ETV Bharat / bharat

અરુણાચલમાં બીજેપીને બીજી વાર સત્તા પર લાવનાર કોણ છે આ પેમા ખાંડુ, જાણો - Arunachal Pradesh Election Result - ARUNACHAL PRADESH ELECTION RESULT

અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી. જ્યાં ભારતીય જાણતા પાર્ટીએ વિજય મેળવ્યો છે. અરુણાચલ બીજેપીનું પ્રતિનિધિત્વ કરી રહેલા પેમા ખાંડું એક ઉમદા રાજકારણી છે. કહેવાય છે કે એમના સુજબૂઝનના કારણે આજે બીજેપીએ અરુણાચલમાં વિજય મેળવ્યો છે. તો કોણ છે આ પેમા ખાંડું, અને કેવી છે તેમની રાજકીય કદારકિર્દી જાણો આ અહેવાલમાં. Arunachal Pradesh Election Result

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 2, 2024, 7:14 PM IST

ઇટાનગર: રમતગમત પ્રેમી અને સંગીત પ્રેમી પેમા ખાંડુ છેલ્લા કેટલાક વર્ષોમાં અરુણાચલ પ્રદેશમાં એક મોટા નેતા તરીકે ઉભરી આવ્યા છે. ખાસ કરીને 2016માં જ્યારે બંધારણીય કટોકટી થઈ હતી એ બાદ, જેમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું પડ્યું. ખાંડુને એક વ્યૂહરચનાકાર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે રાજકીય દાવપેચ દ્વારા, ચીનની સરહદે આવેલા પૂર્વોત્તર રાજ્યમાં ભાજપને પ્રથમ વખત સત્તામાં લાવ્યા હતા. રવિવારે, અરુણાચલ પ્રદેશમાં ભાજપ સતત ત્રીજી વખત સત્તામાં પરત ફર્યું હતું, પાર્ટીએ 60 સભ્યોની વિધાનસભામાં 46 બેઠકો જીતી હતી.

ખાંડુની રાજકીય કદારકિર્દીની શરૂઆત: ખાંડુની રાજકીય સફર એક અંગત દુર્ઘટના વચ્ચે શરૂ થઈ હતી. 2011માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમના પિતા, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દોરજી ખાંડુના અકાળે અવસાનથી તેઓ ચર્ચામાં આવ્યા હતા. જો કે તેઓ 2000ની સાલમાં કોંગ્રેસમાં જોડાયા હતા અને વિવિધ પદો સંભાળ્યા હતા. પરંતુ જ્યાં સુધી તેઓ તેમના પિતાના મતવિસ્તાર મુક્તોમાંથી બિનહરીફ પેટાચૂંટણી જીત્યા ત્યાં સુધી તેમણે સાચા અર્થમાં તેમનો રાજકીય માર્ગ તૈયાર કર્યો ન હતો.

માત્ર 37 વર્ષની ઉંમરના ખાંડુ મુખ્ય પ્રધાન બન્યા: નબામ તુકીની કોંગ્રેસ સરકારમાં પ્રવાસન મંત્રી તરીકે તેમણે સેવા આપી હતી. જો કે, જાન્યુઆરી 2016માં બંધારણીય કટોકટી બાદ તેમનું નેતૃત્વ ઝડપથી વધ્યું જેના કારણે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું. જ્યારે કેન્દ્ર સરકાર હટાવવામાં આવી ત્યારે તેઓ કલિખો પુલની આગેવાની હેઠળની ભાજપ સમર્થિત સરકારમાં મંત્રી બન્યા. જોકે આ સરકાર લાંબો સમય ટકી શકી નહીં. સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપને પગલે, તુકીને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા, જેમણે ટૂંક સમયમાં રાજીનામું પણ આપી દીધું હતું અને આમ માત્ર 37 વર્ષની ઉંમરના ખાંડુ જુલાઈ 2016માં મુખ્ય પ્રધાન બન્યા હતા. ત્યારથી, ખાંડુ અને તેમની સરકારે એક પછી એક બે વાર તેમની પાર્ટી જોડાણ બદલ્યું છે.

એક પછી એક ઊંચા પગલાં સાથે પહોંચ્યા છે અહિયાં: સપ્ટેમ્બર 2016 માં, ખાંડુ કોંગ્રેસમાંથી પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ (PPA) માં જોડાયા અને પછી તે જ વર્ષે ડિસેમ્બરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા. તેમના કાર્યકાળના માત્ર ત્રણ મહિનામાં, શાસક કોંગ્રેસના 43 ધારાસભ્યો ભાજપના સાથી પીપીએમાં જોડાયા હતા. આંતરિક ઝઘડાને કારણે તેમને PPAમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવા છતાં, ખાંડુએ PPAના મોટાભાગના ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઈને, તેમનું સ્થાન સુરક્ષિત કરીને અને ગૃહમાં તેમની બહુમતી સાબિત કરીને લવચીકતા અને અનુકૂલનશીલતા દર્શાવી હતી. 2019માં, ખાંડુ બીજી વખત મુક્તો વિધાનસભા બેઠક પરથી જીત્યા અને કોઈપણ રાજકીય અવરોધ વિના મુખ્ય પ્રધાન બન્યા. માત્ર અટલુ જ નથી પણ રાજનીતિ ઉપરાંત ખાંડુ તેમના સાંસ્કૃતિક યોગદાન માટે જાણીતા છે.

સંગીત અને રમતગમતના શોખીન છે ખાંડું: ખાંડુ, પોતે સંગીતના શોખીન છે, તેઓ સત્તાવાર કાર્યક્રમોમાં કિશોર કુમાર અને મોહમ્મદ રફીના ક્લાસિક ગીતો ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે. સાંસ્કૃતિક વારસાની જાળવણી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા તવાંગ અને પશ્ચિમ કામેંગ જિલ્લામાં ટેલેન્ટ શો દ્વારા પરંપરાગત ગીતોને પ્રોત્સાહિત કરવાના તેમના પ્રયાસોમાં સ્પષ્ટ થાય છે. ખાંડુના સંગીત સાથે સાથે રમતગમતના પણ શોખીન છે, જ્યાં તે સક્રિયપણે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે અને સ્થાનિક રમતવીરોને સમર્થન આપે છે. આ ઉપરાંત તેઓ ફૂટબોલ, ક્રિકેટ, બેડમિન્ટન અને વોલીબોલ સહિતની વિવિધ રમતોમાં પ્રતિભાને પ્રોત્સાહન આપે છે.

ખાંડુંની શૈક્ષણિક લાયકાત: ખાંડુ, હિંદુ કોલેજ, દિલ્હીમાંથી ઇતિહાસ સ્નાતક, મોનપા જાતિના સભ્ય છે, જે મુખ્યત્વે તવાંગ અને પશ્ચિમ કામેંગના ભાગોમાં વસે છે. 19 એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી સાથે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓ માટે, તેમણે ભ્રષ્ટાચાર મુક્ત શાસનના મુદ્દા પર પ્રચાર કર્યો હતો અને પારદર્શિતા અને લોકો-કેન્દ્રિત નીતિઓ પર ભાર મૂક્યો હતો. બૌદ્ધ ધર્મને અનુસરતા 45 વર્ષીય ખાંડુ આ વખતે પણ સરહદી જિલ્લા તવાંગની મુક્તો બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા છે.

  1. CM કેજરીવાલ 21 દિવસ પછી ફરી જેલમાં ગયા, કહ્યું- દેશ બચાવવા માટે જેલમાં જઈ રહ્યો છું... - Arvind Kejriwal Tihar Jail return
  2. જાણો કોણ છે? પ્રેમ સિંહ તમંગ, જેમના કારણે SKMએ સિક્કિમમાં સનસનાટી મચાવી - Sikkim Assembly Election 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.