ગુજરાત

gujarat

ગતિશીલ ગુજરાતમાં વેક્સિનેશનની ગતિમાં અવરોધ, લોકોને જોવી પડી રહી છે કલાકો માટે રાહ

By

Published : May 10, 2021, 5:02 PM IST

અમદાવાદ: હાલમાં દેશભરમાં વેક્સિનેશન ડ્રાઈવ ચાલી રહી છે. અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં વેક્સિનેશનની ગતિ વધારવા માટે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન સેન્ટર્સ પણ શરૂ કરવામાં આવ્યા છે. તેમ છતા પણ ગતિશીલ ગુજરાતમાં વેક્સિનેશનની ગતિને અવરોધ લાગ્યો હોય તેવા દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે. હાલમાં પણ વેક્સિનેશન સેન્ટર્સ પર મોટી સંખ્યામાં લોકો ટોકન લીધા બાદ આસપાસ બેસીને પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જે જોઈને સરકારની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details