ રાશિમાં છે જે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આજે આપના માટે આર્થિક લાભનો દિવસ હોવાનું જણાવવામાં આવે છે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ પ્રવર્તશે. જે આપના મનને આનંદિત રાખશે. નોકરિયાત વર્ગને નોકરીમાં લાભ અને સહકાર્યકરોનો સહકાર મળે. કાર્યમાં સફળતા તથા યશ મળે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય સારું રહે. હાથ નીચેના માણસોનો સહકાર મળે. મોસાળ પક્ષ તરફથી કોઇ સારા સમાચાર મળે. પ્રતિસ્‍પર્ધીઓ પર વિજય મળે. વાણી પર કાબૂ રાખવો. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય.

મકર: ચંદ્રનું ભ્રમણ આજે વૃષભ રાશિમાં છે જે આપની રાશિથી પંચમ ભાવમાં છે. દ્વિધાભર્યા મનોવલણને કારણે આપ આજે ચોક્કસ નિર્ણય પર ન આવી શકતાં ચિંતાગ્રસ્‍ત રહેશો. આવી મનોસ્થિતિમાં કોઇ અગત્‍યના નિર્ણયો ટાળવાની આપને સલાહ છે અથવા કોઈ વિદ્વાન વ્યક્તિના માર્ગદર્શન સાથે આગળ વધવું. નસીબનો સાથ મળવાની વધુ પડતી આશા રાખવાના બદલે આત્મવિશ્વાસ સાથે કર્મના સિદ્ધાંતને અનુસરજો. સંતાનોના કામકાજોમાં વધુ સમય આપવો પડશે. ઘરમાં વડીલ સ્‍વજનોની તબિયત સાચવજો. થાક, અશક્તિ અને આળસથી બચવા કામના પ્રમાણમાં આરામને મહત્વ આપવું. પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદમાં ન ઉતરવું હિતાવહ છે. પેટના દર્દથી પરેશાની થાય.

કુંભ: ચંદ્રનું ભ્રમણ આજે વૃષભ રાશિમાં છે જે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આજે આપ વધારે પડતા સંવેદનશીલ બનશો. પરિણામે માનસિક બેચેની અને અસ્‍વસ્‍થતા આવી શકે છે. પ્રભૂ સ્મરણ અને આત્મચિંતનથી તમે સ્થિરતા લાવી શકશો. સ્‍વભાવમાં થોડું જિદ્દીપણું આવશે માટે તેને ટાળજો. જાહેરમાં પ્રતિષ્ઠા ખંડિત થાય તેવા કાર્યોથી દૂર રહેવું. જમીન, મકાન વાહન વગેરેના દસ્‍તાવેજો કરવામાં સાવધાની રાખવી. સૌંદર્ય પ્રસાધનો, વસ્‍ત્રો અને આભૂષણોની ખરીદી પાછળ મહિલાઓને ખર્ચ થાય. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં સફળતા મળે.

મીન: ચંદ્રનું ભ્રમણ આજે વૃષભ રાશિમાં છે જે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આજનો દિવસ મહત્‍વના નિર્ણયો લેવા માટે શુભ હોવાનું જણાઈ રહ્યું છે. વિચારોમાં દૃઢતા કાર્યો સારી રીતે પાર પાડે આપની સર્જનાત્‍મક અને કલાત્‍મક શક્તિમાં વૃદ્ધિ થાય. મિત્રવર્તુળ કે પરિવારજનો સાથે નાનકડી મુસાફરીનું આયોજન થાય. ભાઇ બહેનોથી લાભ થાય. કાર્ય સફળતા આપના મનને આનંદિત કરશો. જાહેર જીવનમાં માનસન્‍માન મળે. આજે હરીફોને મ્‍હાત કરી શકશો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.