અમદાવાદ : આજે 03 ઓક્ટોબર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: આજે ચંદ્ર કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આર્થિક અને વ્યવસાયિક દૃષ્ટિએ આજનો દિવસ ઘણો સારો રહેશે. આપ નાણાંકીય લાભ મેળવી શકશો. આપ વધુ લાંબા સમય માટે આર્થિક આયોજન પણ કરી શકશો. આપ શારિરીક અને માનસિક સ્વસ્થતા મેળવી શકશો. મિત્રો અને પરિવારજનો સાથે ખુશીમાં સમય પસાર થશે. લોકો સાથે આપનો સંપર્ક વધશે. વેપારીઓ તેમના વેપારમાં વધારો કરશે અને તે માટેનુ આયોજન કરશે. આપ પરોપકારી પ્રવૃત્તિઓ કરી શકશો.
વૃષભ: આજે ચંદ્ર કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. વિચારોની વિશાળતા અને વાણીમાં મધુરતાથી આપ અન્યને પ્રભાવિત કરીને લાભ મેળવી શકશો તથા અન્યો સાથેના આપના સંબંધોને સુમેળભર્યા બનાવી શકશો. આપ પ્રવચન, મીટિંગ કે ચર્ચામાં સફળતા મેળવી શકો. આપે કરેલી મહેનતનું અપેક્ષા મુજબ પરિણામ ન મળે છતાં આપ ચીવટપૂર્વક કામમાં આગળ વધી શકો. આજે સ્ત્રીવર્ગ પાછળ ખર્ચ થાય. પાચનતંત્રની તકલીફ થવાની શક્યતા છે તેથી બહારનું ખાવાનું ટાળવું. વાંચનલેખનમાં અભિરૂચિ વધશે.
મિથુન: આજે ચંદ્ર કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આજે આપને વૈચારિક સ્થિરતા રાખવાની ખાસ સલાહ છે કારણ કે તમારા મનમાં એક સાથે સંખ્યાબંધ વિચારો ચાલતા હોવાથી કોઈપણ બાબતે નિર્ણય લેવામાં પાછા પડો તેવી શક્યતા છે. વધારે પડતી સંવેદનશીલતા મનને આળું બનાવી શકે છે. માતા કે સ્ત્રીવર્ગ પ્રત્યે વધુ સંવેદનશીલતા અનુભવાય. બૌદ્ધિ ચર્ચાઓનો પ્રસંગ બને. વાદવિવાદ ટાળવો. કૌટુંબિક કે જમીનજાયદાદ અંગેની ચર્ચા આજે ન કરવાની સલાહ આપવામાં આવે છે. સ્વજનો કે સ્નેહીઓ સાથે મનદુ:ખ થાય. સ્વસ્થ નિદ્રાનો અભાવ રહે. આજે પ્રવાસ ન કરવો.
કર્ક: આજે ચંદ્ર કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આજનો દિવસ નવા કામની શરૂઆત કે સફળતા માટે સારો રહેશે. મિત્રો અને સ્વજનોને મળીને આપ ખુશી અનુભવશો. ટૂંકી મુસાફરી થઇ શકે. સહોદરો સાથેનો સંબંધ સારો રહેશે. પ્રિયજન સાથેની નિકટતા માણીને આપને આનંદ અનુભવાશે. નાણાંકીય લાભ થાય કે સમાજમાં આદર મળે. આપના વિરોધીઓ આપની સામે ફાવી શકશે નહીં. આજે કોઇની સાથે લાગણીથી જોડાશો નહીં.
સિંહ: આજે ચંદ્ર કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આપના દૂર રહેતા મિત્રો અને સ્નેહીઓ સાથેની વાતચીત લાભપ્રદ રહેશે. કુટુંબમાં સુખશાંતિનું વાતાવરણ જળવાઇ રહેશે. સ્વાદિષ્ટ ભોજનથી તૃપ્તિ મેળવી શકશો. વાણી દ્વારા કોઇનું મન જીતી શકશો. આપને ધારણા પ્રમાણે કામમાં સફળતા મેળવવા માટે થોડી મહેનત પણ વધારવી પડશે. માત્ર ભાગ્યના ભરોસે રહેવું નહીં. વધુ પડતી યોજના અને વિચારો આપની માનસિક મુંઝવણમાં વધારો કરશે. આપને સ્ત્રી મિત્રોથી મદદ મળી રહેશે.
કન્યા: આજે ચંદ્ર કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આપના સમૃદ્ધ વિચારો અને આકર્ષક વાકપટુતાને કારણે આપને લાભ થશે અને સંબંધો વધુ સારા બનાવીને આપ આપનું કામ આગળ વધારી શકશો. આજનો દિવસ વ્યવસાસિક દૃષ્ટિએ લાભ કરાવનારો બની રહેશે. આપનું શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. સ્નેહીજનોને મળવાનું થશે અને ખુશી તેમજ આનંદ મેળવી શકશો. આર્થિક લાભ અને પ્રવાસની શક્યતાઓ પણ વધારે છે.
તુલા: આજે ચંદ્ર કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજના દિવસે તમારે વિચારોમાં સ્થિરતા અને કામકાજમાં ખંત રાખવા પડશે. જો પરિશ્રમથી પાછા પડશો તો લક્ષ્ય અધુરું રહી શકે છે. વાણીની શિથિલતા ઉગ્ર બોલાચાલી કરાવે તેવી શક્યતા છે માટે . સગાં સંબંધીઓ સાથે વ્યવહાર અને સંબંધો સાચવવા માટે તમારે વધુ પ્રયાસ કરવા પડશે. મનોરંજન કે હરવાફરવા પાછળ નાણાં ખર્ચાય. શારીરિક માનસિક વ્યગ્રતા ઓછી કરવા આધ્યાત્મિકતા મદદરૂપ થાય.
વૃશ્ચિક: આજે ચંદ્ર કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આપને આજે ધંધા અને વ્યવસાયમાં લાભ થઇ શકે છે. આપ મિત્રો, સગા અને વડીલો તરફથી લાભ મેળવી શકશો. આપ સમાજમાં લોકો સાથે મિલન-મુલાકાત, પ્રવાસ તેમજ બીજા પ્રસંગોમાં હાજરી આપશો. આપનું શરીર અને મન આનંદથી ભરપૂર રહેશે. આપની આવકના સ્રોતમાં વધારો થશે. કુંવારા હોય તેમને લગ્નનો પ્રસ્તાવ મળવાની શક્યતા છે. આપને લગ્ન જીવનમાં આનંદનો અનુભવ થશે.
ધન: આજે ચંદ્ર કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. નાણાંકીય આયોજનો તેમજ વેપાર ધંધા માટે આજનો દિવસ ઘણો સારો છે. આપનું કામ સરળતાથી પાર પડશે અને આપને સફળતા મળશે. લોકહીતની ભાવનામાં આજે વધારો થશે. આપનો દિવસ ખુશીમાં પસાર થશે. નોકરી અને વ્યવસાયમાં આપને પદોન્નતિ અને માનપાન મળશે. આપના પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.
મકર: આજે ચંદ્ર કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ મિશ્ર ફળ આપનારો બની રહેશે. આપ આપના વ્યવસાયમાં તેમજ કાર્યોમાં નવા વિચારો અમલમાં મુકશો. આપની સર્જનશીલતા આપ લેખન અને સાહિત્યની પ્રવૃત્તિઓ દ્વારા બહાર લાવશો. છતાં આપને માનસિક અસ્વસ્થતાનો અનુભવ થશે. આપને શરીરમાં સ્ફૂર્તિનો અભાવ વર્તાશે. સંતાનોની ચિંતા રહ્યા કરે. ઓફિસમાં ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા કે દલીલમાં ન પડો તે હિતાવહ છે.
કુંભ: આજે ચંદ્ર કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આપના મનમાં નકારાત્મક વિચારોને કારણે નિરાશા ઉત્પન્ન થઇ શકે માટે આજના દિવસમાં ખાસ તો વિચારોમાંથી નકારાત્મકતા દૂર કરવી અને શક્ય હોય તો સર્જનશીલતા લાવવી. ગુસ્સો ગળી જઈને વાણી અને વર્તનમાં જેટલી મીઠાશ રાખશો એટલા સંબંધો વધુ ખીલી ઉડશે. સ્વાસ્થ્યની થોડી કાળજી લેવાની સલાહ છે. અકસ્માત ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. ભગવાનને યાદ કરવાથી તેમ જ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા આપના મનને શાંતિ મળશે.
મીન: આજે ચંદ્ર કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આજે વેપારીઓ માટે ખૂબ ઉજળી તકો જુએ છે. વ્યવસાયમાં ભાગીદારી કરવા માટે પણ શુભ સમય છે. સાહિત્ય સર્જકો, કલાકારો અને કસબીઓ પોતાની સર્જનાત્મકતા નિખારી શકશે, અને કદર પામશે. પાર્ટી પિકનિકના માહોલમાં મનોરંજન માણી શકશો. દાંપત્યજીવનનો ભરપૂર આનંદ માણી શકશો. નવા વસ્ત્રો આભૂષણો કે વાહનની ખરીદી થાય.