હૈદરાબાદ: બેંગલુરુમાં એઆઈ એન્જિનિયર અતુલ સુભાષના મૃત્યુની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખી છે. 34 વર્ષના સુભાષે તેની પત્નીના વ્યવહારથી પરેશાન થઇને મોતને ગળે લગાવ્યું હતું. આત્મહત્યાનું ઘાતક પગલું ભરતા પહેલા તેણે લગભગ 80 મિનિટનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ ઉપરાંત, 24 પાનાની નોટ લખીને, તેણે તેની પત્ની નિકિતા સિંઘાનિયા અને તેના પરિવારને તેના મૃત્યુ માટે જવાબદાર ગણાવ્યા છે.
અતુલ સુભાષ અને તેમના પરિવારને ન્યાય મળે તે માટે લોકો સોશિયલ મીડિયા પર સતત તેમના સમર્થનમાં પોસ્ટ કરી રહ્યા છે અને ઘણા લોકો સરકારી તંત્ર સામે પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યા છે.
#WATCH | Techie dies by suicide in Bengaluru | Mumbai: Lawyer Abha Singh says, " a 34-year-old young techie atul subash committed suicide in bengaluru and he has left behind a suicide note...he has mentioned that 9 police complaints have been registered against him, there are… pic.twitter.com/ZmqdwSxx3j
— ANI (@ANI) December 11, 2024
સુભાષના મૃત્યુની ચર્ચા વચ્ચે ગુજરાતના અમદાવાદમાં અંતિમ પગલું ભરનાર આયેશાનો કિસ્સો પણ સોશિયલ મીડિયા પર લોકો શેર કરી રહ્યા છે. આયેશાએ 25 ફેબ્રુઆરી 2021ના રોજ નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે એક વીડિયો રેકોર્ડ કરીને તેના પતિ આરિફને મોકલ્યો હતો. વીડિયોમાં તેણે તેના પતિ પર દહેજ માટે ઉત્પીડનનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, "હું દુઆ કરું છું કે, આ પ્રેમાળ નદી મને ગળે લગાવી લે."
લોકો આ જૂની ઘટનાને અતુલ સુભાષ કેસ સાથે જોડી રહ્યા છે અને લોકો આયેશાનો આ વીડિયો શેર કરી રહ્યા છે.
#WATCH | | Techie dies by suicide in Bengaluru | Delhi: Barkha Trehan, Men's Rights activist says, " ...atul subhash is not the first man, lakhs of such men have died. 34-year-old atul subhash was compelled, the system has failed. there is a lot of biasedness in the system, only… pic.twitter.com/yIHpOXYcNr
— ANI (@ANI) December 11, 2024
આયેશા અને આરીફ બંને મૂળ રાજસ્થાનના રહેવાસી હતા. તેઓએ 2018માં લગ્ન કર્યા હતા. આ પછી આયેશા તેના પતિ સાથે અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી હતી. લગ્ન બાદથી જ તેને સાસરીયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. આયેશાના મૃત્યુના કેસમાં પતિ આરિફને નીચલી અદાલતે 10 વર્ષની જેલની સજા ફટકારી હતી.
સુભાષ અને આયેશાના કિસ્સાઓ એક જેવો જ છે, પરંતુ તેમના મૃત્યુ માટે જવાબદાર પાત્રો સંપૂર્ણપણે વિરુદ્ધ છે. જ્યાં સુભાષે તેની પત્ની અને તેના પરિવાર પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. સાથે જ આયેશાએ તેના પતિ પર દહેજ માટે હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. બંને કિસ્સાઓ સમાજમાં પ્રવર્તતી અયોગ્યતાઓ પર પ્રકાશ પાડે છે.
આ પણ વાંચો: