ગુજરાત

gujarat

બિહારથી વાપીમાં ગાંજાનું વેચાણ કરતા એક આરોપીની ધરપકડ, 1.88 લાખનો મુદ્દામાલ જપ્ત

By

Published : Oct 16, 2020, 8:34 PM IST

સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં ગુનાખોરી સતત વધી રહી છે, ત્યારે વાપી ટાઉન પોલીસે બિહારના એક વ્યક્તિની 15 કિલોથી વધુ ગાંજા સાથે ધરપકડ કરી છે. આ ઉપરાંત આરોપી આદિત્ય કુમાર સહિત NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી 2 આરોપીઓને વોન્ટેડ ગણાવી આગળની તપાસ હાથ ધરી છે.

Vapi News
Vapi News

વાપીઃ શહેર ટાઉન પોલીસે દમણના કચીગામમાં રહેતો વ્યક્તિ વાપીમાં ગેરકાયદેસર ગાંજો વેચવા આવ્યો હતો. જે માહિતી મળતા પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક બાઇક પર ટ્રોલી બેગ લઇને નીકળેલા યુવકને અટકાવી તપાસ કરતા ગાંજાના ત્રણ પેકેટ મળી આવ્યા હતા.

આરોપીની કઇ રીતે ધરપકડ કરાઇ?

પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ હેઠળ આરોપી આદિત્ય કુમાર ધર્મશીલ ઉર્ફે નનકુરાય યાદવની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા આ જથ્થો તેને બિહારમાં પપ્પુ યાદવ નામના ઇસમે વેચવા માટે આપ્યો હોવાનું અને તેને રાજુ ઠાકુર નામના ઇસમે પહોંચતો કર્યો હોવાની કબૂલાત કરી હતી. જે બાદ આરોપી નનકુરાય યાદવે એક ખખડધજ ઓરિસ્સા પાર્સિંગ ઇન્ડિકા કારમાં આ જથ્થો દમણમાં લાવી બાઇક પર વાપીમાં વેચવા નીકળ્યો હતો.

બિહારથી વાપીમાં ગાંજાનું વેચાણ કરતા એક આરોપીની ધરપકડ

મુદ્દામાલ જપ્ત

વધુમાં પોલીસે આરોપી પાસેથી 1.58 લાખનો 15.800 કિલો ગાંજો, બાઇક, કાર મળી કુલ 1.88 લાખનો મુદ્દામાલ કબ્જે કરી NDPS એક્ટ કલમ 88(C), 20 (B), (2-C), 29 હેઠળ ગુનો નોંધી બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, ગાંજા સાથે પકડાયેલા નનકુરાય યાદવ ત્રણેક વર્ષથી દમણના કચીગામમાં મહેશભાઈની ચાલમાં રહેતો હતો અને કોઈ કામધંધો કરતો નહોતો. દસેક મહિના પહેલા તે પોતાના વતન બિહારના વૈશાલી જિલ્લાના રાધોપુર તાલુકામાં આવેલા ગામે ગયો હતો. જ્યાંથી બે દિવસ પહેલા જ ગાંજાના જથ્થા સાથે દમણ આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details