ETV Bharat / bharat

બડગામમાં BSF જવાનોને લઈ જતી બસ ખીણમાં ખાબકી, 4 જવાનોએ જીવ ગુમાવ્યો, 36 ઘાયલ - major bus accident - MAJOR BUS ACCIDENT

જમ્મુ-કાશ્મીરના બડગામમાં BSFની બસ ખીણમાં પડી હોવાના કારણે મોટી કરૂણાતિકા સર્જાય છે. સમાચાર અનુસાર, આ માર્ગ અકસ્માતમાં 4 સૈનિકોના મોત થયા છે અને 36 સૈનિકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. જેમાંથી 6ની હાલત નાજુક છે. a major accident occurred in budgam

બડગામમાં BSF જવાનોને લઈ જતી બસ ખીણમાં ખાબકી
બડગામમાં BSF જવાનોને લઈ જતી બસ ખીણમાં ખાબકી (IANS)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 20, 2024, 10:34 PM IST

બડગામઃ જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે એક મોટી દુર્ઘટના સામે આવી. સમાચાર અનુસાર, મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના બ્રેલ વોટરહેલ વિસ્તારમાં ચૂંટણી ફરજ પરની બસ પહાડી માર્ગ પરથી લપસીને ખીણમાં પડી જતાં 4 બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનો શહીદ થયા હતા અને 36 અન્ય ઘાયલ થયા છે, જેમાંથી છ ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે.

રિપોર્ટ અનુસાર, SDRF બડગામ અને અન્ય એજન્સીઓનું સંયુક્ત બચાવ અભિયાન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 4 મૃતદેહ મળી આવ્યા છે અને 36 ઘાયલ બીએસએફ જવાનોને બચાવી લેવાયા છે. ઘાયલોને વધુ સારવાર માટે જિલ્લા હોસ્પિટલ બડગામમાં ખસેડવામાં આવ્યા છે.

હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે અને ઘાયલોને તાત્કાલિક સારવાર આપવા માટે તબીબી ટીમોને અકસ્માત સ્થળે મોકલવામાં આવી છે. અધિકારીઓ અકસ્માતના કારણની તપાસ કરી રહ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર ઘટના સ્થળે સ્થાનિક લોકો હાજર છે. આ અકસ્માતમાં બીએસએફના 35 જવાનો ઉપરાંત બસ ડ્રાઈવરને પણ ઈજા થઈ હતી. ડ્રાઈવર સામાન્ય નાગરિક હોવાનું કહેવાય છે.

અધિકારી વધુ તપાસ કરી રહ્યા છે. અધિકારી એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે બસ કેવી રીતે ખાડામાં પડી. શું બસ વધુ ઝડપે જઈ રહી હતી? શું બસ ચાલકે સંતુલન ગુમાવ્યું અને બસ ખાઈમાં પડી? અધિકારીઓ આ તમામ એંગલથી તપાસ કરી રહ્યા છે.

  1. જમ્મુ કાશ્મીર: રિયાસી વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ - encounter in jammu kashmir
  2. જમ્મુ-કાશ્મીરના બારામુલામાં 3 આતંકી ઠાર, કિશ્તવાડ 2 જવાન શહિદ - JAMMU KASHMIR ENCOUNTER

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.