ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોએ, વાદવિવાદ કે ચર્ચાઓમાં ઉંડા ન ઉતરવું હિતમાં રહેશે - Aajnu Rashifal - AAJNU RASHIFAL

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Etv BharatAAJNU RASHIFAL
Etv BharatAAJNU RASHIFAL (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 22, 2024, 6:01 AM IST

અમદાવાદ: આજે 22 મે, 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: બુધવારના દિવસે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આજે આપ સમાજ અને જાહેર લોકોમાં વાહવાહી મેળવી શકશો. સાથે જ આપને નાણાકીય લાભ પણ થઇ શકે છે. પરિવાર અને લગ્નજીવન સુખ અને સંતોષથી ભરપૂર પહેશે. વાહનનું સુખ મેળવી શકશો. પ્રિયજન સાથે પ્રેમની પળો માણી શકશો. આપના વિચારો વધુ ઉગ્ર બનશે અને આપનું વલણ બીજા પર હાવિ થવાનું હશે. આપ બૌદ્ધિક ચર્ચા વિચારણામાં ભાગ લઇ શકશો પણ અત્યારે આપ સમાધાનકારી વલણ અપનાવો તે જરૂરી છે. વેપારીઓ તેમના વેપારમાં ફાયદો મેળવી શકશે.

વૃષભ: બુધવારના દિવસે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. શારીરિક માનસિક સ્વસ્થતાને કારણે આપ આપનું કામ આયોજન પ્રમાણે પૂરું કરી શકશો. આપને નાણાંકીય લાભ થઇ શકશે. અસ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધરશે. મોસાળમાંથી સારા સમાચાર મળી શકશે. ઓફિસમાં સહકર્મચારીઓ આપને મદદ કરશે. વિલંબમાં પડેલા કામ પૂરા થશે તેમ જણાઈ રહ્યું છે.

મિથુન: બુધવારના દિવસે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આજે સંતાનો અને જીવનસાથીના આરોગ્‍ય વિશે થોડી કાળજી લેવાની સલાહ છે. વાદવિવાદ કે ચર્ચાઓમાં ઉંડા ન ઉતરવું હિતમાં રહેશે. સ્‍ત્રી મિત્રો દ્વારા ખર્ચ કે નુકસાન થવાની શક્યતા છે માટે તેમની સાથે કોઈપણ વ્યવહાર કરવામાં અથવા તેમને લગતી આર્થિક બાબતોમાં સાચવવું. પેટને લગતી સમસ્યાઓ થતી હોય તેમણે ભોજન પર ધ્યાન આપવું પડશે. નવા કાર્યની શરૂઆત કરવામાં દરેક પાસાનો વિચાર કરીને આગળ વધવું.

કર્ક: બુધવારના દિવસે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આપને આજે આળસ અને અજંપાનો અનુભવ થશે. મનમાંથી વધુ પડતા નકારાત્મક વિચારોને દૂર રાખવાની સલાહ છે. છાતીમાં કોઇ પીડા કે તકલીફ હોય તો અત્યારે સારવાર પર ધ્યાન આપવું. પરિવારજનો અને સગા સંબંધીઓ સાથે ચર્ચા અને વિવાદ ટાળવા માટે વાણી અને વર્તનમાં સૌમ્ય રહેવું. પૂરતી ઊંઘ લેવાની સલાહ છે. જાહેરમાં માનભંગ થાય તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવું. વધુ ખર્ચ થઇ શકે. જળાશયોની વધુ નજીક ન જશો.

સિંહ: બુધવારના દિવસે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આજે આપનું શરીર અને મન પ્રસન્ન રહેશે. ભાઇભાંડુઓ સાથેનો સમય વધુ આત્મીયતાભર્યો રહેશે. મિત્રો અને સંબંધીઓ સાથે બહાર ફરવા જવાનું થાય. પ્રિયજન સાથે આનંદ માણી શકશો. ભાગ્ય વધુ સાથ આપશે. નવાં કામ શરૂ કરવા ઉચિત દિવસ છે. સંગીત અને કલામાં આપની રૂચિ વધશે.

કન્યા: બુધવારના દિવસે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આપના કુટુંબમાં સુખશાંતિ જળવાશે અને પરિવારજનો સાથે આનંદ માણી શકશો. આજે આપની વાણીથી લોકો પ્રભાવિત થશે. પ્રવાસ કરો તેવી પણ શક્યતા છે. મીઠાઇ તેમજ સ્વાદિષ્ટ ભોજનની મજા માણી શકશો. આયાત-નિકાસના વ્યવસાયમાં લાભ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ઉગ્ર વિવાદ કે ચર્ચાથી દૂર રહેવાનું આપના માટે હિતાવહ છે.

તુલા: બુધવારના દિવસે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આજે આપની રચનાત્મક ક્ષમતાઓ પ્રદર્શિત થશે. આપ કેટલીક સર્જનશીલ પ્રવૃત્તિઓ પર કરશો. વિચારોની દૃઢતાને કારણે દરેક કામમાં આપ સફળ થઇ શકશો. ઘરેણાં, વસ્ત્રો, મોજશોખના સાધનો તેમ જ મનોરંજન પાછળ આપ ખર્ચ કરશો. આપના આત્મ વિશ્વાસમાં વૃદ્ધિ થશે. જીવનસાથી કે પ્રિયપાત્ર સાથે ખુશીની પળો માણી શકશો.

વૃશ્ચિક: બુધવારના દિવસે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજે મોજશોખ અને મનોરંજન પાછળ રૂપિયા વાપરશો. આપનું સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેશે. આપના મનમાં ચિંતા રહ્યા કરશે. આપને અકસ્માતથી સંભાળીને રહેવાની સલાહ છે.પરિવારજનો સાથે મતભેદ ટાળવા. કાનૂની કાર્યવાહીમાં સાવચેત રહેવું પડશે. આપનું વર્તન સંયમિત હશે તો ઘણી મુશ્કેલીઓમાંથી આપ બહાર નીકળી શકશો.

ધન: બુધવારના દિવસે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આપ પ્રણયની સુખદ પળો માણી શકશો. આજનો દિવસ આર્થિક, સામાજિક અને પારિવારિક ક્ષેત્ર માટે સારો છે. પારિવારિક જીવનમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. આપને સ્ત્રી મિત્રોથી લાભ થશે અને પ્રવાસ થવાની શક્યતા પણ છે. આપની આવકના સ્રોત વધશે. વેપારમાં વધારો અને લાભ થઇ શકે. અપરિણીતોના લગ્ન થાય, કોઇ શુભ પ્રસંગ બને અને સ્વાદિષ્ટ ભોજન માણી શકશો.

મકર: બુધવારના દિવસે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આપને ધંધામાં લાભ થવાની શક્યતા છે. આર્થિક બાબતો અને પ્રવાસના આયોજન માટે પણ દિવસ સારો છે. સરકારી કામકાજ સફળતાથી પાર પડશે અને ઉચ્ચ અધિકારીઓ આપના કામથી ખુશી અનુભવશે. નોકરીમાં પદોન્નતિ થઇ શકે. પિતા દ્વારા લાભની પ્રાપ્તિ તેમજ સંતાનોનો અભ્યાસ સંતોષકારક રહેશે. આપના માનપાનમાં વધારો થઇ શકે.

કુંભ: બુધવારના દિવસે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આજે આપનું શરીર સ્વાસ્થ્ય બરાબર ન હોવા છતાં આપ માનસિક રીતે સ્વસ્થ રહેશો. કામ કરવાનું આપને મન ઓછુ લાગશે પરંતુ નિર્ધારિત સમયમાં લક્ષ્ય હાંસલ કરવા માટે તમે કામના કલાકો વધારશો. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત વખતે થોડી શાંતિ રાખવી. મોજશોખ અને હરવા ફરવામાં નાણાં વધારે ખર્ચ થશે. સંતાનોની ચિંતા રહ્યા કરે. આપના પ્રતિસ્પર્ધીઓ સાથે દલીલમાં ઉતરશો નહીં. વિદેશથી શુભ સમાચાર મળશે.

મીન: બુધવારના દિવસે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આપને અચાનક નાણાંકીય લાભ થવાની શક્યતા છે. શરીર અને મનમાં ઉત્સાહ અને સ્વસ્થતા જાળવવા માટે તમે મેડિટેશન અને યોગનો સહારો લઈ શકો છો. પેટની તકલીફો તેમ જ શરદી, દમ અને ખાંસીનો ઉપદ્રવ થવાની શક્યતા છે. ઇશ્વરભક્તિ અને સદવિચારોથી આપ માનસિક રાહતનો અનુભવ કરશો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.