ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોને સંતાનો સાથે વધુ સમય વિતાવવાની સલાહ છે - AAJNU RASHIFAL

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે. વાંચો આજનું રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 14, 2024, 5:00 AM IST

અમદાવાદ : આજે 14 ઓક્ટોબર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર છે. આજનો દિવસ આપ સામાજિક કાર્યો અને મિત્રો સાથેની દોડધામમાં વ્‍યતીત કરશો. આપના મિત્ર વર્તુળમાં નવા મિત્રોનો ઉમેરો થશે, મિત્રો પાછળ ધનખર્ચ થાય. વડીલવર્ગ તરફીથ લાભ થાય અને તેમનો સહકાર મળે. આકસ્મિક ધનલાભ મનની પ્રસન્‍નતા વધારશે. દૂર રહેતા સંતાનોના શુભ સમાચાર જાણવા મળે. પ્રવાસ પર્યટનનું સફળતાપુર્વક આયોજન કરી શકો.

વૃષભ: આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર છે. નોકરી વ્‍યવસાયના સ્‍થળે પદોન્‍નતિના સમાચાર મળે. ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળશે. સરકારી નિર્ણય આપની તરફેણમાં આવતાં લાભ મળે. ગૃહસ્‍થજીવનમાં સુખશાંતિ રહે. નવા કાર્યોનું આયોજન હાથ ધરશો. અધુરાં કાર્યો પૂર્ણ થશે. દાંપત્‍યજીવનમાં મધુરતા રહેશે. તંદુરસ્‍તી જળવાશે. ધન અને માન સન્‍માનની પ્રાપ્તિ થાય. વેપારીઓને ઉઘરાણીના નાણાં સૂલ કરવા માટે અનુકૂળ દિવસ છે.

મિથુન: આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર છે. આજે આપને થોડી પ્રતિકૂળતા અને થોડી અનુકૂળતાનો અનુભવ થશે. ખાસ કરીને તબિયતમાં થોડી બેચેની અને અશક્તિ વર્તાય. જેના કારણે કોઇપણ કામ કરવાનો ઉત્‍સાહ મંદ રહે. જોકે તમે કામના પ્રમાણમાં આરામ પર ધ્યાન આપશો અને કામની વહેંચણી કરવાનું રાખશો તો આ સ્થિતિથી બચી શકો છો. નોકરી ધંધાના સ્‍થળે પણ સાથી કર્મચારીઓ અને ઉપરી અધિકારીઓ પાસેથી વધુ પડતા સહકારની અપેક્ષા રાખવાના બદલે આત્મબળે આગળ વધવાનો આગ્રહ રાખવો. સંતાનો અંગેના કોઈપણ પ્રશ્નો વ્યૂહાત્મક રીતે અને શાંતિ તેમજ ધીરજથી ઉકેલવા પડશે.

કર્ક: આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર છે. આજના દિવસે આપના વિચારોમાં વધુ પડતી નકારાત્‍મકતા ટાળવા માટે મોજશોખ અને આનંદની પ્રવૃત્તિઓમાં ધ્યાન આપવાની સલાહ છે. આમ કરવાથી કામકાજના સ્થળે પણ તમારું પરફોર્મન્સ ઘણું સારું રહેશે. આરોગ્‍ય અંગેની કાળજી લેવાની પણ સલાહ છે. અનૈતિક કામથી દૂર રહેવું જેથી આપની પ્રતિષ્ઠાને કોઈપણ સંજોગોમાં હાનિ પહોંચે નહીં. આજે વાણીમાં વધુ મીઠાશ રાખવી પડશે. કુટુંબીજનો સાથે તણાવ ટાળવા માટે તેમની લાગણી અને જરૂરિયાતો સમજવી. નાણાંભીડ ટાળવા માટે પણ પૂર્વાયોજન કરવાની સલાહ છે. આ સમયે આધ્‍યાત્મિકતાનો સહારો લઈ શકો છો.

સિંહ: આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર છે. આજના દિવસે આપ મનોરંજન તેમજ હરવાફરવામાં સમય પસાર કરશો. એમ છતાં સાંસારિક બાબતો વિશે આપનું વલણ થોડું ઉદાસીન રહેશે. જીવનસાથીનું આરોગ્‍ય બગડે તેવી સંભાવના છે. વિજાતીય પાત્રો સાથેની મુલાકાત બહુ આનંદદાયક ન રહે. વેપારીઓએ ભાગીદારો સાથે ધીરજથી કામ લેવું પડે. જાહેરજીવન તથા સામાજિક જીવનમાં ઓછી સફળતા મળે.

કન્યા: આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર છે. પરિવારમાં આનંદ ઉત્‍સાહનું વાતવારણ પ્રવર્તતું હોવાથી આપનું મન પણ પ્રસન્‍ન રહેશે. આરોગ્‍ય જળવાય. બીમાર વ્‍યક્તિની તબિયતમાં સુધારો થતાં રાહત અનુભવે. કાર્યમાં સફળતા અને યશ મળે. ઓફિસમાં સહકર્મચારીઓ સહાયરૂપ થાય વેપાર ધંધામાં પ્રતિસ્‍પર્ધીઓ અને વિરોધીઓના હાથ હેઠા પડે. મોસાળમાંથી શુભ સમાચાર મળે.

તુલા: આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર છે. આજે આપ આપની કલ્‍પનાશક્તિ અને સર્જનશક્તિને શ્રેષ્‍ઠ રીતે કામે લગાડી શકશો. બૌદ્ધિક પ્રવૃત્તિઓ કે ચર્ચામાં ભાગ લેવાનું આપને ગમશે. સંતાનો તરફથી શુભ સમાચાર મળે અને તેમની પ્રગતિ થાય. સ્‍ત્રી મિત્રોનો સહકાર મળશે. પ્રિયપાત્ર સાથેનું મિલન સુખદ રહેશે. વધુ પડતા વિચારોથી મન વિચલિત બને. એકંદરે શારીરિક માનસિક સ્‍વસ્‍થતાથી આજના તમામ કાર્ય કરશો.

વૃશ્ચિક: આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર છે. આપને આજનો દિવસ શાંતિથી પસાર કરવાની સલાહ આપવામાં આવે છે. શરીરનું આરોગ્‍યની એકાદ ફરિયાદ થઈ શકે તેમ હોવાથી કામની સાથે સાથે ભોજન અને આરામને પણ ધ્યાનમાં રાખજો. માતાની તંદુરસ્તી માટે તમારે તેમની વધુ કાળજી લેવી પડશે. પરિવારના સભ્‍યો સાથે ખટરાગ ટાળવા તેમની જરૂરિયાતો કે ઇચ્છાઓ શક્ય હોય ત્યાં સુધી સંતોષવાનો પ્રયાસ કરજો. સ્‍થાવર મિલકત વાહન વગેરેના દસ્‍તાવેજો કરવામાં કાળજી રાખવાની જરૂર છે. સ્‍ત્રી વર્ગથી નુકસાન ના થાય તે માટે થોડા સચેત રહેવું. જળાશયથી ભય રહે.

ધન: આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર છે. આજે આપને ગૂઢ રહસ્‍યવાદ અને આધ્‍યાત્મિકતાનો રંગ લાગશે. તેથી આ વિષયમાં ઉંડા ઉતરવાનો પ્રયાસ કરશો. નવું કાસ્‍ય શરૂ કરવા કાર્યરત બનશો. આરોગ્‍ય જળવાશે અને આપનું મન પણ પ્રસન્‍ન રહેશે. ટૂંકી મુસાફરી થવાની સંભાવના છે. મિત્રો અને સગાસંબંધીઓ સાથેની મુલાકાત સુખદ રહે. ભાગ્‍ય આપની સાથે રહેશે. વેપાર ધંધામાં પ્રગતિ થાય.

મકર: આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર છે. ન બોલ્‍યામાં નવ ગુણ એ કહેવતની યથાર્થતાને સમજીને આજે આપ વાણી પર સંયમ રાખશો તો ઘણા અનર્થ થતાં અટકી જશે. પરિવારજનો સાથે મનદુ:ખ ન થાય તે માટે આ બાબત જરૂરી છે. વિદ્યાર્થીઓએ અભ્‍યાસમાં વધારે મહેનત કરવી પડે. નકારાત્‍મક વિચારો પર સ્‍વસ્‍થતાથી કાબૂ રાખવાની સલાહ આપવામાં આવે છે. આરોગ્‍ય મધ્‍યમ રહે. જમણી આંખમાં તકલીફ થવાની સંભાવના છે.

કુંભ: આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર છે. શારીરિક, માનસિક અને આર્થિક દરેક રીતે આજનો દિવસ આપના માટે સારો નીવડશે. પરિવારજનો સાથે સુરૂચિપૂર્ણ ભોજનનો આસ્‍વાદ માણશો, મિત્રો સાથે બહાર ફરવા જવાનું આયોજન થાય. તો બીજી તરફ આજે આપની ચિંતન‍શક્તિ અને આધ્‍યાત્મશક્તિ પણ સારી રહે. દાંપત્‍યજીવનની મધુરતા માણી શકો. ભેટ સોગાદો અને ધન પ્રાપ્તિ થાય. પ્રફુલ્‍લતાથી સમગ્ર દિવસ પસાર થાય.

મીન: આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર છે. ટૂંકાગાળાના લાભો લેવાની લાલચ છોડવાની અને મૂડી રોકાણમાં ધ્‍યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. આજે આપના મનની એકાગ્રતા ઓછી રહે. શરીર સ્‍વાસ્‍થ્‍ય બગડે. સંતાનો સાથે વધુ સમય વિતાવવાની સલાહ છે. સ્‍વજનોથી દૂર જવાના પ્રસંગ બને. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. અગત્‍યના દસ્તાવેજો કે કોર્ટ કચેરીની બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે. પૈસાની લેવડદેવડ માટે સમય અનુકૂળ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.