અમદાવાદ : આજે 15 સપ્ટેમ્બર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આજે આપ પરિવારજનો સાથે મળીને ઘરની બાબતો અંગે અગત્યની ચર્ચા વિચારણા કરશો. ઘરની કાયાપલટ કરવા માટે કંઇક નવી ગોઠવણી કરશો. કાર્ય સ્થળે ઉપરી અધિકારીઓ સાથે અગત્યના મુદ્દે વિચાર વિમર્શ થાય. ઓફિસના કામ અર્થે પ્રવાસનું આયોજન શક્ય બને. માતા તથા સ્ત્રી વર્ગ તરફથી લાભ થવાની શક્યતા છે. આપના કોઇ કાર્ય કે પ્રોજેક્ટમાં સરકારની મદદ મળશે. વધુ પડતા કાર્યબોજથી તબિયતમાં અસ્વસ્થતા રહે.
વૃષભ: આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આજનો દિવસ વેપારી વર્ગ માટે સારો જણાઇ રહ્યો છે. તેઓ નવી યોજનાઓ બનાવી શકશે. નવા વ્યવસાયમાં પણ તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે. જેમના મિત્રો વિદેશમાં રહેતા હશે તેમના સમાચાર મળતા આનંદ અનુભવશો. આપે લાંબો પ્રવાસ ખેડવો પડે તેવી શક્યતા છે. આપ કોઇ ધાર્મિક સ્થળે દર્શન માટે જાવ તેવી પણ શક્યતા છે. કામના વધુ પડતા ભારણને કારણે આપ થાક અને કંટાળો અનુભવશો.
મિથુન: આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આપે સ્વભાવની ઉગ્રતાને અંકુશમાં રાખી થોડા રમૂજી બનશો તો અત્યારે તમે સંબંધોમાં વાસ્તવિક ઘનિષ્ઠતાનો અહેસસા કરી શકશો. નકારાત્મક વિચારોથી દૂર રહેવાની સલાહ છે. વધારે ખર્ચ ટાળવો જેથી મહત્વના કાર્યોમાં નાણાંની જરૂર હોય ત્યારે બીજા સામે હાથ લંબાવવાની જરૂર ના પડે. ઘરમાં પરિવારજનો સાથે તેમ જ ઓફિસના લોકો સાથે સૌહાર્દ જાળવવાનો પ્રયાસ કરવો. જે વ્યક્તિ બિમાર હોય તેને કોઇ નવી ઉપચાર પદ્ધતિ કે ઓપરેશન વિશે આજે ન વિચારવું જોઇએ. આપ ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા શાંતિ મેળવી શકશો.
કર્ક: આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આજે આપ સમાજમાં અને વ્યવસાયમાં લાભ મેળવી શકશો. આપ મોજમસ્તી, વસ્ત્રાભૂષણ તેમજ વાહનની ખરીદી કરી શકશો.આપ મનોરંજન, રસની પ્રવૃત્તિઓ તેમજ વિજાતીય વ્યક્તિને મળીને સુખ અનુભવશો. આપનું લગ્ન જીવન ઘણું સુખી રહેશે. ભાગીદારીમાં કરેલા કોઇપણ કાર્યથી લાભ મેળવી શકશો. આપને પ્રવાસ થવાની પણ શક્યતા છે.
સિંહ: આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આપને મનમાં અગાઉની તુલનાએ તોડી ઉદાસીનતા અને અજંપો અનુભવાશે. જોકે સામે પક્ષે, ઘરમાં સુખશાંતિ જળવાઇ રહેશે જેથી તમને થોડી રાહતનો અહેસાસ કરી શકશો. આપની દિનચર્યાનું અગાઉથી આયોજન કરવાની સલાહ છે. મહેનત કરવામાં આપ પાછળ નહીં રહો પણ ઉપરી અધિકારીઓ સાથે વધુ પડતી દલીલબાજીમાં ઉતર્યા વગર તમારા કામથી મતલબ રાખવો.
કન્યા: આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આજે આપને સંતાનો સંબંધિત બાબતોમાં વધુ ધ્યાન આપવું પડશે અને તેમાં તમારો ઘણો સમય વ્યતિત થઈ જશે. અપચન અથવા પેટના દર્દોથી પીડાતા જાતકોએ અત્યારે ભોજનમાં સંયમ રાખવો અને સારવારમાં ધ્યાન આપવું. વિદ્યાર્થીઓને મહેનત વધારવી પડશે. બૌદ્ધિક ચર્ચા તથા વાટાઘાટોમાં ભાગ લેવાનો થાય ત્યારે હઠાગ્રહ છોડવો. પ્રણય પ્રકરણમાં સફળતા મળે, પ્રિયજન સાથે મેળાપ થાય. શેરસટ્ટાથી સાવધાની રાખવી.
તુલા: આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આજે આપ વધુ પડતા લાગણીશીલ હોવાને કારણે આપનું મન ઉચાટ અનુભવશે. માતા સાથે વધુ સમય વિતાવવાની તેમજ તેમને વધુ આદર આપવાની સલાહ છે. પ્રવાસ માટે સમય અનુકૂળ જણાતો નથી. આપે કુટુંબ અને મિલકત કે જમીનને લગતી બાબતોમાં સાવચેત રહેવું જરૂરી છે તેમ જ પાણીથી પણ ચેતવુ પડશે.
વૃશ્ચિક: આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આજના દિવસે આપને કામમાં સફળતા મળશે, કોઇ નાણાંકીય ફાયદો થશે અને ભાગ્યમાં પણ વૃદ્ધિ થઇ શકે છે. આપ નવું કામ પણ શરૂ કરી શકશો. આપને આપના સહોદરો પાસેથી લાગણીની હૂંફ અને સહકાર મળી રહેશે. આપ આપના પ્રતિસ્પર્ધીઓ સામે જીત મેળવી શકશો. આપની મુલાકાત પ્રિયજન સાથે થશે અને મન આનંદ વિભોર બની જશે. ટૂંકો પ્રવાસ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.
ધન: આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. થોડી અજંપાભરી માનસિક સ્થિતિ અને પારિવારિક બાબતોમાં ઘણી વ્યસ્તતાના કારણે આપ આજના દિવસમાં પોતાની જાત માટે ઓછો સમય આપી શકશો. આપના ખર્ચમાં વધારો થઈ શકે છે. આપના કાર્યો વિના અવરોધો પાર પાડવા માટે પૂર્વાયોજન કરવાની સલાહ છે. આજે કોઇ મહત્વના નિર્ણયો ન લો તો વધારે સારું. પરિવારજનો સાથે વાણી અને વર્તનમાં સ્પષ્ટતા અને પારદર્શકતા રાખવાની સલાહ છે. દૂર રહેતા મિત્રો કે સ્વજનો સાથેનો સંપર્ક આપને ફાયદાકારક નિવડશે.
મકર: આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આજે આપનો દિવસ ભક્તિમય રહેશે. આપ પૂજા પાઠમાં સમય પસાર કરશો. આપના દરેક કામ સારી રીતે પુરા થશે. મિત્રો અને સગા વ્હાલાઓ તરફથી આપને ભેટ સૌગાદો મળી શકે છે. આપનું શરીર અને મન આનંદ ઉત્સાહથી ભરપૂર રહેશે. નોકરી વ્યવસાયમાં આપ પ્રગતિ અને સફળતા મેળવી શકશો. લગ્નજીવન સુખી રહેશે. આપે અકસ્માત કે પડવા વાગવાથી સંભાળવું પડશે.
કુંભ: આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આપે આજે કોઇના જામીન ન બનવાની તેમજ કોઇની સાથે પૈસાની લેવડ-દેવડમાં શક્ય હોય ત્યાં સુધી લેખિત નોંધ રાખવી. ખર્ચ અંકુશમાં રાખવો અને નાણાંનું અગાઉથી આયોજન કરવું. તન મનમાં સ્વસ્થતા જાળવવા માટે કામ અને સંબંધો વચ્ચે સંતુલન રાખવાની સલાહ છે. સ્વજનો સાથે સહકાર અને આદરની ભાવના રાખવી. આપ કોઇનું ભલુ કરો ત્યારે તમે પોતે કોઈ પળોજણમાં ફસાઈ ના જાવ તેનું ધ્યાન રાખવાની સલાહ છે.
મીન: આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આજે આપ કોઇ સામાજિક મેળાવડામાં ભાગ લઇ શકશો. મિત્રો અને સ્વજનોને મળીને આપને ખુશી અનુભવાશે. કોઇ રમણીય સ્થળે ફરવા જવાનું થાય. કોઇ સારા સમાચાર મળે. પત્ની અને સંતાનથી પણ ફાયદો થઇ શકે છે. અચાનક આર્થિક ફાયદો થઇ શકે. આજનો દિવસ ખરીદી કરવા માટે શ્રેષ્ઠ છે.