ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોએ આરોગ્‍ય જાળવવું અને લોકો સાથે સહકારની ભાવના વધારવી - Aajnu Rashifal - AAJNU RASHIFAL

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 23, 2024, 5:01 AM IST

અમદાવાદ : આજે 23 સપ્ટેમ્બર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આપને નાણાકીય બાબતોમાં સાવધ રહેવાની અને લેવડદેવડમાં ચેતીને ચાલવાની સલાહ છે. વાદવિવાદમાં ઉતરવાવાનું ટાળવાથી પરિવારજનો સાથે મનદુ:ખના પ્રસંગ ઉભા થતા પહેલા જ તેને રોકી શકો છો. ખાવાપીવામાં થોડીક સાવચેતી આપનું સ્‍વાસ્‍થ્‍ય સુધારશે. સમયસર ભોજન લેવાનો આગ્રહ રાખજો. વ્‍યર્થ નાણાંના ખર્ચથી બચવા પૂર્વાયોજનથી ખર્ચ કરવો. ઘર પરિવાર અને કાર્યક્ષેત્રમાં આપે બાંધછોડનું વલણ અપનાવવું ફાયદાકારક નીવડે. આજનો દિવસ મધ્‍યમ ફળદાયી નીવડે.

વૃષભ: ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આપનો વર્તમાન દિવસ શુભફળદાયી નીવડશે. આજના દિવસે આપ તન મનમાં સ્‍ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરશો. આપનામાં રહેલી કલાત્‍મક અને સર્જનાત્‍મક ખૂબીઓને બહાર લાવી શકશો. આર્થિક બાબતોનું સારી રીતે આયોજન કરી શકો. ધનલાભની શક્યતા જણાય. કુટુંબીજનો સાથે આનંદપૂર્વક સમય પસાર થાય. આત્‍મવિશ્વાસમાં વધારો થશે. મનોરંજન, વસ્‍ત્રાભૂષણો પાછળ ખર્ચ થાય.

મિથુન: ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજના દિવસમાં વાણી અને વર્તનમાં સાવધાની રાખવાની ચેતવણી આપવામાં આવે છે. આપના બોલવાથી કોઇ સાથે ગેરસમજ ઉભી ન થાય તે માટે વાણીમાં સ્પષ્ટતા અને વર્તનમાં પારદર્શકતા રાખવી. આજે આપનું સ્‍વાસ્‍થ્‍ય સંભાળવાની સલાહ છે. આંખોની તકીલીફ હોય તો સારવાર પર વધુ ધ્યાન આપવું. આવક કરતાં જાવકનું પલ્‍લું ભારે રહે. માનસિક ચિંતા અને વ્‍યગ્રતાથી બચવા માટે ધાર્મિક પ્રવૃત્તિ અથવા દેવસ્થાનની મુલાકાત કારગત રહે. ઇશ્‍વરની ભક્તિ અને આધ્યાત્મિકતા આપની વ્‍યગ્રતા ઘણા અંશે ઓછી કરશે.

કર્ક: ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. વર્તમાન દિવસ આપના માટે લાભકારક પુરવાર થશે. નોકરી ધંધામાં અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાતા આપને સારો એવો ધનલાભ થાય. મિત્રો, વિશેષ કરીને સ્‍ત્રી મિત્રોથી લાભ થાય, તેમની સાથે મોજમજા, પ્રવાસ પર્યટનના સંજોગો ઉભા થાય. પ્રિયપાત્ર જોડે રોમાંચક ક્ષણો માણી શકશો. આર્થિક આયોજનો સફળતાપૂર્વક પાર પડે. લગ્‍ન કરવા ઇચ્‍છતા યુવક- યુવતીઓને માટે લગ્‍નયોગ સંભવિત છે. શારીરિક- માનસિક તંદુરસ્‍તી સારી રહે. આકસ્‍િમક ધનલાભ થાય.

સિંહ: ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી દશમ ભાવમાં છે. આજે આપનું દરેક કાર્ય સરળતાથી પાર પડશે. વ્‍યવસાય ક્ષેત્રે સફળતા મળે. પદોન્‍નતિ થાય. ઉપરી અધિકારીઓની રહેમ નજર આપના પર રહે. આજે સર્વત્ર આપનું પ્રભુત્‍વ અને પ્રભાવ વધશે. રહે. સરકારી કામકાજ અને પિતા તરફથી લાભ મળવાના સંકેત છે. મનની તંદુરસ્‍તી મનને પ્રફુલ્લિત રાખશે. ગૃહસ્‍થજીવનમાં આનંદ અનુભવો.

કન્યા: ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી નવમ ભાવમાં છે. આજનો દિવસ આપના માટે શુભ હોવાનું જણાઈ રહ્યું છે. મિત્રો અને સ્‍નેહીજનો સાથે પ્રવાસનું આયોજન કરશો જે આનંદદાયક રહેશે. ધાર્મિક કાર્ય કે યાત્રાધામનો પ્રવાસ થાય. સ્‍ત્રી મિત્રો તરફથી લાભ થાય. વિદેશ વસતા કોઇ મિત્ર કે સ્‍નેહીજનના સમાચાર મળવાથી આનંદ થાય. ભાઇબહેનોથી લાભ થાય. આર્થિક મોરચે તમે ચિંતામુક્ત રહેશો.

તુલા: ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આજે કોઇપણ નવા કામનો આરંભ ન કરવાની આપને સલાહ છે. બોલતી વખતે અને વર્તન વ્‍યવહારમાં ખૂબ સંભાળીને રહેવું જરૂરી છે. હિતશત્રુઓ તેમની ચાલમાં ફાવશે તો નહીં પરંતુ છતાંય ચેતતા નર સદા સુખી આ વાત ભુલશો નહીં. આરોગ્‍ય જાળવવું અને લોકો સાથે સહકારની ભાવના વધારવી. આકસ્મિક ધનલાભના યોગ છે. ગૂઢશાસ્‍ત્રો અને રહસ્‍યમય બાબતો તરફ આકર્ષણ થાય. આધ્‍યાત્મિક સિદ્ધિ મેળવવા અને ઇશ્વરભક્તિ માટે ઉત્તમ સમય છે. ઊંડા ચિંતન મનન દ્વારા માનસિક શાંતિ મેળવી શકશો.

વૃશ્ચિક: ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આજે આપને રોજિંદા નિત્‍યક્રમથી કંઇક અલગ કરવાનું મન થશે, અને પોતાના માટે સમય ફાળવવાની ઇચ્‍છા થશે. તેથી આપ મિત્રો સાથે બહાર ફરવા જવાનું કે ભોજન લેવાનું આયોજન કરશો. મોજમજા, મનોરંજન ઉત્તમ ભોજન અને નવા વસ્‍ત્ર પરિધાનથી આપનું મન પુલકિત રહેશે. જાહેર પ્રતિષ્ઠામાં વધારો થાય. વાહન સુખ મળે. વિજાતીય વ્‍યક્તિઓ કે પ્રિયપાત્રના સંગાથમાં મન પ્રસન્‍ન રહે. દાંપત્‍યજીવનમાં નિકટતા અનુભવાય.

ધન: ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આપનો આજનો દિવસ શુભફળદાયી નીવડશે. આપનું સ્‍વાસ્‍થ્‍ય સારું રહે. યશકીર્ત‍િ અને આનંદની પ્રાપ્‍ત‍િ થાય. કુટુંબીજનો સાથે આનંદમાં દિવસ પસાર થાય. હરીફો અને શત્રુઓ પર વિજય મળે. ઓફિસમાં સહકર્મચારીઓ તથા હાથ નીચેના માણસોનો સંપૂર્ણ સહકાર પ્રાપ્‍ત થાય. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય. મોસાળ સાથેના સંબંધો અધુરાં કાર્યો પૂરા થાય. આર્થિક લાભના ઉજળા સંજોગો છે.

મકર: ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી પંચમ ભાવમાં છે. આજના દિવસે આપ થાક, આળસ દૂર કરીને ચુસ્તિ અને સ્ફૂર્તિમાં કામ કરવાની સલાહ આપવામાં આવે છે. મનને ચિંતાના વાદળો ઘેરવાનો પ્રયાસ કરશે માટે તેનાથી દૂર રહેવું. વ્‍યવસાય ક્ષેત્રે પણ ભાગ્‍યના ભરોસે બેસી રહેવાના બદલે આત્મબળથી આગળ વધો. નોકરી- ધંધામાં ઉચ્‍ચ અધિકારીઓ સાથે ધીરજથી વાત કરવી અને પોતાના કૌશલ્યના જોરે તેમને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવો. હરીફો સાથે વાદવિવાદમાં ન ઉતરવું. મનમાં અનેક પ્રકારની દ્વિધાઓ રહે. જેથી કોઇ ઝડપી નિર્ણય ન લઇ શકો ત્યારે બીજાની સલાહ લેવી. સંતાનોની તબિયતનું વધુ ધ્યાન રાખવું.

કુંભ: ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આજે આપને સ્‍વભાવમાંનું હઠીલાપણું છોડી દેવાની સલાહ છે. વધુ પડતી લાગણીશીલતા આપના મનને સ્‍વસ્‍થ નહીં રહેવા દે. મકાન મિલકત અંગેના કામકાજમાં આજે સંભાળવા જેવું છે. માતાથી લાભ થાય. વિદ્યાપ્રાપ્તિ માટે આજે અનુકૂળ દિવસ છે. સ્‍ત્રીઓને વસ્‍ત્રાભૂષણો અને મોજશોખની વસ્‍તુઓ પાછળ ખર્ચ થાય. નાણાકીય આયોજનો સારી રીતે થઇ શકે. જાહેરમાં સ્‍વમાનભંગથી બચવું.

મીન: ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. અગત્‍યના નિર્ણયો લેવા માટે આજે દિવસ સારો છે. આપની રચનાત્‍મક શક્તિઓમાં વધારો થશે. વિચારોમાં દૃઢતા અને સ્થિરતા હોવાથી આપ ખૂબ સારી રીતે કામ કરી શકો. આપના જીવનસાથી જોડેનું સાનિધ્‍ય વધારે ગાઢ બને. દોસ્‍તો સાથે પ્રવાસ પર્યટન સ્‍થળની મુલાકાત લેવા. ભાઇભાંડુઓ સાથેની નિકટતા વધશે. જાહેરમાં માન- સન્‍માન પ્રતિષ્‍ઠા વધશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.