અમદાવાદ : આજે 20 જૂલાઈ, 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: ચંદ્રનું ભ્રમણ આજે ધન રાશિમાં છે જે આપની રાશિથી નવમ ભાવમાં છે. આજે આપ થોડા થાકેલા રહો અને શરીરમાં તાજગીનો અભાવ વર્તાશે જેથી આવી સ્થિતિથી બચવા માટે જે ટાળી શકાય તેમ હોય તેવા કાર્યો ટાળીને આરામ કરવા પર ધ્યાન આપજો અને મન પ્રફુલ્લિત કરવા માટે તમે ફિલ્મ, ફરવાનું અથવા આપ્તજનો સાથે રહેવાનું આયોજન કરી શકો છો. સ્વભાવમાં ઉગ્રતાને અંકુશમાં રાખવી હિતાવહ છે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ અને પરિવારના લોકો સાથે વધુ ચર્ચા અને વિવાદ ટાળવો જોઇએ. કોઇ ધાર્મિક કામથી બહાર જવાનું થાય તેવી પણ શક્યતા છે.
વૃષભ: ચંદ્રનું ભ્રમણ આજે ધન રાશિમાં છે જે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આપના પર કામનું વધારે પડતુ ભારણ રહેવાને કારણે તેમજ ખાનપાનમાં સાવચેતી ન રાખવાને કારણે સ્વાસ્થ્ય કથળે માટે પહેલું સુખ તે જાતે નર્યા અનુસાર આજે તમારે પોતાની જાત પર વધુ ધ્યાન આપવું પડશે. પૂરતા પ્રમાણમાં ઊંઘ અને આહાર લેજો. આજે પ્રવાસ ન કરો તે વધુ હિતાવહ છે કારણ કે તેમાં વિઘ્નો આવી શકે છે. સમયસર કામ પાર ન પડે તો મન પર લેવાના બદલે શાંત ચિત્તે તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવો. આધ્યાત્મિક વાંચન તેમ જ ધ્યાન અને યોગ આપને માનસિક રાહત આપશે.
મિથુન: ચંદ્રનું ભ્રમણ આજે ધન રાશિમાં છે જે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આજે આપ મોજશોખ અને મનોરંજનમાં રૂચિ કેળવશો. પરિવારજનો, મિત્રો, પ્રિયજનો સાથે બહાર જવાનું થાય. જાહેર જીવનમાં આપના માનપાન વધશે. આપ વિજાતીય લોકોથી આકર્ષાશો. આપના જીવનમાં કોઇ પ્રણય પ્રસંગની શરૂઆત થઇ શકે. જાહેરમાં માન પ્રતિષ્ઠા મેળવી શકશો. આપ દાન ઘર્મ પણ કરી શકશો.
કર્ક: ચંદ્રનું ભ્રમણ આજે ધન રાશિમાં છે જે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આપનો આજનો દિવસ આનંદ અને સફળતાનો બની રહેશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ જળવાઇ રહેશે. નોકરી કરતા લોકો માટે ઓફિસનું વાતાવરણ પણ સારું રહેશે. આપની હાથ નીચે કામ કરતા લોકો તેમ જ મોસાળથી આપ લાભ મેળવી શકશો. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. નાણાંકીય લાભ થઇ શકે. આપ જરૂરિયાતની વસ્તુઓ પાછળ ખર્ચ કરી શકશો. આપના વિરોધીઓ સામે આપ વિજય મેળવી શકશો.
સિંહ: ચંદ્રનું ભ્રમણ આજે ધન રાશિમાં છે જે આપની રાશિથી પંચમ ભાવમાં છે. આપ શરીર અને મનની સ્વસ્થતા સાથે કામ કરી શકશો. આપ સર્જનાત્મક કાર્યોમાં રૂચિ કેળવશો. આપ સાહિત્ય ક્ષેત્રે કંઇક નવું લખવાની પ્રેરણા મેળવશો. પ્રેમીઓ પોતાના પ્રિયજનને મળી શકશે. આપના સંતાનો આપને સારા સમાચાર આપશે. ધર્મ અને સેવા સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ કરવામાં આપ ઘણો આનંદ અનુભવશો.
કન્યા: ચંદ્રનું ભ્રમણ આજે ધન રાશિમાં છે જે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આપનો આજનો દિવસ અનુકૂળતા અને પ્રતિકૂળતાઓથી મિશ્રિત હશે. પરિવાર પર વધુ ધ્યાન આપવાની સલાહ છે. નોકરી અને વ્યવસાયના સ્થળે ગ્રાહકોની નવી નવી માંગને ધ્યાનમાં રાખવા જતા સામાન્ય કરતા થોડી મુશ્કેલ પરિસ્થિતિ રહે. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે વધુ પડતી ચર્ચામાં પડવાનું ટાળજો. પ્રતિસ્પર્ધીઓ સાથે વાદવિવાદ ન કરવો. સંતાનો પર પોતાના વિચારો જીદપૂર્વક લાદવાનો પ્રયાસ ના કરવો. પ્રવાસની શક્યતા છે. ધનખર્ચ થાય.
તુલા: ચંદ્રનું ભ્રમણ આજે ધન રાશિમાં છે જે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. હાલના સમયે આપનું નસીબ આપની તરફેણમાં હોવાથી જો આપ નવું કામ કે સાહસ શરૂ કરવા માંગતા હોવ દિવસ ઘણો અનુકૂળ છે. યોગ્ય રીતે નાણાંનું રોકાણ કરશો તો ચોક્કસ લાભ થશે. કુટુંબમાં લોકો સાથે સંબંધ વધુ ગાઢ બનશે. આપ નજીકના ધાર્મિક સ્થળની મુલાકાત લઇ શકશો. વિદેશમાં રહેતા મિત્રો અને સંબંધીઓના સારા સમાચાર મેળવીને આનંદ અનુભવશો.
વૃશ્ચિક: ચંદ્રનું ભ્રમણ આજે ધન રાશિમાં છે જે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આપે નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઇએ. આપ ઓછું બોલો તેમાં જ આપની ભલાઇ છે આમ કરીને આપ પરિવારજનો સાથેના વાદ-વિવાદને ટાળી શકશો. તબિયતની ચિંતા રહ્યા કરશે માટે તબિયત સાવવી અને શક્ય હોય તો મેડિટેશન અને યોગ કરવા. ખોટા ખર્ચા પર આપે નિયંત્રણ રાખવું પડશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં બીજાનું માર્ગદર્શન લેવું પડે અને મહેનત વધારવી પડે.
ધન: ચંદ્રનું ભ્રમણ આજે ધન રાશિમાં છે જે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આજે આપના તન મનની સ્વસ્થતા જળવાશે. નાણાંકીય ફાયદો મેળવી શકશો. કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત લઇ શકશો. સ્નેહીજનો અને મિત્રોને મળીને આનંદ અનુભવાશે. કૌટુંબિકજીવન વધુ ગાઢ બનશે. આપના માન-પાન વધશે. આપ ચટાકેદાર ભોજન માણી શકશો.
મકર: ચંદ્રનું ભ્રમણ આજે ધન રાશિમાં છે જે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજે મહેનતના પ્રમાણમાં પરિણામ ઓછુ મળતા આપને થોડી નિરાશા થશે માટે આવી સ્થિતિ ટાળવા માટે અગાઉ જ વધુ પડતી અપેક્ષાઓ ટાળવાનો પ્રયાસ કરજો. કુટુંબમાં વાતાવરણ સુલેહભર્યું રાખવા માટે વધારાના પ્રયાસો કરવા પડશે. સ્વાસ્થ્યની થોડી કાળજી લેવાની સલાહ છે. અકસ્માત ન થાય તેનું ધ્યાન રાખવું. વ્યવસાયના કામમાં સરકાર તરફથી હસ્તક્ષેપ રહ્યા કરે. કાયદાકીય બાબતોમાં સાચવવું પડે. સમાજ અને ધાર્મિક કાર્યોમાં આપ રસ લેશો તેમ જ તેની પાછળ નાણાં ખર્ચ થઇ શકે.
કુંભ: ચંદ્રનું ભ્રમણ આજે ધન રાશિમાં છે જે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આજે નવા કામની શરૂઆત કરશો કે નવા આયોજનો બનાવી શકશો. નોકરી અને વ્યવસાય માટે પણ અનુકૂળ દિવસ છે. રમણીય સ્થળોએ ફરવા જવાનું થાય. જાહેરમાં આપના માન-પાન વધશે. સંતાનોની પ્રગતિ થશે તેમ જ પત્ની તરફથી પણ સારા સમાચાર મેળવી શકશો. લગ્નોત્સુક યુવકયુવતીઓના લગ્નનાં યોગ સર્જાય.
મીન: ચંદ્રનું ભ્રમણ આજે ધન રાશિમાં છે જે આપની રાશિથી દશમ ભાવમાં છે. આપ વ્યવસાય અને નોકરીમાં પ્રગતિ સાધી શકશો તેમ જ ઉપરી અધિકારીઓ આપને પ્રોત્સાહન આપશે તેથી આપને આનંદ થશે. ધંધામાં લાભ થશે અને લેણી રકમ વસૂલી શકશો. પિતા અને વડીલો તરફથી પણ કોઇ લાભ મળી શકશે. આપની આવકમાં વધારો થશે. ઘરનું વાતાવરણ સુખશાંતિ વાળુ રહેશે. આપ આદર અને પ્રતિષ્ઠા તેમ જ નોકરીમાં ઊંચુ પદ મેળવી શકશો.