અમદાવાદ : આજે 02 ઓગષ્ટ 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: આજે મિથુન રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર છે. મનની ચંચળતાના કારણે આજે મહત્વના નિર્ણયો લેવામાં થોડી મુશ્કેલી વર્તાશે, પરિણામે અગત્યના કાર્યો પાર પાડવામાં વિલંબ થાય. આવી સ્થિતિમાં જરૂર જણાય ત્યાં બીજાની મદદ લઈ શકો છો. નોકરી ધંધામાં પ્રતિસ્પર્ધીઓનો મુકાબલો કરવાની તૈયારી રાખવી. નવું કાર્ય કરવાની પ્રેરણા મળે. બૌદ્ધિક કે તાર્કિક વિચાર વિનિમય થાય. કોઇપણ કારણસર નાનકડા પ્રવાસનું આયોજન થાય. સ્ત્રીઓને પોતાની વાણી પર કાબુ રાખવાની સલાહ આપવામાં આવે છે. સાહિત્ય લેખન માટે સારો દિવસ છે.
વૃષભ: આજે મિથુન રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર છે. આજે આપને મનની સ્થિરતા જાળવીને કામ કરવાની સલાહ છે. મનની દ્વિધાના કારણે હાથમાં આવેલી સોનેરી તક સ્વીકારવી કે ઇનકાર કરવો તેનો નિર્ણય લેવામાં ગુંચવાશો માટે શાંતિ અને ધીરજથી પગલું ભરવું. આજે આપે આપના હઠાગ્રહ છોડીને સમાધાનકારી વલણ અપનાવવું પડશે. મુસાફરીનું આયોજન કરી શકશો પરંતુ તેમાં થોડો વિલંબ કે અડચણ આવી શકે છે. એમ છતાં ભાઇ બહેનો વચ્ચે પ્રેમ અને સહકારની ભાવના જળવાઇ રહેશે. કલાકારો, કસબીઓ અને લેખકોને પોતાની પ્રતિભા દર્શાવવાની સારી તક સાંપડશે. તંદુરસ્તી જળવાશે. હરીફોને મ્હાત કરી શકો.
મિથુન: આજે મિથુન રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર છે. આપનો આજનો દિવસ આર્થિક દૃષ્ટિએ લાભદાયી નીવડશે. શારીરિક માનસિક રીતે આપ તાજગી અને પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. સ્વાદિષ્ટ ભોજન, સુંદર વસ્ત્ર પરિધાન અને મિત્રો તથા પરિવારજનોના સંગાથમાં આજનો દિવસ આનંદથી પસાર થાય. તેમના તરફથી ભેટ- ઉપહાર મળે. આર્થિક લાભ થાય. મનમાં ઉદભવતા નકારાત્મક વિચારોને હડસેલી દેવાની સલાહ આપવામાં આવે છે. દાંપત્યજીવનમાં મધુરતા રહે.
કર્ક: આજે મિથુન રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર છે. આજે મર્યાદિત આવકમાં ઘણા ખર્ચની શક્યતા હોવાથી તમારી આર્થિક કુનેહ દર્શાવવાનો દિવસ છે. પરિવારનું વાતાવરણ પણ સારું રહેશે પરંતુ દરેક વચ્ચે સુલેહ જાળવી રાખવા માટે તમારે પ્રયાસો વધારવા પડશે. કુટુંબના સભ્યો સાથે કોઈ બાબતે ચર્ચામાં ઉગ્રતા ટાળવી. મનમાં અનેક પ્રકારના વિચારો એકસાથે આવશે માટે તમારે પોતાની રીતે નક્કી કરવાનું છે કે તમારે કઈ દિશામાં જવું છે. આ માટે તમે શાંતિ અને ધીરજ જાળવો તે આવશ્યક છે. વધુ બોલવાના બદલે વધુ મૌન પર ધ્યાન આપજો. ગેરસમજ અંગે ચોખવટ કરશો તો વાત જલ્દી સમેટાઇ જશે. આરોગ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું.
સિંહ: આજે મિથુન રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર છે. આજે આપને વેપાર ધંધામાં ફાયદો અને આવકમાં વૃદ્ધિ થાય. ઉત્તમ ભોજન પ્રાપ્તિ તથા મિત્રો સાથે સુંદર સ્થળે પ્રવાસ પર્યટનનું આયોજન થાય. સ્ત્રી મિત્રો આજે વિશેષ સહાયરૂપ બનશે. પુત્ર સાથે મેળાપ થાય. વડીલો તેમજ મોટાભાઇનો સાથ સહકાર મળે. શુભ પ્રસંગોનું આયોજન થાય. ઉત્તમ સ્ત્રી સુખની પ્રાપ્તિ થાય. નવી વસ્તુઓની ખરીદી માટે શ્રેષ્ઠ સમય છે.
કન્યા: આજે મિથુન રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર છે. નવા કાર્યો કરવાની મનમાં ઘડેલી યોજના આજે પાર પડશે. વેપારીઓ અને નોકરિયાત વર્ગ બંને માટે આજે લાભકારી દિવસ છે. ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિથી પદોન્નતિ માટેની શક્યતાઓ ઉભી થાય. પિતા તરફથી લાભ થાય તંદુરસ્તી જળવાય. પરિવારમાં આનંદ ઉલ્લાસનું વાતાવરણ રહે. ધંધાર્થે બહારગામ જવાનું થાય. ગૃહસ્થજીવનમાં સંવાદિતા જળવાશે.
તુલા: આજે મિથુન રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર છે. આજે આપ નવા કાર્યની શરૂઆત માટે પ્રયત્નશીલ બનશો. બૌદ્ધિક કાર્યો અને સાહિત્ય લેખનમાં સક્રિય બનશો. કોઇ યાત્રા ધામની મુલાકાત લેવાનો પ્રસંગ સર્જાય. વિદેશ વસતા મિત્ર કે સગાં સંબંધીના સમાચાર મળવાથી આનંદ થાય. નોકરી ધંધાના સ્થળે સહકર્મચારીઓ તરફથી ઓછો સહકાર મળે. સંતાનોના પ્રશ્ન અંગે ચિંતા રહે. ચર્ચા કે વાદવિવાદમાં ન ઉતરવાની સલાહ આપવામાં આવે છે.
વૃશ્ચિક: આજે મિથુન રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર છે. આજે આપની તંદુરસ્તી સાચવવાની સલાહ આપવાામાં આવે છે. ખાસ કરીને શરદી, ખાંસી, દમ અને પેટના દર્દો પરેશાની કરે તેવી શક્યતા છે. શારીરિક સાથે માનસિક સ્વસ્થતા જાળવવા માટે કામની સાથે સાથે મન પ્રફુલ્લિત થાય તેવા કાર્યોમાં ભાગ લેવાની અથવા શોખ સંતોષાય તેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની સલાહ છે. બેશકરણે, ક્રોધને કાબૂમાં રાખશો તો ઘણી સમસ્યાઓ આવતા પહેલા જ ઉકેલાઈ જશે. અનૈતિક કાર્યો, રાજકીય ગુનાઇત કૃત્યો તેમજ સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી અત્યાર જેટલા દૂર રહો આટલા ફાયદામાં રહેશો. શક્ય હોય ત્યાં સુધી ખર્ચનું પ્રમાણ ઘટાડવાનો પ્રયાસ કરવો. જળાશયોથી દૂર રહેવું.
ધન: આજે મિથુન રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર છે. આપનો આજનો દિવસ સુખશાંતિ અને આનંદમાં પસાર થશે. મિત્રો સાથે પાર્ટી, પિકનિક, સુંદર ભોજન અને નવા વસ્ત્ર પરિધાન આજના દિવસની વિશેષતા રહેશે. વિજાતીય પાત્રો તરફ વિશેષ આકર્ષણ અને તેમની સાથેની મુલાકાત રોમાંચક રહેશે. વિચારોમાં આજે ઝડપથી પરિવર્તન આવે ભાગીદારીમાં લાભ, જાહેર જીવનમાં ખ્યાતિ- માનસન્માન મળે. શ્રેષ્ઠ દાંપત્યસુખની પ્રાપ્તિ થાય.
મકર: આજે મિથુન રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર છે. આજે આપને વેપાર ધંધામાં ખૂબ સફળતા મળે પરંતુ કાનૂની આંટીઘૂંટીઓમાં ન ફસાઓ તેનો ખ્યાલ રાખવો. વેપાર ધંધા અંગેનું ભાવિ આયોજન સફળતાપૂર્વક પાર પડે. ઉઘરાણી કે કોઇ સાથે પૈસાની લેવડદેવડ સફળતાપૂર્વક થાય. દેશવિદેશના વ્યવસાય કરનારાઓને ફાયદો થશે. ઘરમાં કુટુંબીજનો સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. ધનલાભના યોગ છે. કાર્યોમાં યશ મળે. હરીફોને પરાજિત કરી શકો.
કુંભ: આજે મિથુન રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર છે. આપ આપની બૌદ્ધિક શક્તિથી લેખનકાર્ય અને સર્જનકાર્ય સારી રીતે પાર પાડી શકશો. આપના વિચારો કોઇ એક વાત પર સ્થિર ન રહેતાં તેમાં ઝડપી પરિવર્તન આવે. સ્ત્રીઓએ વાણી પર કાબૂ રાખવો. યાત્રાપ્રવાસ બને ત્યાં સુઘી ન કરવા. બાળકોના પ્રશ્ન મુંઝવે. નવા કાર્યની શરૂઆત આજે ટાળવી. આકસ્મિક ખર્ચની તૈયારી રાખવી પડશે.
મીન: આજે મિથુન રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર છે. મકાન, વાહન વગેરેના દસ્તાવેજો આજે અત્યંત સંભાળીને કરવા. પરિવારનો માહોલ સુલેહપૂર્ણ રાખવા માટે તમારે તટસ્થ વલણ રાખવું પડશે અને જરૂર પડે ત્યાં સમાધાન પણ કરવું પડશે. માતાના સ્વાસ્થ્યની આજે સંભાળ લેજો. નાણાં અને પ્રતિષ્ઠાની હાનિ પહોંચે તેવા કોઈપણ કાર્યથી દૂર રહેવું આપના માટે બહેતર છે. મહિલાઓ સાથેના વ્યવહારમાં સ્પષ્ટતા અને પારદર્શકતા રાખવી. તાજગી અને સ્ફૂર્તિ વધારવા માટે કસરત અને મેડિટેશન કરી શકો છો. પ્રવાસમાં વિલંબની શક્યતા રહે. પાણીથી સંભાળવું. વધુ પડતી લાગણીશીલતાથી બચવું.