- બે દિવસ અગાઉ એક વિદ્યાર્થી અને વિદ્યાર્થિની થયા હતા પોઝિટિવ
- વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં
- જિલ્લામાં અત્યાર સુધીમાં 11651 વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા
- વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવતા ઓફલાઈન શિક્ષણની સંમતિ આપનાર વાલીઓની ચિંતા વધી
નવસારી :કોરોનાની બીજી લહેર શાંત થયા બાદ નવસારી એક સમયે કોરોના મુક્ત બન્યો હતો. પરંતુ કોરોના પ્રતિબંધોમાં વધુ છૂટછાટ મળતા અને તહેવારો શરૂ થતા નવસારી જિલ્લામાં ફરી ધીમે પગલે કોરોનાના કેસોમાં વધારો(Navsari Corona Update) થઈ રહ્યો છે. જેમાં નવેમ્બર મહિનાના 28 દિવસોમાં 30 લોકો કોરોના પોઝિટીવ નોંધાયા છે. જ્યારે હવે શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમણનો (Corona Positive Case) ભોગ બની રહ્યા છે. 28મી નવેમ્બરના રોજ ચીખલીની અગાસી ITI માં અભ્યાસ કરતો 17 વર્ષીય વિદ્યાર્થી કોરોના પોઝિટીવ(Corona Update Today) નોંધાયો છે.
શિક્ષણ કાર્યને લઈને વાલીઓની ચિંતા વધી છે
આ ઉપરાંત 26 નવેમ્બરે પણ નવસારીની AB સ્કૂલનો 14 વર્ષીય વિદ્યાર્થી અને ઘરે રહીને અભ્યાસ કરતી 18 વર્ષીય વિધાર્થિની પણ કોરોના સંક્રમિત થયા હતા. વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા ઓફલાઈન શિક્ષણ માટે સંમતિ આપનારા વાલીઓની ચિંતા વધી છે. સાથે જિલ્લા આરોગ્ય વિભાગ પણ વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણને લઇ હરકતમાં આવ્યું છે.
આરોગ્ય વિભાગ દ્વારા શાળાઓમાં સ્ક્રીનીંગ હાથ ધરાયું
નવસારી જિલ્લામાં શાળાઓ શરૂ થતા જિલ્લા આરોગ્ય વિભાગ(Health Department navsari) દ્વારા જિલ્લાની 800થી વધુ શાળાઓમાં(Student Corona in Gujarat) કોરોનાનું સ્ક્રિનિંગ શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને શાળાઓમાં કોરોના ગાઈડલાઈનનું પાલન સાથે વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ(Corona Test of Students) પણ કરવામાં આવી રહ્યા છે. નવસારીની AB સ્કૂલનો 14 વર્ષીય વિદ્યાર્થી કોરોના પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગે(Navsari Health Department) તેના વર્ગખંડના તમામ વિદ્યાર્થીઓના ટેસ્ટ કર્યા હતા. આ ઉપરાંત અગાસી ITIનો 17 વર્ષીય વિદ્યાર્થી પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગ તેમની આસપાસ વસ્તુઓ તેમજ વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.