ETV Bharat / bharat

નવરાત્રીના પહેલા દિવસે કાલકાજી મંદિરમાં દૂર્ઘટના, એક વ્યક્તિનું મોત - Kalkaji temple Accident Delhi

નવરાત્રિના પ્રથમ દિવસે કાલકાજી મંદિરમાં વીજ શોક લાગવાથી એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે નાસભાગને કારણે અન્ય છ લોકો ઈજાગ્રસ્ત થયા. accident at kalkaji temple

author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

નવી દિલ્હીઃ દિલ્હીના કાલકાજી મંદિરમાં નવરાત્રિના પહેલા દિવસે એક દુ:ખદ દૂર્ઘટના સામે આવી છે. આ દૂર્ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય 6 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ 2 અને 3 ઓક્ટોબરની રાત્રે લગભગ 12.30 વાગ્યે નવરાત્રિની તૈયારીઓ દરમિયાન હાઇડ્રોજન લાઇટ લગાવતી વખતે એક સળિયામાં વીજળીનો કરંટ લાગ્યો હતો અને તેમા એક વ્યક્તિ તેના સંપર્કમાં આવી ગયો હતો. આ ઘટનાને કારણે ત્યાં નાસભાગ મચી ગઈ હતી અને અન્ય 6 લોકો ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે 6 લોકો જોખમની બહાર હોવાનું કહેવાય છે.

આ દૂર્ઘટના વિશે જણાવતા ડીસીપી સાઉથ ઈસ્ટ રાજેશ દેવે કહ્યું કે, કાલકાજી મંદિરમાં નવરાત્રિની તૈયારીઓ દરમિયાન પોલીસને 2 ઓક્ટોબરના રોજ રાતે 12:40 વાગ્યે વીજ કરંટની માહિતી મળી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જાણવા મળ્યું કે ઈલેક્ટ્રીક શોક લાગવાથી એક વ્યક્તિને ઈજા થઈ હતી. નાસભાગમાં અન્ય છ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સફદરજંગ હોસ્પિટલ અને એઈમ્સ ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. ઘાયલોમાંથી એકને સફદરજંગ હોસ્પિટલના ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. મૃતકની ઓળખ મયંક તરીકે થઈ છે, જે ગાઝિયાબાદનો રહેવાસી હોવાનું કહેવાય છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

આપને જણાવી દઈએ કે મંગળવારથી એટલે કે આજથી શારદીય નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. જેને લઈને કાલકાજી મંદિરમાં વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. અહીં, હાઇડ્રોજન લાઇટ ફીટ કરતી વખતે, એક સળિયામાં વીજશોક પ્રવેશ્યો. ઘટના બાદ ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા અને મંદિરમાં બંદોબસ્ત સુચારૂ રીતે શરૂ કર્યો હતો.

  1. લખનઉ ડિલિવરી બોય હત્યા કેસ: અન્ય જગ્યાએ બોલાવી ચાર્જરના વાયર વડે ગળું દબાવી લાશ સાથે 5 કલાક વિતાવ્યા - DELIVERY BOY MURDER CASE
  2. બદલાપુર રેપ કેસમાં શાળાના ટ્રસ્ટી તુષાર આપ્ટે અને ઉદય કોટવાલની ધરપકડ, જાણો શું છે કેસ... - Badlapur Rape Case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.