ETV Bharat / bharat

કાંકેરમાં અમિત શાહનો હુંકાર, છત્તીસગઢ 2 વર્ષમાં નક્સલ મુક્ત થશે - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે કાંકેરમાં ભાજપના ઉમેદવારની તરફેણમાં પ્રચાર કરતા એક રેલી સંબોધી હતી. અમિત શાહે કહ્યું કે, પીએમ મોદીએ દેશમાંથી આતંકવાદને ખતમ કરી દીધો છે. નક્સલવાદ ખતમ થવાના આરે છે. કોંગ્રેસ કહે છે કે દેશના સંસાધન પર લઘુમતીઓનો પ્રથમ અધિકાર છે, પરંતુ અમે કહીએ છીએ કે ગરીબો, આદિવાસીઓ અને દલિતોનો પ્રથમ અધિકાર છે.

કાંકેરમાં અમિત શાહનો હુંકાર
કાંકેરમાં અમિત શાહનો હુંકાર
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 22, 2024, 4:54 PM IST

Updated : Apr 22, 2024, 5:46 PM IST

કાંકેરમાં અમિત શાહનો હુંકાર

છત્તીસગઢ : પહેલા તબક્કાના મતદાન બાદ બીજા તબક્કાની તૈયારી શરૂ થઈ ગઈ છે. છત્તીસગઢમાં 26 એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન છે. જેમાં કાંકેર, મહાસમુંદ અને રાજનાંદગાંવ લોકસભા બેઠકો માટે મતદાન થશે. ત્યારે અમિત શાહે કાંકેર લોકસભાના ઉમેદવાર ભોજરાજ નાગ માટે મોટી ચૂંટણી સભા યોજી હતી. આ દરમિયાન અમિત શાહે બે વર્ષમાં નક્સલવાદને ખતમ કરવાનો દાવો કર્યો અને ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસને પણ ઘેર્યું હતું.

રામના નામથી સભાની શરૂઆત : અમિત શાહે તેમના ભાષણમાં કહ્યું કે, હું સૌ પ્રથમ ભગવાન રામના મોસાળમાં આવ્યો છું. આપણે બધાએ 17 એપ્રિલે આપણા જીવનમાં એક અનોખું દ્રશ્ય જોયું છે. ભગવાન રામે 500 વર્ષ પછી ભવ્ય મંદિરમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો અને સૂર્ય તિલક સાથે જનતાને દર્શન આપ્યા. તમે મોદીજીને બીજી વખત વડાપ્રધાન બનાવ્યા ત્યારે મોદીજીએ કેસ જીત્યો, મંદિર બનાવ્યું અને પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી. કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠા માટેનું આમંત્રણ નકારી કાઢ્યું. તેમને જે કરવું હોય કરવા દો, અમે નથી ડરતા. અમે કાશીનાથ કોરિડોર, કેદારનાથ બદ્રીનાથ અને સોમનાથ મંદિરને સોનાથી બનાવી રહ્યા છીએ.

મોદી પાસે 25 વર્ષનો એજન્ડા : કાંકેરમાં અમિત શાહે કહ્યું કે, મોદીજી પાસે દસ વર્ષનો ટ્રેક રેકોર્ડ અને 25 વર્ષનો એજન્ડા પણ છે. હું રાહુલ ગાંધીને પૂછવા માગું છું કે તમારી પાર્ટીએ ચાર પેઢીઓ સુધી શાસન કર્યું પરંતુ ગરીબો માટે શું કર્યું ? કોંગ્રેસે પાંચ વર્ષમાં ન તો બોનસ આપ્યું, ન તો ડાંગર ખરીદ્યું, ન તો મહતારી વંદન માટે પૈસા આપ્યા, ગરીબોને ઘર નથી આપ્યું, દરેક ગરીબને પાંચ કિલો ચોખા મફત નથી આપ્યા. નરેન્દ્ર મોદીએ 60 કરોડ ગરીબોને 5 લાખ રૂપિયાની મફત સારવાર આપી છે.

છત્તીસગઢ નક્સલમુક્ત થશે : અમિત શાહે નક્સલવાદ પર ગર્જના કરતા કહ્યું કે, કોંગ્રેસની સરકાર દરમિયાન નક્સલવાદને કાબૂમાં લઈ શકાયો નહોતો. પરંતુ હાલમાં ભાજપની નવી સરકારે નક્સલવાદીઓ સામે લડવા માટે નવો પ્લાન તૈયાર કર્યો છે. સીએમ વિષ્ણુદેવ સાંઈ અને ગૃહમંત્રી વિજય શર્માએ સત્તા સંભાળ્યાના ચાર મહિનામાં 90થી વધુ નક્સલવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે. જો કેન્દ્રમાં ત્રીજી વખત મોદીજીની સરકાર આવશે તો છત્તીસગઢમાંથી નક્સલવાદને સંપૂર્ણ રીતે ખતમ કરી દેવામાં આવશે. અમે છત્તીસગઢના નક્સલવાદીઓને કહેવા માંગીએ છીએ કે તમે આત્મસમર્પણ કરો, હજુ પણ સમય છે. જો નક્સલવાદીઓએ આત્મસમર્પણ ન કર્યું, તો ચિંતા ન કરો. આગામી બે વર્ષમાં છત્તીસગઢની ધરતી લાલ આતંકથી મુક્ત થઈ જશે.

છત્તીસગઢ નક્સલમુક્ત થશે

કોંગ્રેસના મેનિફેસ્ટો પર સવાલ : અમિત શાહના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના મેનિફેસ્ટો પર સવાલ ઉઠાવતા કહ્યું કે, કોંગ્રેસની ઘોષણામાં મિલકતના સર્વેની વાત છે. પૂર્વ વડાપ્રધાને કહ્યું હતું કે સંસાધન પર લઘુમતીઓનો પહેલો અધિકાર છે, જ્યારે અમે કહીએ છીએ કે સંસાધન પર પ્રથમ અધિકાર ગરીબ, આદિવાસીઓ અને જરૂરિયાતમંદોનો છે. વર્તમાન સમયમાં ઝારખંડમાં ઈન્ડિયા ગઠબંધનની એક તસવીર સામે આવી હતી, જેમાં ગઠબંધનના નેતાઓ એકબીજાના કપડાં ફાડી રહ્યા હતા અને ખુરશીઓ ફેંકી રહ્યા હતા.

જો તમે મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવશો તો 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોની લોન માફ કરવામાં આવશે, આ મોદીની ગેરંટી છે. હું કાંકેરની ધરતી પરથી જાહેરાત કરું છું. 4 જૂને મોદી સરકારની રચના થતાં જ તમારો પુત્ર મોદી દેશના તમામ વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્યનો ખર્ચ ઉઠાવશે. -- અમિત શાહ (કેન્દ્રીય ગૃહપ્રધાન)

પીએમ મોદીએ આદિવાસીઓનું ધ્યાન રાખ્યું : અમિત શાહે કહ્યું કે, જળ-જંગલ અને જમીનની સાથે સાથે મોદીજીએ સુરક્ષા, સન્માન અને સમાવેશી વિકાસ આપવાનું કામ કર્યું છે. આઝાદી પછી આજ સુધી કોઈ આદિવાસી પુત્ર કે પુત્રી રાષ્ટ્રપતિ નથી બન્યા, પરંતુ મોદીજીએ ઓરિસ્સાની એક આદિવાસી પુત્રીને દેશના રાષ્ટ્રપતિ બનાવ્યા. મોદીએ 210 કરોડના ખર્ચે આદિવાસી મ્યુઝિયમ બનાવ્યું. કોંગ્રેસ સરકારે આદિવાસીઓ માટે 24 હજાર કરોડ રૂપિયા રાખ્યા હતા. પરંતુ નરેન્દ્ર મોદીએ આદિવાસીઓ માટે 1 લાખ 24 હજાર કરોડ રૂપિયા રાખ્યા છે. બસ્તરમાં તેંદુુપત્ર સંગ્રહણની કિંમત આપી, એકલવ્ય શાળા બનાવી, આદિવાસી બાળકોને યોગ્ય શિક્ષણ આપ્યું.

મોદી કી ગેરંટી

કિરણસિંહ દેવે કોંગ્રેસ પર નિશાન સાધ્યું : રેલીની શરૂઆતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ કિરણસિંહ દેવે ગૃહમંત્રી અમિત શાહનું અભિવાદન કર્યું. આ દરમિયાન કિરણસિંહ દેવે કોંગ્રેસ સરકાર પર જોરદાર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસે છેલ્લા પાંચ વર્ષમાં છત્તીસગઢમાં તબાહી મચાવી છે. આ જ કારણ છે કે છેલ્લા પાંચ વર્ષમાં પ્રજા સાથે અન્યાય કરનાર અત્યાચારી કોંગ્રેસ સરકારને જનતાએ સત્તા પરથી હટાવી દીધી. આજે મોદીજીની અનેક કલ્યાણકારી યોજનાની મદદથી સમૃદ્ધિ આવી છે. 10 વર્ષમાં પીએમ મોદી ગરીબ પરિવારો માટે યોજનાઓ લાવ્યા, પરંતુ અત્યાચારી કોંગ્રેસ સરકારે આ યોજનાઓને લોકો સુધી પહોંચતા અટકાવી દીધી. પરંતુ જ્યારે અમારી સરકાર બની ત્યારે ફરી એકવાર રાજ્યના ગરીબોને કલ્યાણકારી યોજનાઓનો લાભ મળવા લાગ્યો.

રાજનાંદગાંવ લોકસભામાં ચૂંટણી પ્રચાર : અગાઉ અમિત શાહે 14મી એપ્રિલના રોજ રાજનાંદગાંવ લોકસભા બેઠક પર પ્રચાર કર્યો હતો. ખૈરાગઢની બેઠકમાં અમિત શાહે હુંકાર કરતા કહ્યું હતું કે, જે રીતે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને ઠાર કર્યા છે તે જ રીતે અમારા જવાનો નક્સલીઓનો સફાયો કરશે. નોંધનીય છે કે, કાંકેરમાં BSF જવાનોએ નક્સલવાદીઓ વિરુદ્ધ એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 25 લાખના ઈનામી નક્સલી સહિત 29 નક્સલવાદીઓ માર્યા ગયા હતા.

  1. યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર નક્સલવાદીઓ સાથે આંતરિક સમજૂતીનો આરોપ લગાવ્યો, કૌભાંડો પર બઘેલને ઘેર્યા
  2. લાલુના બાળકો અંગે નિતીશના નિવેદનનો વિવાદ, તેજસ્વી યાદવે પીએમ મોદીના ભાઈબહેનની સંખ્યા ગણાવી

Last Updated : Apr 22, 2024, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.