અમદાવાદ : આજે 16 ઓગષ્ટ 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: ચંદ્ર આજે ધન રાશિમાં છે. તે આપની રાશિથી નવમ ભાવમાં છે. આજે દરેક કાર્ય આપ સારી રીતે પૂરા કરી શકશો, પરંતુ આપે જે દિશા પસંદ કરી છે તે યોગ્ય ન હોય તેવી પણ શક્યતા છે. આપ કોઇ ધર્મને લગતી શુભ પ્રવૃત્તિમાં જોડાઇ શકો. કોઇ યાત્રાધામની મુલાકાત લેવાનું થાય. સ્વભાવની ઉગ્રતાને અંકુશમાં રાખવી પડશે. આપના ઉગ્ર સ્વભાવને કારણે વ્યવસાય કે પરિવારમાં કોઇનું મન દુભાઇ શકે.
વૃષભ: ચંદ્ર આજે ધન રાશિમાં છે. તે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આપ જે કામ હાથમાં લેશો તે સમયસર પાર ન પડતા મનમાં થોડી બેચેની આવી શકે છે. આવી સ્થિતિમાં ધીરજ રાખવી કારણ કે ઘણા કામ એવા હોય છે તેમાં સફળ થવામાં થોડી વાર લાગે. આહારમાં ધ્યાન ન રાખવાને કારણે તબિયત બગડી શકે માટે સાચવજો. કોઇ નવું કામ શરૂ કરવું હોય તો આયોજન કરી શકો છો પરંતુ અમલ કરવા માટે થોડી રાહ જુઓ. પ્રવાસમાં તમારા માલ-સામાનની કાળજી લેવી પડશે. નોકરી કે વ્યવસાયમાં કામનું અતિભારણ લેવાથી થાક અનુભવશો માટે સાચવવાની સલાહ છે. આપ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અને યોગને કારણે મનની શાંતિ મેળવી શકશો.
મિથુન: ચંદ્ર આજે ધન રાશિમાં છે. તે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આપના દિવસની શરૂઆત તાજગી અને સ્ફૂર્તિ સાથે થશે. આપ મિત્રો અને મહેમાનો સાથે ભોજન કે પિકનિકની મજા માણી શકશો. આપ નવા પરિધાન, આભૂષણો અને વાહન ખરીદો તેવી પણ શક્યતા છે. આપ ઘણો આનંદ અનુભવશો. વિજાતીય પાત્ર તરફ આકર્ષણમાં વધારો થશે. સમાજમાં આપને માન-પાન અને લોકપ્રિયતા મળશે. ધંધામાં ભાગીદારીથી ફાયદો થઇ શકે. સારું સાંસારિક સુખ માણી શકશો.
કર્ક: ચંદ્ર આજે ધન રાશિમાં છે. તે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આજે આપની ચિંતાઓ દૂર થશે અને આપ ખુશી અનુભવી શકશો. પરિવારજનો સાથે સમય ગાળીને આનંદ મેળવી શકશો. આપને કામમાં સફળતા અને કિર્તી મળશે. નોકરીમાં લાભ મેળવી શકશો. સાથે કામ કરતા લોકોનો સહકાર મળી શકશે. સ્વાસ્થ્ય સારું રહેશે. હરીફો આપની સામે જીતી શકશે નહીં.
સિંહ: ચંદ્ર આજે ધન રાશિમાં છે. તે આપની રાશિથી પંચમ ભાવમાં છે. આજે આપ શારિરીક-માનસિક સ્વસ્થતા જાળવી શકશો. આપની સર્જનશીલતામાં વધુ નિખાર આવશે. લેખન અને સાહિત્યમાં પણ કંઇક નવી રચના કરી શકશો. આપની પ્રિયજન સાથેની મુલાકાત આનંદ આપશે. બાળકોની પ્રગતિ વિશે જાણીને પણ આનંદ થશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં આગળ વધી શકશે. આપ ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ વધુ રસ લેતા થશો.
કન્યા: ચંદ્ર આજે ધન રાશિમાં છે. તે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આપે થોડી મુશ્કેલ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે. આપનું સ્વાસ્થ્ય થોડુ કથળે અને માનસિક અજંપો અનુભવાય. માતા સાથે આત્મીયતાપૂર્વક સંબંધો રાખવાની તેમજ તેમની જરૂરિયાતો પૂર્ણ કરવાની સલાહ છે. સંબંધીઓ સાથે ઉગ્ર દલીલો અને મતભેદો ટાળવા માટે બાંધછોડની નીતિ અપનાવવી પડશે. આપનું માન ઘવાય તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવું અને અતિ માનની ઝંખના રાખવી નહીં. વાહન કે ઘરના ખરીદ-વેચાણ માટે હાલમાં થોડી રાહ જોવાની સલાહ છે. પાણીથી સાચવવું પડશે.
તુલા: ચંદ્ર આજે ધન રાશિમાં છે. તે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. નવું કામ શરૂ કરવું હોય તો દિવસ ઘણો સારો છે. આપ વધુ ભાગ્યશાળી બનો અને આર્થિક લાભ થાય તેવી પણ શક્યતા છે. કોઇ સામાજિક પ્રસંગમાં હાજરી આપવા બહાર જવાનુ થાય. આપ કોઇ ધાર્મિક સ્થાનકની મુલાકાત લઇ શકશો. વિદેશથી સારા સમાચાર મેળવી શકશો. સહોદરો સાથેનો સંબંધ વધુ સારો બનશે. આપને શારીરિક માનસિક સ્વસ્થતા અનુભવાશે.
વૃશ્ચિક: ચંદ્ર આજે ધન રાશિમાં છે. તે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આપના કુટુંબમાં સુખશાંતિનું વાતાવરણ રહેશે. સંબંધીઓ અને મિત્રોને મળવાનું થાય. સ્વાદિષ્ટ ભોજન માણી શકશો. ધર્મને લગતી પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ થઇ શકે. આપ ઘરેણાં અને સુવાસિત વસ્તુઓની ખરીદી કરી શકશો. આપની વાણીથી આપ લોકોને આકર્ષી શકશો. આર્થિક ફાયદો થઇ શકે. પારિવારિક પ્રશ્નોને સારી રીતે ઉકેલી શકશો. વિદ્યાર્થીઓ ચોક્કસ સફળતા મેળવી શકશે.
ધન: ચંદ્ર આજે ધન રાશિમાં છે. તે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આજે આપ નક્કી કરેલા કામમાં સફળતા તેમ જ નાણાંકીય લાભ મેળવી શકશો. આપ કુટુંબ સહિત શુભ પ્રસંગમાં હાજરી આપી શકશો. કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત લો તેવી શક્યતા છે. આપના સ્વજનોને મળીને ખુશી અનુભવશો. લગ્નજીવનમાં વધુ સામીપ્ય અને ગાઢ સંબંધો માણી શકશો. જાહેર જીવનમાં આપના માન-પાન વધશે.
મકર: ચંદ્ર આજે ધન રાશિમાં છે. તે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આપનો દિવસ ધાર્મિક કાર્યોમાં પસાર થશે. ધાર્મિક કાર્યોમાં આપ નાણાં ખર્ચ કરશો. પૂજા પાઠ અને ધાર્મિક કાર્યોમાં આપ નાણાં ખર્ચ કરશો. પરિવાજનો તેમજ સંબંધીઓ સાથે વાતચીતમાં ધ્યાન રાખવું પડશે, અન્યથા તેમનું મન દુભાય તેવી શક્યતા છે. આપને મહેનતના પ્રમાણમાં પરિણામ ન મળે તો બમણા જોશ સાથે પ્રયાસ કરવાની સલાહ છે. આપે સ્વાસ્થ્યની કાળજી લેવી પડશે. આપના લગ્ન જીવનમાં સારો તાલમેલ જાળવવા માટે થોડા પ્રયાસ કરવા પડશે.
કુંભ: ચંદ્ર આજે ધન રાશિમાં છે. તે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આજે આપ નવા કામ હાથ ધરશો. આપ નોકરી ધંધામાં આવકના નવા સ્રોત ઉભા કરશો. આપને આપના સ્ત્રી મિત્રોથી લાભ થઇ શકે. સમાજમાં આપ માન-પાન અને પ્રતિષ્ઠા મેળવી શકશો. પરિવારજનો પાસેથી આપ સંતોષ અને ખુશી મેળવી શકશો. આપને પ્રવાસ કે લગ્નમાં જવાનું થાય તેવી શક્યતા છે. આપને શારીરિક અને માનસિક ખુશી મળશે.
મીન: ચંદ્ર આજે ધન રાશિમાં છે. તે આપની રાશિથી દશમ ભાવમાં છે. આજનો દિવસ આપને સારું ફળ આપશે. આપ કામમાં સફળતા મેળવશો અને ઉચ્ચ અધિકારીઓ તરફથી મળતું પ્રોત્સાહન આપનો ઉત્સાહ વધારશે. વેપારમાં વૃધ્ધિ અને આવકમાં પણ વધારો થશે. ઉઘરાણીના નાણાં મેળવી શકશો. પિતા અને વડીલો તરફથી ફાયદો થશે. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. કુટુંબમાં સુખશાંતિ જળવાશે. પદોન્નતિ મેળવી શકશો. સરકાર તરફથી ફાયદો થશે.