ETV Bharat / bharat

Arvind kejriwal: દિલ્હી આબકારી કૌભાંડ મામલે ઈડીના સમન્સને કેજરીવાલે હાઈકોર્ટ પડકાર્યો, આવતીકાલે સુનાવણી - Delhi Cm arvind kejriwal

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હી આબકારી નીતિમાં કૌભાંડ કેસમાં EDના સમન્સને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. આ કેસની સુનાવણી આવતીકાલે એટલે બુધવારે થશે.

Arvind kejriwal
Arvind kejriwal
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 19, 2024, 9:29 PM IST

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હી એક્સાઇઝ કૌભાંડ કેસમાં ED દ્વારા પાઠવેલા 9 સમન્સને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. કોર્ટ આવતીકાલે એટલે કે 20 માર્ચે કેજરીવાલની આ અરજી પર સુનાવણી કરશે. આપને જણાવી દઈએ કે 16 માર્ચે રાઉઝ એવન્યુ કોર્ટના એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રાએ આ કેસમાં કેજરીવાલને જામીન આપ્યા હતા.

આ પહેલા કેજરીવાલે એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા સમન્સને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. સેશન્સ કોર્ટે કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી અને તેમને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. જે બાદ કેજરીવાલ 16 માર્ચે કોર્ટમાં હાજર થયા હતા.

EDએ કેજરીવાલ વિરુદ્ધ બે ફરિયાદ દાખલ કરી છે. 7 ફેબ્રુઆરીના રોજ રાઉઝ એવન્યુ કોર્ટે EDની પ્રથમ ફરિયાદને ધ્યાનમાં લેતા કેજરીવાલને કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહ દિલ્હી એક્સાઈઝ કૌભાંડ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે. EDએ 4 ઓક્ટોબરે સંજય સિંહની તેમના સત્તાવાર નિવાસસ્થાને પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી.

EDએ 9 માર્ચ 2023ના રોજ આ મામલામાં પૂછપરછ બાદ તિહાડ જેલમાંથી મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. સિસોદિયાની અગાઉ 26 ફેબ્રુઆરી 2023ના રોજ સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રાઉઝ એવન્યુ કોર્ટે સંજય સિંહની જામીન અરજી ફગાવી દીધી છે. હાઇકોર્ટે સંજય સિંહની જામીન અરજી પણ ફગાવી દીધી છે. જે બાદ સંજય સિંહે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટ મનીષ સિસોદિયાની જામીન અરજી પણ ફગાવી ચુકી છે.

  1. CAA hearing in Supreme Court : CAA પર 'સુપ્રીમ' સુનાવણી, 200 થી વધુ અરજી દાખલ થઈ
  2. SC Rejects Satyendra Jain Bail Plea: સત્યેન્દ્ર જૈનને ઝટકો, સુપ્રીમ કોર્ટનો તાત્કાલિક આત્મસમર્પણનો આદેશ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.