ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોને, અચાનક ધનખર્ચની સ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી રાખવી - Aajnu Rashifal - AAJNU RASHIFAL

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 17, 2024, 5:00 AM IST

અમદાવાદ : આજે 17 જૂલાઈ, 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી આઠમા ભાવમાં રહેશે. આજે આપને વાણી વર્તન પર સંયમ જાળવવાની અને રાગદ્વેષથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. હિતશત્રુઓથી ચેતતા રહેવું. આજે આપને રહસ્‍યમય બાબતોમાં વધુ રસ પડે તથા ગૂઢ વિદ્યાઓ તરફ વધારે આકર્ષણ અનુભવો. આજે શક્ય હોય તો પ્રવાસ ટાળવો. પ્રવાસમાં અણધારી મુશ્‍કેલીઓ આવી શકે છે. નવા કાર્યોની શરૂઆત કરવી સલાહ ભરેલી નથી. આધ્‍યાત્મિક સિદ્ધિ મળવાના યોગ છે. એકંદરે આજનો દિવસ મિશ્રફળદાયી છે.

વૃષભ: વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી સાતમા ભાવમાં રહેશે. આજે આપના જીવનસાથી સાથેના સંબંધો વધુ ગાઢ બનશે અને તેમની સાથે રોમાન્સની પળો માણી શકશો. પરિવારિક કે સામાજિક પ્રસંગોમાં જવાનું થાય. પ્રવાસ થવાની શક્યતા છે અને આપ મોજમસ્તીમાં સમય પસાર કરી શકશો. આપને શારીરિક માનસિક ખુશીનો અનુભવ થશે. સમાજમાં માન-પાન મેળવી શકશો. આપની પ્રતિષ્ઠામાં વધારો થશે. વેપારીઓ પોતાના ધંધામાં આગળ વધી શકશે. ભાગીદારીથી ફાયદો થશે. અચાનક આર્થિક લાભ થાય. વિદેશથી સારા સમાચાર મેળવી શકશો.

મિથુન: વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી છઠ્ઠા ભાવમાં રહેશે. બાકી રહેલા કામ પૂરા કરવા માટે સમય સારો છે. આપના પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ હશે. આપના કામમાં આપ યશ પ્રતિષ્ઠા મેળવી શકશો. લોકો સાથેના સંપર્ક દરમિયાન સ્વભાવને શાંત રાખવો જરૂરી છે, બોલવામાં સંયમ રાખશો તો મનદુઃખને ટાળી શકશો. નાણાંકીય લાભ મેળવી શકશો. વિરોધીઓ સામે વિજય મેળવી શકશો. નોકરી કરતા લોકો લાભ મેળવી શકશે.

કર્ક: વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પાંચમા ભાવમાં રહેશે. આજે આપે શાંતિથી દિવસ પસાર કરી લેવો. આજે શરીર અને મનમાં અજંપો ટાળવા માટે કામકાજમાંથી વિરામ લઈને મનપસંદ પ્રવૃત્તિમાં ભાગ લેવાની અથવા પિકનિક પર જવાની સલાહ આપવામાં આવે છે. આપને પેટને લગતી તકલીફો હોય તો ભોજન પર અંકુશ રાખવો. અચાનક ધનખર્ચની સ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી રાખવી. પ્રેમીઓ વચ્ચે મુલાકાતના પ્રસંગો ઘટી શકે છે. વિજાતીય પાત્ર તરફ આપ વધુ આકર્ષિત થશો પરંતુ આગળ વધતા પહેલાં આપે ધ્યાન રાખવું પડશે. આજે આપ નવું કામ શરૂ કરો અને પ્રવાસ મુલતવી રાખો તે સલાહભર્યુ છે.

સિંહ: વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી ચોથા ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ સંપૂર્ણપણે આપની તરફેણમાં નથી. ઘરમાં સંવાદિતા જાળવવા તમારે વિશેષ ધ્યાન આપવું પડશે. પરિવારજનો સાથે મનદુ:ખ ના થાય તે માટે દરેક વાતને ન્યાય આપવાનો પ્રયાસ કરવો. આપની તન- મનની તંદુરસ્‍તી સામાન્ય રહે. મનમાં વધુ પડતું ચિંતાનો બોજ ના રાખવાની સલાહ છે. માતાની તંદુરસ્‍તીનું વધુ ધ્યાન રાખવાની સલાહ છે. ઊંઘનું પ્રમાણ ઘટતા તેની અસર આપના વર્તનમાં પડી શકે છે. વધુ પડતી લાગણીશીલતા અનુભવાય. પાણીજન્ય સમસ્યાથી સાચવવું. નોકરિયાતોને કામકાજના કલાકો વધી શકે છે. જમીન મિલકત વગેરેના દસ્‍તાવેજો કરવામાં સાવધાની રાખવી.

કન્યા: વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી ત્રીજા ભાવમાં રહેશે. આજે આપને કોઇપણ કાર્યમાં અવિચારી રીતે ન ઝંપલાવવાની સલાહ છે. સહોદરો સાથે સારી રીતે સમય પસાર થાય. ચિત્તમાં પ્રસન્‍નતા રહે. લાગણીસભર સંબંધોથી આપ દ્રવીભૂત થાવ. મિત્રો- સ્‍વજનોથી મુલાકાત થાય. ભાઇ- બહેનોથી લાભ થાય. પ્રતિસ્પર્ધીઓ સામે આપ ટક્કર ઝીલી શકો. ગૂઢ અને રહસ્‍યમય તેમજ આધ્‍યાત્મિક બાબતોમાં સિદ્ધિ મળે.

તુલા: વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી બીજા ભાવમાં રહેશે. આજે આપનું મન દ્વિધામાં અટવાયા કરશે માટે વૈચારિક સ્પષ્ટતા લાવવાનો પ્રયાસ કરવો. નિર્ણયો લેવામાં ધૈર્ય રાખવાની સલાહ છે. ચોક્કસ નિર્ણય આજે ન લઇ શકવાના કારણે નવા કાર્યની શરૂઆત કરવી હિતાવહ નથી. આજે પર વાણી પૂરતો સંયમ રાખવો, નહીં તો મનદુ:ખ થવાના પ્રસંગો ઉભા થાય. જક્કી વલણ ન રાખતાં બાંધછોડભર્યું વલણ રાખશો તો ફાયદામાં રહેશો. મુસાફરી ટાળવી. આર્થિક લાભ રહે. કુટુંબીજનો સાથે વાદવિવાદ ટાળવો. આજે મહત્ત્વના નિર્ણય ન લેવા. સ્‍વાસ્‍થ્‍યની વધુ સંભાળ લેવાની સલાહ છે.

વૃશ્ચિક: વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ સામાન્‍ય રીતે પસાર થશે. તન મનની પ્રસન્‍નતા રહેશે તેમજ સુખ અને આનંદની પ્રાપ્તિ થાય. પરિવારજનો સાથે આનંદ ઉલ્‍લાસમાં સમય પસાર થાય. મિત્રો સ્‍વજનો દ્વારા ભેટ સોગાદ મળવાથી આનંદ થાય. પ્રિયજનો સાથે મિલન મુલાકાતમાં સફળતા મળે. શુભ સમાચારની પ્રાપ્તિ થાય. આનંદદાયક પ્રવાસની શક્યતા છે. આપને શ્રેષ્‍ઠ દાંપત્યસુખ મળે.

ધન: વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી બારમા ભાવમાં રહેશે. આજનો દિવસ થોડો કષ્ટદાયક હોવાથી તેને સાચવી લેવાની સલાહ છે. કુટુંબના સભ્‍યો સાથે મનદુ:ખનો પ્રસંગ ટાળજો અને દરેકની વાત સમજવાનો પ્રયાસ કરજો. સ્‍વભાવમાં ઉગ્રતા અને આવેશ ક્યારેય પણ કોઈ સમસ્યાનો ઉકેલ નથી તે વાત આજે ધ્યાનમાં રાખવી. તંદુરસ્‍તીની વધુ કાળજી લેવી. વાણી અને વર્તનમાં સંયમ રાખવાથી સમસ્યાઓ ટળશે. અકસ્‍માતથી સંભાળવું. વધુ પડતો નાણાંખર્ચ થાય. કોર્ટકચેરીના પ્રશ્નોમાં સાવચેતીભર્યું કદમ ઉઠાવવું. નકામા કાર્યો પાછળ શક્તિ વેડફાય નહીં તે ધ્યાન રાખવું.

મકર: વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી અગિયારમાં ભાવમાં રહેશે. સામાજિક કાર્યોથી આપને લાભ થાય. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રો દ્વારા લાભ થવાનો આજે દિવસ છે. મિત્રો સંબંધીઓ સાથેની મિલન મુલાકાત આપને લાભદાયી નીવડશે. લગ્‍નોત્‍સુક યુવક- યુવતીઓના લગ્‍નનો પ્રશ્ન ઓછા પ્રયાસે આજે સરળતાથી ઉકલી જશે. શુભ પ્રસંગોનું આયોજન થાય. સ્‍ત્રી, પુત્ર વગેરેનો સહકાર મળશે. કોઇપણ વસ્‍તુની ખરીદી માટે શુભ દિવસ છે. શેર સટ્ટાકીય પ્રવૃત્તિમાં આર્થિક લાભ થાય. પત્‍નીના આરોગ્‍ય અંગે થોડી ચિંતા રહેશે.

કુંભ: વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દશમા ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ અનુકૂળ હોવાનું જણાઈ રહ્યું છે. આપના દરેક કાર્યો સરળતાથી પાર પાડવાને કારણે ખુશ રહેશો. નોકરી- વ્‍યવસાયના સ્‍થળે પણ અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાય અને સફળતા મળે. ઉપરી અધિકારીઓ અને વડીલ વર્ગના આશીર્વાદ આજે આપની સાથે હશે તેથી આપ માનસિક રીતે કોઇપણ પ્રકારના ભારથી મુક્ત હશો. બઢતી અને ધનપ્રાપ્તિ યોગ છે. આરોગ્‍ય સારું રહે. ગૃહસ્‍થજીવન આનંદપૂર્ણ રહેશે. માન- સન્‍માન વધે.

મીન: વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી નવમા ભાવમાં રહેશે. મનમાં અજંપો અને અશાંતિ સાથે આપના દિવસની શરૂઆત થાય તેવી સંભાવના હોવાથી આવી સ્થિતિમાં તમને ઈશ્વર સ્મરણ મદદરૂપ થઈ શકે છે. શરીરમાં થોડો થાક અને અશક્તિનો અનુભવ થાય. ઉપરી અધિકારીઓ સાથે સંભાળીને કામ લેવાની આપને ખાસ સલાહ છે. સંતાનો સંબંધિત બાબતોમાં તમારી વ્યસ્તતા ઘણી વધશે. ખોટો નાણાં ખર્ચ ટાળવો. હરીફો સાથે વાદવિવાદ ટાળવો. પેટમાં ગરબડની થોડી શક્યતા છે માટે ખાવામાં ધ્યાન રાખવું. નસીબના ભરોસે બહુ રહેવું નહીં. વિચારોમાં સકારાત્મકતા લાવજો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.