ETV Bharat / bharat

Asaram Case Updates: રાજસ્થાન હાઈકોર્ટ તરફથી આસારામને ઝટકો, મહારાષ્ટ્રમાં સારવારની અરજી ફગાવી

જાતીય સતામણીના આરોપમાં જેલમાં બંધ આસારામે મહારાષ્ટ્રના પુણેમાં આયુર્વેદિક સારવાર કરાવવાની પરવાનગી માટે અરજી કરી હતી. આ અરજી રાજસ્થાન હાઈકોર્ટે ફગાવી દીધી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Asaram Maharashtra Medical Treatment Rajsthan High Court

રાજસ્થાન હાઈકોર્ટ તરફથી આસારામને ઝટકો
રાજસ્થાન હાઈકોર્ટ તરફથી આસારામને ઝટકો
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 20, 2024, 3:46 PM IST

જોધપુરઃ યૌન શોષણના આરોપમાં સજા કાપી રહેલા આસારામે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી સારવાર માટે અરજીઓ કરી છે. જો કે આસારામને હજુ સુધી ક્યાંયથી વચગાળાની રાહત મળી નથી. બુધવારે રાજસ્થાન હાઈકોર્ટમાં મહારાષ્ટ્ર પોલીસ કમિશનર દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.

સારવાર માટે અરજીઃ આસારામની સારવાર માટે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી ન્યાયાધીશ દિનેશ મહેતા અને ન્યાયાધીશ વિનીત કુમાર માથુરની ડિવિઝન બેંચમાં થઈ હતી. ગત સુનાવણી દરમિયાન આસારામે પોલીસ કસ્ટડીમાં મહારાષ્ટ્રમાં ખપોલીની માધવબાગ મલ્ટિડિસિપ્લિનરી કાર્ડિયાક કેર ક્લિનિક સારવાર માટે વિનંતી કરી હતી.

સુરક્ષા રિપોર્ટ મંગાવાયોઃ આસારામે મહારાષ્ટ્રમાં સારવાર માટે કરેલ અરજી સંદર્ભે મહારાષ્ટ્ર પોલીસ અને જોધપુર પોલીસ કમિશનર પાસેથી સુરક્ષા સંબંધિત રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના પોલીસ કમિશનરે સુરક્ષાના કારણોસર મહારાષ્ટ્રમાં સારવારની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. બુધવારે સુનાવણી દરમિયાન એડિશનલ એડવોકેટ જનરલ અનિલ જોશી દ્વારા મહારાષ્ટ્ર પોલીસનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટને જોતા કોર્ટે આસારામની મહારાષ્ટ્રમાં સારવાર કરાવવાની વિનંતીને ફગાવી દીધી હતી.

આવતીકાલે હજૂ સુનાવણીઃ આ દરમિયાન આસારામના વકીલોએ કહ્યું કે આસારામ આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરાવવા માંગે છે. કોર્ટે જોધપુરની આયુર્વેદિક હોસ્પિટલ કરવડમાં સારવાર કરાવવાનું વિચાર્યું છે અને ત્યાંથી તાત્કાલિક રિપોર્ટ મંગાવ્યો છે. આવી સ્થિતિમાં આવતીકાલે રિપોર્ટ આવ્યા બાદ હાઈકોર્ટમાં અરજીની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે, પરંતુ આસારામની મહારાષ્ટ્ર જવાની આશા પર પાણી ફરી વળ્યું છે. ગત સુનાવણી દરમિયાન આસારામે પોલીસ કસ્ટડીમાં મહારાષ્ટ્રમાં ખપોલીની માધવબાગ મલ્ટિડિસિપ્લિનરી કાર્ડિયાક કેર ક્લિનિક સારવાર માટે વિનંતી કરી હતી.

  1. Asaram Rape Case: આસારામ દુષ્કર્મ કેસ મામલે આસારામ દોષિત જાહેર, આવતીકાલે સંભળાવશે સજા
  2. આશારામ બાપુને જોધપુર એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.