ETV Bharat / bharat

અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને ધમકીભર્યો કોલ આવ્યો, પોલીસે તપાસ હાથ ધરી - Threatening call - THREATENING CALL

અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમને બપોરના સમયે અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો છે, જેને લઈ પોલીસે દોડતી થઈ છે.

અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને ધમકીભર્યો કોલ આવ્યો
અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને ધમકીભર્યો કોલ આવ્યો (Etv Bharat Gujarat)
author img

By Yogaiyappan A

Published : Aug 14, 2024, 5:19 PM IST

અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને ધમકીભર્યો કોલ આવ્યો (Etv Bharat Gujarat)

અમદાવાદ: શહેર પોલીસ કંટ્રોલ રૂમને બપોરના સમયે અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો છે. જેમાં ધમકી આપવામાં આવે છે કે, આવતીકાલે 15 ઓગસ્ટના રોજ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે જેને લઈ પોલીસે પોલીસ દોડતી થઈ છે, જે નંબર પરથી ફોન આવ્યો તે નંબરને લઈ તપાસ હાથધરવામાં આવી છે, પોલીસે નંબર પરથી ફોન કરનારનું એડ્રેસ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

આવતીકાલે 15 ઓગસ્ટ હોવાથી દેશના તમામ લોકો સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વ્યવસ્ત હશે તો પોલીસ પણ સવારથી ધ્વજવંદન તેમજ અલગ-અલગ કાર્યક્રમોમાં વ્યસ્ત હશે, પોલીસને આવો મેસેજ મળતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ ચિંતામાં મૂકાઈ હતી, ત્યારે પોલીસ આવા બોગસ ફોન કરનાર વ્યકિત સામે કોઈ કાર્યવાહી કરે છે કે નહી તે જોવાનું રહ્યું. અગામી સમયમાં પોલીસ આ વ્યકિતને ઝડપી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ બેસાડે તે જરૂરી બન્યું છે.

ધમકી ભર્યા કોલને લઈ પોલીસ તો દોડતી થઈ સાથે સાથે ઉચ્ચકક્ષાના અધિકારીઓએ પોતાનુ કામ પડતુ મૂકીને આ કામમા લાગી ગયા હતા. 15 ઓગસ્ટના આગળના દિવસે આવે એટલે સ્વાભાવિક છે કે, પોલીસ પણ ચિંતામાં મૂકાઈ જાય, પોલીસ દ્રારા સ્વતંત્રતા દિવસના એક મહિના પહેલા જ શહેરમાં અલગ-અલગ જગ્યાએ ચેકિંગ હાથધરીને કોમ્બિંગ નાઈટો પણ યોજી હતી.

પોલીસના સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે, ટૂંક સમયમાં આરોપીને ઝડપી લેવામાં આવશે અને તેને કાયદાનો પાઠ પણ ભણાવવામાં આવશે. પોલીસની અલગ-અલગ ટીમો આ બાબતે હાલમાં તપાસ કરી રહી છે અને આરોપી સુધી પહોંચવામાં સફળતા પણ મેળવી લેશે.

આ પણ વાંચો:

  1. સુરતના પોલીસકર્મીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, સ્યુસાઇડ નોટમાં લખ્યું કારણ... - Surat policeman committed suicide

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.