નવી દિલ્હી: દેશના સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર આજે પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠકો પર શાંતિપૂર્ણ અને ન્યાયી પેટાચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચ દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. અનેક કારણોસર પેટાચૂંટણી યોજાઈ રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ઘણા ધારાસભ્યો સાંસદ તરીકે ચૂંટાયા હતા, ત્યારબાદ તેમની વિધાનસભા બેઠકો ખાલી પડી હતી.
#WATCH | Vikravandi bypoll | Tamil Nadu: Mock poll, preparations underway at polling booth number 179. pic.twitter.com/As6IAqObxC
— ANI (@ANI) July 10, 2024
દિગ્ગજો જેમના ભાવિનો થશે ફેંસલો: લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત યોજાઈ રહેલી આ ચૂંટણીમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના પત્ની કમલેશ ઠાકુર સહિત અનેક દિગ્ગજો અને કેટલાક નવા ચહેરાઓ પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
11 વાગ્યા સુધી ક્યાં કેટલું મતદાન નોધાયું
મધ્યપ્રદેશના અમરવાડામાં સવારે 11 વાગ્યા સુધી 37 ટકા મતદાન નોંધાયું હતું
પંજાબમાં સવારે 11 વાગ્યા સુધી 23.04 ટકા ટકા મતદાન નોંધાયું હતું.
બિહારના રૂપૌલી પેટાચૂંટણીમાં સવારે 11 વાગ્યા સુધી 18.48 ટકા મતદાન નોંધાયું હતું.
તમિલનાડુની વિક્રવંડી સીટ પર સવારે 11 વાગ્યા સુધી 28.97% મતદાન નોંધાયું હતું.
ઉતરાખંડની 2 સીટો બદ્રીનાથ 21.20% અને મેંગલોરમાં 26.99% સવારે 11 વાગ્યા સુધી મતદાન નોધાયું
હિમાચલ 3 સીટો પર 11 વાગ્યા સુધી મતદાનની બાબતમાં નાલાગઢ ટોચ પર છે. જ્યાં 34.63% મતદાન થયું છે. હમીરપુરમાં 31.81% અને દેહરામાં 31.61% મતદાન થયું હતું.
પશ્ચિમ બંગાળની 4 સીટ પર 11 વાગ્યા સુધી રાણાઘાટમાં 23.32 ટકા મતદાન, બગદાદમાં 22.63 ટકા મતદાન, રાયગંજમાં 25.98 ટકા મતદાન માણિકતલામાં 21.89 ટકા મતદાન નોધાયું છે.
કઈ બેઠકો પર પેટાચૂંટણી છે:
રાજ્ય બેઠક
પશ્ચિમ બંગાળ: રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, બગદા અને માણિકતલા
ઉત્તરાખંડ: બદ્રીનાથ અને મેંગ્લોર
પંજાબ: જલંધર પશ્ચિમ
હિમાચલ પ્રદેશ: દેહરા, હમીરપુર અને નાલાગઢ
બિહાર: રૂપૌલી
તમિલનાડુ: વિક્રવંડી
મધ્ય પ્રદેશ: અમરવાડા