ગુજરાત

gujarat

બંધારણના દિવસે મોડાસાના નેતાઓ બાબાને ભૂલ્યા

By

Published : Nov 26, 2019, 10:27 PM IST

મોડાસા: બંધારણ દિવસની સમગ્ર દેશમાં બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરી ઉજવણી કરી રહ્યાં છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં આવેલ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને નેતાઓ તેમજ અધિકારીઓ યાદ કરવાનું ભૂલી ગયા હતા. બધા ભૂલી જાય તે તો સમજાય છે. અનુસૂચીત જાતિના નેતાઓ પણ બાબાને ભૂલ્યા હતા. ડોક્ટર બાબા સાહેબની જે જગ્યાએ પ્રતિમા છે. જુના હાર જોવા મળ્યા હતા. કોઇ જ નેતાઓ અહીં ન ફરકતા સ્થાનિક લોકોમાં એક સવાલ ઉભો થયો હતો. જો કે, ચૂંટણી હોત તો વોટ માટે કેટલાય નેતાઓ વોટ લેવા માટે અહીં આવતા અને બાબા સાહેબની પ્રતિમાને હાર પહેરાવતા અને પુષ્પાંજલિ પણ કરતાં પણ, આજે અહીં સુમસાન લાગતા તંત્ર સામે પણ ઘણા સવાલ ઉઠયા હતા.

ABOUT THE AUTHOR

...view details