ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોને કોઈની સાથે મનદુઃખ હોય તો શાંતિથી ચર્ચા કરીને તેનો ઉકેલ લાવવાની સલાહ છે

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે. વાંચો આજનું રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

અમદાવાદ : આજે 8 નવેમ્બર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્ર આજે મકર રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર દશમ ભાવમાં ભ્રમણ કરશે. આપના કોઇ કાર્ય કે પ્રોજેક્ટને સરકાર તરફથી ફાયદો થઇ શકે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બાબતો પર ચર્ચા થઇ શકે છે. ઓફિસના કામથી પ્રવાસ થઇ શકે. આપ વધારે પડતા કામમાં વ્યસ્ત રહેશો. કૌટુંબિક બાબતોમાં રસ લઇને પરિવારજનો સાથે ચર્ચા વિચારણા કરશો. ઘરના સુશોભન માટે વિચારશો. માતા સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે.

વૃષભ: ચંદ્ર આજે મકર રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર નવમ ભાવમાં ભ્રમણ કરશે. વિદેશ જવા માંગતા હોય તેમના માટે વધુ તકો ઉભી થશે. વિદેશમાં વસતા મિત્રો અને સગા-સંબંધીઓ પાસેથી સારા સમાચાર મેળવી શકશો. વેપાર-ધંધામાં પણ આર્થિક લાભ થઇ શકશે. આપ નવા કાર્યો અને નવા આયોજનો હાથ ધરો તેવી શક્યતા છે. આપ લાંબો પ્રવાસ કરો તેવા યોગ જણાઇ રહ્યા છે. કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત લેશો. આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થઇ શકશે. આપના સંતાનોની પણ પ્રગતિ થઇ શકશે. આપે આપના આરોગ્યની સંભાળ રાખવી પડશે.

મિથુન: ચંદ્ર આજે મકર રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર અષ્ટમ ભાવમાં ભ્રમણ કરશે. સ્વભાવની આક્રમકતાને કારણે આપ પોતાનું નુકસાન કરી બેસો તેવી શક્યતા છે માટે આજે કોઈપણ સ્થિતિમાં ગુસ્સાને અંકુશમાં રાખવો. સ્વાસ્થ્ય સારું ન હોય તેમણે કોઇ નવી સારવાર પદ્ધતિ હમણાં ન અપનાવવી અથવા ઓપરેશન ટાળવું. આજે જાહેર જીવનમાં વધુ પડતું માન-સન્માન કે યશ મળવાની આશા રાખવી નહીં, તેના બદલે તમે પોતાની જીંદગીમાં મસ્ત રહેશો તો વધુ આનંદમાં રહી શકશો. કોઈની સાથે મનદુઃખ હોય તો શાંતિથી ચર્ચા કરીને તેનો ઉકેલ લાવવાની સલાહ છે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે માટે આર્થિક બાબતે અગાઉથી આયોજન કરવું. આ પરિસ્થિતિમાં ભગવાનના નામ સ્મરણથી આપના મનને શાંતિ મળશે.

કર્ક: ચંદ્ર આજે મકર રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર સપ્તમ ભાવમાં ભ્રમણ કરશે. પ્રેમ અને લાગણીથી ઋજુ થયેલું આપનું મન આજે કોઈ વિજાતીય પાત્ર તરફ આકર્ષિત થશે. મનોરંજન અને મોજશોખમાં આપનો દિવસ પસાર થાય.આ માટે નવી વસ્તુઓની ખરીદી, નવા પરિધાન, ઘરેણાં અને વાહનની ખરીદી પણ થઇ શકશે. વેપાર ધંધામાં ભાગીદારીથી લાભ થશે. દાંપત્યજીવનમાં ખુશાલી વ્યાપશે.વિદેશમાં વેપારથી લાભ થઇ શકશે. ભાગીદારી પણ ફાયદાકારક નીવડે. પ્રેમીજનો પ્રણયમાં સફળતા મેળવી શકશે.

સિંહ: ચંદ્ર આજે મકર રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર ષષ્ટમ ભાવમાં ભ્રમણ કરશે. રોજબરોજના કામકાજ પૂરા થવામાં થોડો સમય લાગશે પરંતુ જો વધુ મહેનતે કરશો તો ધારણા અનુસાર ફળ મળી શકશે. નોકરીના સ્થળે વધુ કામની તૈયારી રાખવી પડશે. નવી જવાબદારી મળી શકે છે. સહકર્મીઓના ભરોસે બેસવું નહીં. મોસાળમાંથી કોઈક સમાચાર આવી શકે છે. વિરોધીઓના વિરોધનો સામનો કરવાની તૈયારી રાખવી. ઉપરી અધિકારીઓ સાથે સંઘર્ષમાં ન ઉતરવાની સલાહ છે.

કન્યા: ચંદ્ર આજે મકર રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર પંચમ ભાવમાં ભ્રમણ કરશે. આજે આપને ચિંતા અને અજંપો દૂર કરવા માટે આપ્તજનો સાથે વધુ સમય વિતાવવાની અને મનપસંદ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની સલાહ છે. પેટને લગતી તકલીફો હોય તેમણે આજે ભોજનની અતિશયોક્તિ ટાળવી. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત રાખવા માટે વધુ પ્રયાસ કરવો પડે. મેડિટેશનનો સહારો લઈ શકો છો. બૌદ્ધિક ચર્ચાઓ અને વિચારણામાં હઠાગ્રહ છોડવો. પ્રિયજન સાથે મિલન-મુલાકાત થશે. આપ વિજાતીય પાત્ર તરફ આકર્ષણ અનુભવશો. શેરસટ્ટાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવે છે.

તુલા: ચંદ્ર આજે મકર રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર ચતુર્થ ભાવમાં ભ્રમણ કરશે. આજે આપે વિરોધીઓ અને હિતશત્રુઓથી સાવધાન રહેવું પડશે. સતત વિચારોને કારણે આપની માનસિક સ્થિતિ ડામાડોળ હશે. સ્ત્રીવર્ગને લગતી ચિંતાઓ રહ્યા કરે. આજે મુસાફરી ટાળવી હિતાવહ છે. ભોજન સમયસર લેવાની સલાહ છે. વારસાગત મિલકત વિશે સાવધાનીપૂર્વક આગળ વધવું જોઇએ.

વૃશ્ચિક: ચંદ્ર આજે મકર રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર તૃતીય ભાવમાં ભ્રમણ કરશે. આપ કામમાં સફળતા મેળવશો, નાણાંકીય લાભ અને ભાગ્યવૃદ્ધિ થવાની શક્યતાઓ પણ રહેલી છે. સહોદરો સાથે પારિવારિક બાબતો પર ચર્ચા કરશો અનેં ઘર અંગે યોજનાઓ બનાવી શકશો. શારીરિક માનસિક સ્ફૂર્તિ અને આનંદનો અનુભવ થશે. આધ્યાત્મિક બાબતો અને ગૂઢ વિદ્યાઓમાં આપ રસ કેળવશો, નજીકનો પ્રવાસ થવાની પણ શક્યતા છે.

ધન: ચંદ્ર આજે મકર રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર દ્વિતિય ભાવમાં ભ્રમણ કરશે. પરિવારજનો સાથે કોઇ મતભેદ થયા હોય તો તેનું સમાધાન કરી લેવાની સલાહ છે.ખોટા નાણાંકીય ખર્ચ ન કરવા જોઇએ. મનમાં દ્વિધા રહેવાને કારણે અગત્યના નિર્ણયો લેવામાં તકલીફ પડશે. ધારેલા કામમાં સફળતા મેળવવા માટે થોડી મહેનત વધારવી પડશે. સંદેશાવ્યવહારથી આપને લાભ થઇ શકે છે.

મકર: ચંદ્ર આજે મકર રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર પ્રથમ ભાવમાં ભ્રમણ કરશે. આજના દિવસની શરૂઆત ભગવાનની ભક્તિ અને નામ સ્મરણ દ્વારા કરી શકશો. પરિવારનું વાતાવરણ ઘણું સારું રહેશે. મિત્રો અને સ્નેહીઓ તરફથી ભેટ સોગાદો મળતા ખુશી અનુભવશો. આપનું કામકાજ સરળતાથી પૂરૂં થશે. નોકરી કે વેપારમાં લાભ મેળવી શકશો. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે.પડવા વાગવાથી સંભાળવાની સલાહ આપવામાં આવે છે.

કુંભ: ચંદ્ર આજે મકર રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર દ્વાદશ ભાવમાં ભ્રમણ કરશે. નાણાંની આપ-લે તેમજ જામીનગીરીને લગતા કામકાજોમાં કોઈના પર આંધળો વિશ્વાસ ના કરતા. આપના મનમાં એકાગ્રતા ઓછી રહેશે જેથી શક્ય હોય ત્યાં સુધી અતિ મહત્વના કાર્યો ટાળવા અથવા જરૂર પડ્યે અન્યોની મદદ લેવી. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવાની સલાહ છે. ખોટી જગ્યાએ મૂડી રોકાણ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. પરિવારજનો સાથે વાતચીત અને વ્યવહારમાં પારદર્શકતા રાખવી. અકસ્માતથી બચવા માટે બિનજરૂરી ઉતાવળ અને કારણ વગરની દોડધામ ટાળવાની સલાહ છે.

મીન: ચંદ્ર આજે મકર રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર એકાદશ ભાવમાં ભ્રમણ કરશે. આપ સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકશો. સમાજને લગતી પ્રવૃત્તિઓમાં આપ ભાગ લેશો. આપને મિત્રો અને વડીલો પાસેથી સારી મદદ મળશે. આપનું મિત્રમંડળ બહોળું બનશે. નોકરી કે વ્યવસાયમાં આપની આવક વધશે. આપને પત્ની અને સંતાન તરફથી ફાયદો થાય. કોઇ શુભ પ્રસંગ યોજાઇ શકે. લગ્નનો યોગ પણ સારો છે. આપ પ્રવાસની યોજના બનાવો તેવી પણ શક્યતા જણાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.