ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોએ બને તેટલો સમય આધ્‍યાત્મિકતામાં પસાર કરવો - Aajnu Rashifal

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2024, 5:01 AM IST

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)

અમદાવાદ : આજે 12 સપ્ટેમ્બર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી નવમ ભાવમાંથી થઇ રહ્યું છે. આપનો આજનો દિવસ મિશ્ર ફળ આપનાર હશે. આજે આપ તબિયતમાં થોડી અસ્‍વસ્‍થતા અને બેચેની અનુભવી શકો છો માટે સ્વાસ્થ્યપ્રદ ખોરાક, પુરતી ઊંઘ અને નિયમિત જીવનશૈલીના આગ્રહી બનજો. ગુસ્‍સાનું પ્રમાણ વધારે રહેતું હોય તો અત્યારે સંભાળજો જેથી સંબંધોમાં તણાવ ટાળી શકાય. જો કે, વ્યાપક રીતે જોવામાં આવે તો આજે આપનું વલણ ન્‍યાય ભરેલું રહે. નિર્ધારિત કાર્ય કરવા તરફ પ્રેરાઇ શકો. ધા‍ર્મિક પ્રવાસનું આયોજન થઇ શકે છે. આજે આપ જે પ્રયત્‍નો કરો છો તે ખોટી દિશામાં થતાં હોય તેવું બને.

વૃષભ: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી અષ્ટમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજના દિવસે સાવચેતીપૂર્વક ચાલવાની આપને સલાહ આપવામાં આવે છે. આજે કોઇપણ પ્રકારના નવા કાર્યની શરૂઆત ન કરો તો વધુ સારું છે. આજે આપની તબિયતની વધુ કાળજી લેવી પડશે. ખાવાપીવામાં વિશેષ કાળજી રાખશો તો ઘણી સમસ્યાઓ આવતા પહેલાં જ નિવારી શકશો. શક્ય હોય એટલો વધુ પૌષ્ટિક આહાર લેવો. ઓફિસ કે વ્‍યવસાયમાં વધારે પડતા કાર્યબોજના પ્રમાણમાં પુરતી ઊંઘને મહત્વ આપવું. મુસાફરીમાં બહુ મોટો લાભ થવાની શક્યતા ઓછી હોવાથી ટાળી શકો છો. બને તેટલો સમય આધ્‍યાત્મિકતામાં પસાર કરવો.

મિથુન: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી સપ્તમ ભાવમાંથી થઇ રહ્યું છે. આપનો આજનો દિવસ મોજશોખ અને ભોગવિલાસમાં પસાર થાય. વિજાતીય વ્‍યક્તિઓ સાથે મુલાકાત થાય. મિત્રો અને‍ પ્રિયપાત્ર સાથે મનોરંજક યાત્રાપ્રવાસ કે પર્યટન થાય. વાહનસુખ મળે નવા વસ્‍ત્રોની ખરીદી થાય તેમજ નવાં વસ્‍ત્ર પરિધાન માટેના પ્રસંગો બને. પ્રણય અને પરિણામ માટે શુભ દિવસ છે. મિષ્ટાન્‍ન સહિતનું ઉત્તમ સુરૂચિ ભોજન પ્રાપ્‍ત થાય. તંદુરસ્‍તી સારી રહે. જાહેર સન્‍માન અને ખ્‍યાતિ મળે. આજે ઉત્તમ દાંપત્યસુખની પ્રાપ્તિ થાય.

કર્ક: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ષષ્ટમ ભાવમાંથી થઇ રહ્યું છે. આપનો આજનો દિવસ સારી રીતે પસાર થશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. સુખદાયક બનાવો બને. આપ જે કોઇ કાર્ય કરો તેમાં યશની પ્રાપ્તિ થાય. આરોગ્‍ય સારું રહે તેથી ઘરમાં સુખ અને આનંદદાયક રીતે પરિવારજનો સાથે આરામથી સમય પસાર કરો. નોકરિયાત વર્ગને નોકરીમાં લાભ થાય. હાથ નીચેના માણસો અને નોકરિયાત વર્ગથી ફાયદો થશે. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાતથી મન પ્રસન્‍ન રહેશે. શત્રુઓ પર વિજય મેળવી શકશો.

સિંહ: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પંચમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપનો દિવસ આનંદથી પસાર થાય. આજે આપ વધારે પડતા કલ્‍પનાશીલ બનશો. મૌલિક સાહિત્‍ય સર્જન કે કાવ્‍ય લખવાની પ્રેરણા થાય. પ્રિયજન સાથે રોમાંચકારી મુલાકાતનો પ્રસંગ બને અને ‍ આપને એ મુલાકાત હર્ષ‍િત કરે. સંતાનોની પ્રગતિના સમાચાર મળે. વિદ્યાર્થીઓને અભ્‍યાસ કરવા માટે ખૂબ સારો સમય છે. મિત્રવર્તુળ સાથે મિલન- મુલાકાત સંભવિત બને. સ્‍ત્રી મિત્રોથી લાભ થાય. આજે આપને હાથે કોઇ પરોપકારનું કાર્ય થાય.

કન્યા: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ચતુર્થ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપના માટે સમય સંપૂર્ણપણે અનુકૂળ નથી. શરીર અને મનની સ્‍વસ્‍થતા ઓછી હોય તેવું લાગ્યા કરશે. મનમાં કારણ વગરની ચિંતા અને ઉપાધિઓના વાદળો ઘેરાયેલા રહેવાની પણ સંભાવના છે. આજે તાજગી અને સ્‍ફૂર્તિ ઓછી રહેવાથી કામકાજમાં મન ઓછુ લાગે. સ્‍વજનો સાથે વર્તનન સૌમ્ય રાખવું. માતાની તબિયતની વધુ કાળજી લેવાની સલાહ છે. જમીન મકાનના દસ્‍તાવેજો સંભાળીને કરવા. સ્‍ત્રી અથવા પાણીથી સાચવવું પડશે. જાહેરમાં અપમાનિત થવાય તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવું.

તુલા: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી તૃતીય ભાવમાંથી થઇ રહ્યું છે. આપનો આજનો દિવસ શુભફળદાયી હોવાનું જણાઈ રહ્યું છે. ભાઇભાંડુઓ સાથે સુમેળભર્યા સંબંધો રહે તેમજ તેમની સાથે બેસીને ઘરના પ્રશ્નોની ચર્ચા કરો. નાનકડા ધાર્મિક પ્રવાસનું સફળ આયોજન થાય. ધનલાભના યોગ છે. વિદેશથી સારા સમાચાર આવે. વહેવાર પ્રસંગે પણ બહારગામ જવાનું આયોજન થાય. નવા કાર્યોના આરંભ માટે શુભ દિવસ છે. તન અને મનનું આરોગ્‍ય જળવાશે. રોકાણકારો માટે સારો દિવસ છે. આજનો દિવસ ભાગ્‍યવૃદ્ધિનો છે.

વૃશ્ચિક: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વિતિય ભાવમાંથી થઇ રહ્યું છે. આજે સામાન્‍ય લાભનો દિવસ છે. બિનજરૂરી ખર્ચ પર લગામ રાખવી. પારિવારિક કલહ કલેશને અવકાશ ન મળે તેનું ધ્યાન રાખવું. કુટુંબીજનો સાથે ગેરસમજ ટાળવી. શારીરિક તકલીફ હોય તો આજે કામનું ભારણ લેવાના બદલે આરામ કરવાની સલાહ છે. નકારાત્‍મક માનસિક વલણ ટાળવું. અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું. વિદ્યાપ્રાપ્તિમાં વિદ્યાર્થીઓને મહેનત વધારવાની સલાહ છે.

ધન: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પ્રથમ ભાવમાંથી થઇ રહ્યું છે. લગ્ન અને સંતાન તેમ જ સુખ, સ્વાસ્થ્ય અને વિદ્યાભ્યાસમાં સફળતા માટે સમય ઘણો અનુકૂળ છે. દરિયાપાર વેપાર ધંધાથી લાભ થઇ શકે છે. આપ ધાર્મિક અને શુભ કાર્યો કરી શકશો. સંબંધીઓ અને મિત્રોને મળીને આપ ખુશ થશો. નાણાંકીય લાભ થઇ શકશે. જીવનસાથી સાથે મળીને આનંદની પળો માણી શકશો. સમાજમાં આપના માન-પાન વધે. આપ સારું ભોજન માણશો અને આપનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે

મકર: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વાદશ ભાવમાંથી થઇ રહ્યું છે. આપને સ્વાસ્થ્યને લગતી ફરીયાદ રહેતી હોય તેવા જાતકોએ આજે થોડુ સાચવવું પડશે. માનસિક અજંપો ટાળવા માટે તમે પરિવાર સાથે વધુ સમય વિતાવો અથવા એકાંતમાં રહેવાનું પસંદ હોય તો તેમ કરી શકો છો. વ્યવસાયમાં સરકારની દખલગીરી ટાળવા માટે કાયદા વિરોધી કાર્યોથી દૂર રહેવું. ધર્મ અને સમાજને લગતા કાર્યો પાછળ નાણાંનો ખર્ચ થઇ શકે. ધાર્મિક અને આધ્યાત્મિક બાબતો તરફ આપનો ઝોક વધશે. સંતાનોના કાર્યોમાં વધુ વ્યસ્ત ધ્યાન આપવાની સલાહ છે. આપે અકસ્માતથી ખાસ સાચવવુ પડે.

કુંભ: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી એકાદશ ભાવમાંથી થઇ રહ્યું છે. આજનો દિવસ શુભ માંગલિક કાર્યો માટે સારો છે. અપરીણિતોના લગ્નના યોગ છે.સંતાન અને પત્ની તરફથી સારા સમાચાર મળશે. પારિવારિક અને દાંપત્યજીવનમાં આપ આનંદ અને સંતોષ મેળવી શકશો. મિત્રો અને વડીલો તેમ જ નોકરી ધંધામાં ઘણાં લાભ મેળવી શકશો. આપની આવકમાં વધારો થશે.

મીન: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દશમ ભાવમાંથી થઇ રહ્યું છે. આપનું દરેક કામ સરળતા અને સફળતાથી પાર પડશે. વ્યવસાયમાં પદોન્નતિ કે વૃદ્ધિ થઇ શકે. વેપારમાં આપના નાણાં છૂટા થશે. પિતા તેમ જ વડીલો તરફથી ફાયદો થઇ શકે. આપ આર્થિક અને પારિવારિક સુખ મેળવી શકશો. આપ સરકારી બાબતોમાં પણ લાભ મેળવી શકશો. સમાજમાં પ્રતિષ્ઠા વધશે અને પરિવારમાં સુખ શાંતિ જળવાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.