નવી દિલ્હી: દિલ્હીથી વારાણસી જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી, જેના પગલે અધિકારીઓએ ફ્લાઈટની વધુ તપાસ માટે પ્લેનને આઇસોલેશન ખસેડ્યું હતું.
દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું હતું કે આજે સવારે 5:35 વાગ્યે દિલ્હીથી વારાણસી જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર મળ્યા હતા. ક્યુઆરટી ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ મુસાફરોને ઈમરજન્સી દરવાજા દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ મુસાફરો સુરક્ષિત છે, ફ્લાઇટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.